લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ માનશે ?
શૂન્ય પાલનપુરી

પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમી

Rumi

જ્યારે મારો જનાજો નીકળે
એમ ન વિચારશો
કે હું આ જગતમાં ચાલ્યો ગયો છું

ન આંસુ સારશો
રખે શોક કે અફસોસ કરતા.
હું કોઈ રાક્ષસી ખાઈમાં
નથી પડી રહ્યો.

મારું શબ લઈ જતી વેળા
મારા જવા ઉપર રડશો નહીં
હું જઈ નથી રહ્યો
હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

તમે જ્યારે મને કબરમાં મૂકો
મને અલવિદા ન કહેતા
યાદ રાખજો કે કબર તો
એક પરદો માત્ર છે
એની પેલી તરફ આખી નવી દુનિયા છે

તમે મને કબરમાં ઉતરતો જોયો
હવે મને ઉપર ઉઠતો જુઓ
જ્યારે સૂર્ય કે ચંદ્ર અસ્ત પામે
ત્યારે એ કંઈ  અંત નથી પામતા

જે અંત કે અસ્ત સમાન લાગે છે
એ ખરે તો ઉદય જ લાવે છે
કબર જ્યારે બંધ થાય
ત્યારે આત્માની પાંખો ઉઘડે છે

તમે કદી જોયું છે કે ઘરતી પર પડેલું
બીજ અંકુરિત ન થાય ?
તો પછી શું કામ માનવના નવપલ્લવિત
થવા પર શંકા કરો છો ?

કૂવામાં ગયેલી ડોલ કદી ખાલી
પાછી આવતી જોઈ છે ?
તો આત્મા માટે શું શોક
જે અચૂક પાછો ફરવાનો છે.

છેલ્લી વાર માટે તમારું
મોઢું બંધ થાય
પછી તમારા શબ્દો અને આત્મા
એ જગાના રહેવાસી થઈ જાય છે
જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

– રુમી
(અનુ. ધવલ શાહ)

રુમીની કવિતા શાતા અને વિશ્વાસની કવિતા છે. મરણ માત્ર એક મુકામ છે અને એની આગળ આખો નવો રસ્તો છે એ સૂફી વિચારધારા છે. કવિતા એટલી સરળ છે એને સમજાવવાની કોઈ જરૂર નથી.

કહેવાય છે કે રુમીના શબ્દો જાદૂઈ મીઠાશ છે. આ કવિતામાં મૃત્યુ જેવા વિષયમાં પણ એ જાદૂઈ મીઠાશના દર્શન થયા વગર રહેતા નથી. આખી કવિતા એ પોતે જ પોતાનો જનાજો નીકળતો જોતા હોય એમ લખેલી છે. અને એ રજૂઆત કવિતાને એટલી વધારે ચોટદાર બનાવે છે.

આ અનુવાદ રુમીની કવિતાના નાદેર ખલીલીએ કરેલા અંગ્રેજી અનુવાદના આધારે કરેલો છે.

4 Comments »

 1. ધવલ said,

  December 10, 2011 @ 11:56 pm

  When I die…

  when my coffin
  is being taken out
  you must never think
  i am missing this world

  don’t shed any tears
  don’t lament or
  feel sorry
  i’m not falling
  into a monster’s abyss

  when you see
  my corpse is being carried
  don’t cry for my leaving
  i’m not leaving
  i’m arriving at eternal love

  when you leave me
  in the grave
  don’t say goodbye
  remember a grave is
  only a curtain
  for the paradise behind

  you’ll only see me
  descending into a grave
  now watch me rise
  how can there be an end
  when the sun sets or
  the moon goes down

  it looks like the end
  it seems like a sunset
  but in reality it is a dawn
  when the grave locks you up
  that is when your soul is freed

  have you ever seen
  a seed fallen to earth
  not rise with a new life
  why should you doubt the rise
  of a seed named human

  have you ever seen
  a bucket lowered into a well
  coming back empty
  why lament for a soul
  when it can come back
  like Joseph from the well

  when for the last time
  you close your mouth
  your words and soul
  will belong to the world of
  no place no time

  ~RUMI,
  translated by Nader Khalili.

 2. Lata Hirani said,

  December 11, 2011 @ 8:30 am

  તો આત્મા માટે શું શોક
  જે અચૂક પાછો ફરવાનો છે.

  ગીતામા આ વાત કેટલી રીતે સમજાવાઇ છે !! આ કાવ્ય પણ એ જ અદભુત સન્દેશને અપૂર્વ સુન્દરતાથી સજાવે છે.. તો યે..સ્વજનનુ મૃત્યુ તમામ શબ્દોને શબ્દો જ ઠેરવે છે. એને માનવીની પોતાની નિર્બળતા પણ કહી શકાય્..
  જેટલુ સુન્દર કાવ્ય એટલો જ સુન્દર અનુવાદ્ અભિનન્દન્..
  લતા જ્ હિરાણી

 3. pragnaju said,

  December 11, 2011 @ 11:28 am

  છેલ્લી વાર માટે તમારું
  મોઢું બંધ થાય
  પછી તમારા શબ્દો અને આત્મા
  એ જગાના રહેવાસી થઈ જાય છે
  જ્યાં સ્થળ કે કાળનું કોઈ બંધન નથી.

  અ દ ભૂ ત
  યાદ
  रूमी के तफ़क्कुर को सज़ा कल्ब व नज़र में
  तुलसी का दिलावेज़ तराना है तेरा भी

 4. Chandrakant Lodhavia said,

  December 13, 2011 @ 11:33 pm

  પરમ સખા મૃત્યુ :૦૭: મરણ પ્રસંગ – રુમીDecember 10, 2011 at 11:48 pm by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, મૃત્યુ વિશેષ, રૂમી

  આ કાવ્ય વાંચતા બીજું ગીત યાદ આવી ગયું.

  સ્વજન જો તારા જાય જો મુકી તેથી કંઈ ચિંતા કરે ચાલશે ના,
  તેથી કંઈ ચિંતા કરે ચાલશે ના. …………

  રખે શોક કે અફસોસ કરતા.
  હું કોઈ રાક્ષસી ખાઈમાં
  નથી પડી રહ્યો .

  મારું શબ લઈ જતી વેળા
  મારા જવા ઉપર રડશો નહીં
  હું જઈ નથી રહ્યો
  હું શાશ્વત પ્રેમના મુકામે પહોંચી રહ્યો છું

  મરનાર ના કુટુંબીજનોને સાંત્વના આપતાં તો અનેકોને જોયા છે પણ જ્યારે મરનાર જીવ પોતે જ આવી સાંત્વના આપી શકે તે તો પહેલી વાર જ આ વાત આવા સુંદર કાવ્ય વ્દારા જાણી શકાય છે.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment