ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.
અંકિત ત્રિવેદી

અનુભૂતિ – એષા દાદાવાલા

કોઈ માના પેટમાં,
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!

-એષા દાદાવાલા

એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું?

25 Comments »

  1. KAVI said,

    February 8, 2008 @ 2:02 AM

    મને આ રચના ખૂબ સંવેદનશીલ લાગે છે. કદાચ સર્જક વાતાવરણ કે કુદરતને સમજ્તો થાય છે, તેનથી સેજા વધુ નજીક પહોચે છે, ત્યારે જ સર્જન કરી શકે છે.

  2. Pinki said,

    February 8, 2008 @ 5:22 AM

    સંવેદનાસભર અનુભૂતિ…..!!
    દિલમાં જાણે કશુંક સળવળી ગયું……!!!

  3. mayur patel said,

    February 8, 2008 @ 6:36 AM

    hi…..hello friends i m new in it yor sayri dept….than help me ok….

  4. nilam doshi said,

    February 8, 2008 @ 8:05 AM

    મારા પ્રિય કવિયત્રીની આ લઘુરચના પણ દિલને સ્પર્શ્યા સિવાય કેમ રહી શકે ? તેમની ” પગફેરો ” કવિતા વાંચીને મારી આંખમાંથી શ્રાવણ ભાદરવો વહ્યા હતા. આ સંવેદનશીલ કવિયત્રીને ખૂબ ખૂબ અભિનન્દન.
    અને વિવેકભાઇ,આપને પણ. ! આ સુંદર રચના સૌ સુધી પહોંચાડવા બબદલ..આભાર.!

  5. Dr Urvish Joshi said,

    February 8, 2008 @ 8:19 AM

    ખુબ સુન્દર

  6. kamal said,

    February 8, 2008 @ 8:30 AM

    એજ અદભૌત અનુભવ,બીજુ શુ?

  7. Natver Mehta(Lake Hopatcong, NJ,USA) said,

    February 8, 2008 @ 8:32 AM

    આવી સુંદર કવિતા
    વાંચી ન પુછ મનમાં
    શું શું થાય છે!!

  8. pragnaju said,

    February 8, 2008 @ 9:56 AM

    સુન્દર અછાંદસ રચના
    િવવેકનું કહેવું છે કે એષાની સંવેદનશીલ રચનાઓ વાંચવા કરતા તે જે રીતે રજુ કરે છે તે સ્વમુખે સાંભળવાની મઝા તો ઔર છે તો હવે લયસ્તરોનું એક સોપાન -સાથે ઓડીઓ પણ આપવાનો સમય થઈ ગયો છે!
    અનુભૂિતએ આધ્યાત્િમક જગતનો ખાસ શબ્દ….ત્યાં સુધી કે આંખે જોયલું કે જીભે સ્વાદેલું જીભ દ્વારા વર્ણવાય તો પણ સત્ય ન કહેવાય! રજનીશજીએ તો ત્યાં સુધી કહ્યું કે મૌન જ સત્ય છે!તો પણ અનુભૂતીને વર્ણવાના પ્રયાસ થયાં છે…આવા પ્રયાસમાં એષા સત્યની નજીક રહે છે.વળી આ લખીને
    “ડાળી પર પાંદડાઓ
    હળવેકથી હાલે
    ત્યારે
    ઝાડને શું થતું હશે ?!!!”
    આપણને જ અનુભૂિત કરવાનું સોંપી દીધું…
    વાહ્!

  9. ભાવના શુક્લ said,

    February 8, 2008 @ 10:36 AM

    સુંદર કુણી અનુભુતી કરાવતા શબ્દો…ખુબ સરસ!!!

  10. vishwadeep said,

    February 8, 2008 @ 12:05 PM

    એ તો માત્ર એક મા જાણે બીજુ ઝાડ જાણે!!
    સુંદર રચના એ.

  11. Lata Hirani said,

    February 8, 2008 @ 1:20 PM

    આ રચનાને સલામ

  12. Anonymous said,

    February 8, 2008 @ 1:37 PM

    બહુ જ ઊંડાણ છે આ રચનામાં.
    અભિનંદન એશા.

  13. ડૉ. મહેશ રાવલ said,

    February 8, 2008 @ 1:57 PM

    વિવેકભાઈ!
    આ કવિતાને જ કેન્દ્રમાં રાખીને વિચારીએ તો,
    એકબાજુ આ અને બીજીબાજુ-મારી કોઇ ડાળખીમાં પાંદડું નથી..મને પાનખરની બીક ન બતાવશો……. .એ અભિવ્યક્તિ મૂકીએ તો કેટલો વિરોધાભાસ છે લાગણીમાં ?
    કવિ,શબ્દનાં માધ્યમથી લાગણીઓને કવિતામાં કેવી નાજુક અને બારિક રીતે ગુંથી શકે છે!
    મારી દ્રષ્ટિએ,જગતનું જો કોઇ એકાક્ષરી મહાકાવ્ય હોય તો – ‘મા’- છે!

  14. Dhwani joshi said,

    February 8, 2008 @ 3:09 PM

    વાહ….લાગણીઓ નાં ઘોડાપુર ને શબ્દો નાં ખાબોચિયા મા સમાવ્યા….!!

  15. Gaurav From Jamnagar. said,

    February 8, 2008 @ 3:21 PM

    vaah,,,
    We want to read another poems…from Eishaji..

  16. Dilipkumar K. Bhatt said,

    February 8, 2008 @ 3:37 PM

    એશા દાદવાલા દાદ માગી લ્યે ‘chhe’ વીવેકભાઈ,તમે તો દરિયામાથી એકાદ ટીપુજ વહેવડાવ્યુ! ફરી લાભા આપશો એવી વિનતી.

  17. ઊર્મિ said,

    February 8, 2008 @ 5:49 PM

    પ્રિય એષા, આ તારી નાનકડી કવિતા પણ એમ જ સળવળી ગઈ… કોઈ માના પેટમાં,
    બચ્ચું સળવળે એમ જ…!!!

  18. divya said,

    February 10, 2008 @ 12:11 AM

    ” મનમાં સળવળાટ થયો ને લાગણીઓ હલી ગઈ… એશા.”

  19. MAYANK TRIVEDI SURAT said,

    February 10, 2008 @ 6:13 AM

    એષાની રચનાઓ ખરેખર હદયસ્સ્પશી હોય છે,કવિતા મેગેઝિન માસ્સ્થાન મેળવીને સિધ્ધ્હસ્સ્ત કવયત્રિ તરીકે નામના મેળવી છે ખુબખુબ અભિનંદન
    મયંક ત્રિવેદી,સુરત

  20. kalpesh.dangar said,

    February 10, 2008 @ 6:40 AM

    દેખાવે ચો શાન્ત ત્મે તો એશા
    પન શાય્રી મા તોફની ઢન્ગ છે……

  21. Heena Parekh said,

    February 10, 2008 @ 7:43 AM

    Excellent. Small but touchy poem. I appreciate your creativity.Keep it up…Esha.

  22. Hardik Joshi said,

    February 10, 2008 @ 12:43 PM

    અત્ી સુંદર….Keep it ….Esha

  23. dharmesh Trivedi said,

    February 13, 2008 @ 3:05 PM

    ખરેખર જ વિવેક્ભૈ એ લખ્યુ તેમ શ્બ્દો નિ તાકાત અનુભવ્તા “અવાક્ ” જ થૈ જવાયુ હો…..વાહ વાહ એશા વાહ્… ધર્મેશ ત્રિવેદિ બરોડા.

  24. Jainish Bhagat (Prasang) said,

    April 1, 2008 @ 2:56 PM

    ખુબ જ સરસ એશાબહેન મજા પડી ગઈ.
    ખુબ જ સુન્દર રચના!!!!!!!!!
    ગજબના “chho” તમે.
    – જૈનિશ ભગત.

  25. Mahavirsinh Mori said,

    January 11, 2015 @ 1:53 AM

    Nice

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment