હર રંગમાં ‘ગની’, હું દુનિયાને કામ આવ્યો,
મિત્રોને મિત્રતામાં, દુશ્મને દુશ્મનીમાં.
– ગની દહીંવાલા

હાઈકુ – ધનસુખલાલ પારેખ

પનિહારીના
પગલે, ફાટફાટ
કૂવાનું પાણી.

– ધનસુખલાલ પારેખ

કોઈ મને પૂછે કે કોઈ અસીમ સૌંદર્યવતી સ્ત્રીનું અભૂતપૂર્વ વર્ણન કરવા માટે કેટલા લાંબા કાવ્યની જરૂર પડે તો હું કહું, માત્ર સત્તર અક્ષરની !!!

17 Comments »

  1. ninad adhyaru said,

    April 8, 2011 @ 1:05 AM

    Waaah !

  2. MAHESHCHANDRA NAIK said,

    April 8, 2011 @ 9:02 AM

    સ્ત્રીનુ સૌંદર્ય ફક્ત સત્તર શબ્દોમા!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  3. pragnaju said,

    April 8, 2011 @ 9:13 AM

    સ રસ
    પનિહારીના
    પગલે પનઘટ
    હળુ મલક્યો

  4. preetam lakhlani said,

    April 8, 2011 @ 1:30 PM

    હાઈકુ સરસ્ ગમ્યુ અને મે લખયુ…………

    પનિહારીના
    બેડે ગામ ભીંજાતુ.
    સવારસાંજ !

  5. Dr. J. K. Nanavati said,

    April 8, 2011 @ 1:53 PM

    હુંય પડઘો પાડું..??

    પનિહારીને
    નિતરતી પીવાને
    કુવો તરસે…..

  6. ધવલ said,

    April 8, 2011 @ 2:11 PM

    સરસ !

  7. preetam lakhlani said,

    April 8, 2011 @ 3:18 PM

    કુવો છલકે
    કઈ પનિહારીના
    ઝાંઝર તાલે !
    (૨)

    કેમ શોધવો ?
    લીલો સૂડો, સયર્.
    ધેધુર વુસે !

    મિત્રો મને ગુજરાતીમા ટાઈપિગમા તકલીફ પડે છે…… sorry for typeing……….કામ પર સમય ચોરિને આ લખવાનુ હોય છે…..

  8. preetam lakhlani said,

    April 8, 2011 @ 4:13 PM

    ત્રણ નવા હાયકુ….આ ધડી એ લખાણા……….
    કૂવો સુકાતો,
    જોઇ રોજ બે આંસુ
    પનિહારીના !


    કૂવો છલકે,
    વેશાખે, જોઈ સ્મિત્,
    પનિહારિનુ !


    દરિયો પૂછે
    નદીને ? કેવી હોય ?
    રે! પનિહારી!

  9. urvashi parekh said,

    April 8, 2011 @ 7:36 PM

    સરસ,
    પ્રીતમભાઈ ન સત્તર અક્ષર ગમ્યા.

  10. DHRUTI MODI said,

    April 8, 2011 @ 7:56 PM

    આશ્લેભાઈનું હાઈકું ગમ્યું.
    પ્રીતમભાઈનું,
    દરિયો પૂછે
    નદીને, કેવી હોય?
    રે! પનિહારી!
    ગમ્યું.

  11. sudhir patel said,

    April 8, 2011 @ 10:12 PM

    એક હાઈકુ પાછળ ઘણાં સુંદર હાઈકુ માણવા મળ્યાં!
    સુધીર પટેલ.

  12. Kirtikant Purohit said,

    April 8, 2011 @ 11:40 PM

    સરસ સિધ્ધ હાઇકુ. ચોટ સરસ નિરોપાઇ છે.

  13. vinod said,

    April 11, 2011 @ 1:14 AM

    ખુબ જ સરસ….
    એક ઊપર એક ગણા હાયકૂ માણવા મળ્યા….!!!!!

  14. વિવેક said,

    April 11, 2011 @ 7:27 AM

    સહુ વાચકમિત્રોની ક્ષમા ચાહું છું… આ હાઈકુ હકીકતમાં આશ્લેષ ત્રિવેદીનું નથી, શ્રી ધનસુખલાલ પારેખનું છે…

  15. rajnikant shah said,

    April 15, 2011 @ 4:57 AM

    EK PANIHARI OOPER KETLU VISSLESHAN !!
    GOOD EXPERIMRNT .

  16. રમેશ સરવૈયા said,

    May 16, 2011 @ 7:00 AM

    પનહારીના પગલે
    તોય કુવો
    રહ્યો તરશો

    કુવા કાઠે તે પનહારી
    કેમ આંખો
    છલકાણી

    કુવો છલક્યો
    બેડલે
    પનહારીના નેણલે

  17. bhupendra patel said,

    May 26, 2016 @ 11:59 AM

    વાહ…. પનિહારી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment