જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા,
સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.
શૂન્ય પાલનપુરી

સાગરતટે… – વાડીલાલ ડગલી

નીચે હલેસાંનો ખળભળાટ,
ઊંચે બે પાંખોનો ફફડાટ.
બેય તરે,
બેય કરે,
નીલ મૌનનો મલપતો ઝંકાર
પવનના ઢાળ પરે
બેય સરે
ક્ષિતિજના ક્ષુધાતુર અંતરપટે.

– વાડીલાલ ડગલી

શ્રી સુરેશ દલાલના શબ્દોમાં આ કાવ્ય:

આ કાવ્ય કવિની પ્રતિભાનો પરિચય એટલી હદે આપે છે કે આ કાવ્યના સંદર્ભમાં જ કવિ વાડીભાઈને પૂરેપૂરા પામી શકીએ.

હલેસાં અને પંખીને અડખેપડખે મૂકીને કવિએ પોતાની દૃષ્ટિના વ્યાપમાં ધરતી અને આકાશને સમાવી દીધાં છે. પંખી આકાશ-સમુદ્રની હોડી છે તો હોડી એ સમુદ્રનું પંખી છે. હલેસાં અને પાંખોના ખળખળાટ અને ફફડાટની વચ્ચે કવિને તો સંભળાય છે કેવળ મૌનનો ઝંકાર. પણ આ મૌનને પણ એનો રંગ છે. અને એટલે જ કવિ કહે છે: “નીલ મૌનનો મલપતો ઝંકાર”. અમૂર્ત પવનને કવિએ મૂર્ત કર્યો છે “પવનના ઢાળ પરે” કહીને.

4 Comments »

 1. perpoto said,

  December 27, 2012 @ 3:31 am

  વાડીલાલ ડગલી પરિચય પુસ્તીકા માટે પણ જાણીતા છે.
  પાછલી સાંજે
  પડી ગયો પવન
  વિચાર શુન્ય ?

  આ ઝેન વિચાર શુન્યપણુ હશે?

 2. pragnaju said,

  December 27, 2012 @ 10:41 am

  બેય સરે
  ક્ષિતિજના ક્ષુધાતુર અંતરપટે.
  અ દભૂ ત
  વિચારવમળો થાય
  પૂછે પાલનહાર અંતરપટે,
  તારે કેટલું ખાવું?
  મારા વ્હાલા , શાસ્ત્રોને ના સમજું.
  અન્નપૂર્ણાની મળે મીઠી પ્રસાદી …

 3. Maheshchandra Naik said,

  December 27, 2012 @ 1:48 pm

  જીવનને મુલવવાની અનોખી રીત્……..શ્રી વાડીલાલ ડગલીને સલામ…………..

 4. પંચમ શુક્લ said,

  December 29, 2012 @ 5:21 am

  વાહ, સરસ કાવ્ય.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment