નોખું જ કૈંક પ્રાપ્ત થશે, બાતમી હતી,
જીવતાં જણાયું એ જ સડુ જિંદગી હતી.
- વિવેક મનહર ટેલર

હું ખેડું, તું વાવ – ચંદ્રકાન્ત શેઠ

હું ખેડું, તું વાવ,
આપણા ખેતર સૌ લ્હેરાવ,
હું વેડું, તું લાવ,
આપણી દોસ્તીનો એ દાવ.

કર માખણ-શી માટી મારી,
તારે ચાક ચડાવ,
ઘડા-કુલડી-માટ-કોડિયાં
ખપનાં ઠામ ઘડાવ,
હું પાકું એમ પકાવ,
હું દીપ ધરું, દરશાવ !

ઊંડો ખોદું કૂપ, ઝરણથી
તારાં એ ઊભરાવ,
તળિયું તરતું થાય, તલાવે
જળ એવાં છલકાવ !
હું ખૂલું, તું આવે !
આપણો જલસે થાય જમાવ !

– ચંદ્રકાન્ત શેઠ

ઇશ્વર સાથેની દોસ્તીનું એક મધુરું ગીત.. તળિયાને તરતું કરાવવાની વાતમાં આ ભક્તિભાવ કવિતાના સ્તરે પહોંચે છે…

6 Comments »

  1. Rina said,

    February 28, 2013 @ 1:08 AM

    Waaaaaahhh

  2. La'Kant said,

    February 28, 2013 @ 5:30 AM

    “હું ખૂલું, તું આવે !
    આપણો જલસો થાય જમાવ ! ” –
    બસ, અમ જ એક દિ’ એકત્વને ઉપ્લબ્ધ થવાય તો, ભયો… ભયો..
    -લા’કાન્ત / ૨૮-૨-૧૩

  3. pragnaju said,

    February 28, 2013 @ 9:57 AM

    ખૂબ સુંદર અભિવ્યક્તી

  4. Maheshchandra Naik said,

    February 28, 2013 @ 1:59 PM

    ઈશ્વરને સરસ સંબોધન……………………..

  5. Kalpana said,

    February 28, 2013 @ 6:56 PM

    હું દીપ ધરું દરશાવ.
    વાહ. જીવ અને શિવનો સુમેળ થાય, તો હૈયું હરસી જાય.

  6. Harshad said,

    March 11, 2013 @ 8:53 PM

    Khubsaras, like it and enjoyed it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment