આવકાર સપ્તાહ: ૦૬: “એ તારે જોવાનું છે” – શૈલેષ પંડ્યા ‘નિશેષ’
કવિના બીજા ગઝલસંગ્રહ ‘એ તારે જોવાનું છે’નું લયસ્તરોની આવકાર-મહેફિલમાં હૂંફાળું સ્વાગત… સંગ્રહની ૧૦૮ ગઝલોમાંથી મને પસંદ પડેલ કેટલાક અશઆર આપ સહુની ખિદમતમાં પેશ કરું છું. આ સંગ્રહ પૂર્વે એક સ્વતંત્ર ગઝલસંગ્રહ અને એક સંયુક્ત સંગ્રહ –એમ બે સંગ્રહો પ્રકાશિત થઈ ગયા હોવાથી કવિનો આ અઢીમો સંગ્રહ ગણી શકાય. કવિમાં કારયિત્રી પ્રતિભા ભારોભાર ભરી પડી છે. અનેક સ્થળે તેમની કલ્પનાશક્તિ, ભાવસંવેદના અને શેરિયત પ્રત્યેની સૂઝ પ્રભાવિત કરે છે. સાથોસાથ આ પ્રતિભાને વધુ સઘન પરિશ્રમ, કસબની કેળવણી અને અભિવ્યક્તિની ધાર સાથે સાંકળવાની જરૂરિયાત પણ અનુભવાય છે. અઢીમો સંગ્રહ રજૂ કરતા સર્જક પાસેથી સ્વાભાવિક રીતે જ અમુક પ્રકારની સજ્જતા અને ખંત અભિપ્રેત હોય જ. વધુ પડતો શિથિલ છંદ અને કાચી માવજત સાથે રજૂ થઈ ગયેલ અશઆરને સંગ્રહનું ઉધાર પાસું કહી શકાય…
એવી અપેક્ષા અને વિશ્વાસ સાથે કે ગુજરાતી ગઝલને જ્યારે પણ આ કવિ ફરી એકવાર મળવા આવે, ત્યારે અહીં-તહીં ઝબકતા ઉમદા શેરોની સાથે વધુ સંઘેડાઉતાર ગઝલો, વધુ કલાત્મક પરિપક્વતા અને વધુ છંદદુરસ્તી પણ લઈને આવે—કવિને અનેકાનેક સ્નેહકામનાઓ અને શુભેચ્છાઓ.
* * * *
મેં જરા સરનામું ઈશ્વરનું પૂછ્યું,
ફૂલ એ આપી ગયાં ઝાકળભર્યાં!
કોઈએ પૂછ્યું કોને કહેશો સાચો પ્રેમ?
ઉત્તરમાં મીઠાં ઝરણાં સાગરમાં આવ્યાં.
શોધો શોધો કોઈ એનું પગેરું શોધો,
ક્યાંથી ફૂટે છે આવાં ઝરણાં પાંપણને?
કેટલો વિશ્વાસ કરશો પાણકાનો?
ખુદ નથી તરતો, નથી એ તારવાનો.
ઘરને તો સૌ ગામડે મૂકીને આવ્યાં,
શહેરમાં તો માત્ર ઊભાં છે મકાનો.
બે ઘડી મેં શ્વાસને પોરો દીધો,
ત્યાં જ કો’ બાંધી ગયું સજ્જડ મને.
રંગ સાતેસાત ભેગા ફરફરે,
તું ધજા કોઈ એવી ફરકાવને!
આંખનું થાતું રુપાંતર બારણામાં,
આવતી તું, આવતું ઘર બારણામાં.
આમ આવીને તું પડછાયા ન પી,
વાદળીને હું ઘણું સમજાવું છું.
સાવ કોમળ સ્પર્શ લઈને આવે છે,
સૂર્ય વાંચી લે છે ઝાકળમાં તરસ.
એ કહે છે, શ્વાસથી જીવાય છે,
મેં કહ્યું, ના! પ્યાસથી જીવાય છે.
ઝાડની જન્મોત્તરી કાઢી તો જાણ્યું,
એને કુહાડી નહીં, માણસ નડે છે.
– શૈલેષ પંડ્યા ‘નિશેષ’



Anonymous said,
June 27, 2026 @ 11:30 AM
ઓહો….. ખૂબ ખૂબ આભાર સરજી…. આજે મારે સોનાનો સૂરજ ઉગ્યો
Vrajesh Mistri said,
June 27, 2026 @ 11:57 AM
આવકાર… પ્યાસથી જીવાય છે.. મજા આવી…
કૌશલ યાજ્ઞિક said,
June 27, 2026 @ 11:57 AM
સરસ રચના
કવિને શુભેરછાઓ અને અભિનંદન
મયૂર કોલડિયા said,
June 27, 2026 @ 12:18 PM
સુંદર શેર… કવિને અભિનંદન
વિજય રાજ્યગુરુ said,
June 27, 2026 @ 12:43 PM
જય હો
Janki said,
June 27, 2026 @ 12:51 PM
Khub j sarass …
Anonymous said,
June 27, 2026 @ 1:45 PM
અતિ ઉત્તમ 💖💖💖💖💖
Anonymous said,
June 27, 2026 @ 1:45 PM
અતિ ઉત્તમ
Bhavdeep Vaghela said,
June 27, 2026 @ 1:47 PM
ઉત્કૃષ્ટ પ્રસ્તુતિ
RONAK BADHEKA said,
June 27, 2026 @ 1:52 PM
khub sundar abhinandan
રાજેન્દ્ર ભટ્ટ said,
June 27, 2026 @ 2:19 PM
ખૂબ ખૂબ અભિનંદન🎉🎊
Yogesh Samani said,
June 27, 2026 @ 2:45 PM
બધા શેર સરસ.
સાચી જોડણી જિવાય.
Charu Shah Anchor said,
June 27, 2026 @ 2:58 PM
વાહ ખુબ જ સરસ પ્રત્યેક પલ પ્રગતિના શિખરો સર કરો તેવી હૃદયની શુભેચ્છા 💐
Charu Shah Anchor said,
June 27, 2026 @ 2:59 PM
વાહ ખુબ જ સરસ પ્રત્યેક પલ પ્રગતિના શિખરો સર કરો તેવી હૃદયની શુભેચ્છા 💐 આપ ની આપેલી આખી બુક પણ મેં વાંચી છે ..ખૂબ સરસ કવિતા ઓ લખો છો આપ 👌
Charu Shah Anchor said,
June 27, 2026 @ 3:01 PM
શૈલેષ ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન 💐
વાહ ખુબ જ સરસ પ્રત્યેક પલ પ્રગતિના શિખરો સર કરો તેવી હૃદયની શુભેચ્છા 💐 આપ ની આપેલી આખી બુક પણ મેં વાંચી છે ..ખૂબ સરસ કવિતા ઓ લખો છો આપ 👌
Anonymous said,
June 27, 2026 @ 3:10 PM
ખૂબ ખૂબ અભિનંદન
Congratulation Shailesh Bhai. said,
June 27, 2026 @ 5:02 PM
Congratulation Shailesh Bhai.
Bhagirath Pandya said,
June 27, 2026 @ 5:16 PM
કવિ શૈલેષ પંડ્યા “નિશેષ”નું નવા ગઝલસંગ્રહ સાથે સ્વાગત. સુંદર. રાજીપો. સુકામનાઓ.
KUNJAN CHHATRALA said,
June 27, 2026 @ 6:16 PM
💐Nice,Collection shaileshbha
Harihar Shukla said,
June 27, 2026 @ 7:14 PM
આવકાર
Nisha said,
June 27, 2026 @ 8:08 PM
વાહ….. લયસ્તરો પર આવકાર.. ખરેખર ગૌરવની વાત છે
Anonymous said,
June 27, 2026 @ 8:10 PM
દરેક શેર સરસ….અને…. આખું કલેકશન સુંદર
Umesh Sanchania 'Jill' said,
June 27, 2026 @ 9:19 PM
એ કહે છે, શ્વાસથી જીવાય છે,
મેં કહ્યું, ના! પ્યાસથી જીવાય
વાહ! ખૂબ જ સુંદર અને ઊંડાણપૂર્વકની પંક્તિઓ છે.આ શે’ર માનવીય આકાંક્ષા અને ઝંખનાની સચોટ વાત કરે છે: શ્વાસ માત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે, પરંતુ જીવન જીવવાની સાચી ઊર્જા કે ઉત્સાહ તો કોઈ લક્ષ્ય, પ્રેમ કે ઈચ્છા (પ્યાસ) થકી જ મળે છે.
શૈલેષ ભાઈ ખુબ સરસ…
શૈલેષ પંડયા નિશેષ said,
June 27, 2026 @ 9:29 PM
ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોનો…. આપ સૌની કોમેન્ટસ સર આંખો પર