સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

મારું સરનામું – અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.

આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.

– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

માણસ જન્મે એ ઘડીથી જ એના ચહેરા પર મહોરાં ચોંટવા શરૂ થઈ જાય છે. જિંદગીની મુસાફરીમાં એક પછી એક એટલા બધા મહોરાંઓ આપણા ચહેરા પર ચોંટી જતા હોય છે કે આપણે આપણી જાત સુધીનો રસ્તો પણ ભૂલી જતા હોઈએ છીએ. બધા જ મહોરાંઓ ઉતરડીને ફેંકી દઈએ, બધા જ સરનામાંઓનો નાશ કરી નાઅંખીએ એ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે… એ ઘડીએ આપણને આપણા ગ્લોબલ હોવાની જાણ થાય છે.

8 Comments »

  1. Rina said,

    December 14, 2012 @ 1:40 AM

    awesome…….

  2. perpoto said,

    December 14, 2012 @ 5:32 AM

    બ્ર્હમાંડમાં માત્ર ૪% મેટર છે.આપણે અણુના બનેલા છીએ.અણુમાં ન્યુક્લીયસ અને પરિઘ પર રહેલાં
    ઇલેક્ટ્રોન વચ્ચે ,જે અવકાશ છે,તે એક મોટાં હોલમાં ચણા સમાન છે.અથાર્ત બ્ર્હમાંડ માત્ર અવકાશ છે.આપણે બધું થોપી બેઠાં છીયે.

  3. pragnaju said,

    December 14, 2012 @ 7:57 AM

    આ શાપ છે અને વરદાન પણ,
    જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
    એ જ મારું ઘર સમજજે.

    સુંદર અભિવ્યક્તી

    યાદ
    એક એવું ઘર મળે આ વિશ્વમાં
    જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું
    એક એવું આંગણું કે જ્યાં મને
    કોઈ પણ કારણ વગર શૈશવ મળે !

    એક બસ એક જ મળે એવું નગર
    જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
    ’કેમ છો?’ એવુંય ના કહેવું પડે
    સાથ એવો પંથમાં ભવ ભવ મળે !

    એક એવી હોય મહેફિલ જ્યાં મને
    કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
    એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
    પાનખરના આગમનને રવ મળે !

    તોય તે ના રંજ કૈં મનમાં રહે-
    અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..

  4. raksha shukla said,

    December 14, 2012 @ 9:01 AM

    અમ્રુતા હમેશા અતિ વાચવા અમે જ વહ્!

  5. raksha shukla said,

    December 14, 2012 @ 9:02 AM

    અમ્રુતા હમેશા વાચવા ગમે જ વાહ્!

  6. ધવલ said,

    December 14, 2012 @ 4:04 PM

    યોગાનુયોગે ગઈ કાલે જ ‘રેવન્યુ સ્ટેમ્પ’માં આ કવિતા વાંચી !

  7. kartika desai said,

    December 14, 2012 @ 6:45 PM

    આજનો આપનો દિન સુન્દરતમ હોય.જય શ્રિ ક્રિશ્ન.
    અમ્રુતા પ્રિતમ મારા અતિ પ્રિય કવિયત્રિ….
    સુન્દર અભિવ્ય્ક્તિ….

  8. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

    December 15, 2012 @ 10:10 AM

    મોકળાશ – શબ્દ નો અર્થ કે ભાવ મનનો જ સમજવો !ઘરની પરિભાષા વધુ અર્થસભર સમજાવી
    મહેમાનગતી ની પહેલી શરત – નિખાલસતા અને સંગાથ પ્રત્યે ઉમળકાસભર સ્વિકાર !

    ભાંગ્યુ તૂટ્યું સગવડ વગરનું ઘર પણ ચાલીજાય જો યજમાન ની ભાવના જોઈ
    ’કેમ છો?’ એવુંય ના કહેવું પડે ,સાથ એવો પંથમાં ભવ ભવ મળે !

    આ શાપ છે અને વરદાન પણ,
    જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
    એ જ મારું ઘર સમજજે.

    ક્યારેય
    ઘેર આવવાની જીદ ન કર
    ઘર નથી ,નહીંતર ના ન પાડું ! કહેવું ન પડે તો કેવું ?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment