આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.
વિવેક મનહર ટેલર

ઝાકળબુંદ : _૧૨ : કેક – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’ ‍

જન્મદિવસ પર
કેક કાપતાં-કાપતાં
જિંદગીનું એક વર્ષ કપાય છે.
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.
કેકની મીઠાશ માણ્યા પછી
જિંદગીની કડવાશ ઉભરાય છે.
આમ જ જિંદગી પૂરી થાય છે.

-હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

હિરલ ઠાકરનું આ લઘુકાવ્ય મને વાંચતાની સાથે ગમી ગયું. વધતી ઉંમર અથવા વૃદ્ધાવસ્થા વિશે બધા જ વાત કરે છે પણ અહીં મીણબત્તીની સંખ્યાના વધતા જવાની સાથે શ્વાસના ઘટતા જવાની વાત જે રીતે કવયિત્રીએ કરી છે એ કદાચ સાવ નવી જ અને તરત જ મનને સ્પર્શી જાય એવી છે. વાક્યે-વાક્યે વિરોધાભાસ સર્જીને નાનકડી જગ્યામાં મોટી વાત કરવામાં કવયિત્રી સફળ રહ્યાં છે અને એજ તો ખરી કવિતા છે…ખરું ને?

10 Comments »

 1. ચૈતન્ય એ. શાહ said,

  October 12, 2007 @ 8:11 am

  ખુબ જ સરસ……જન્મદિવસ ની વાસ્તવિકતા

 2. Shah Pravinchandra Kasturchand said,

  October 12, 2007 @ 9:01 am

  જનાબ શયદા સાહેબે આજ વાત કહી છેઃ
  જિંદગીના ભેદ તારી બંધ મુટ્ઠીમાં હતા;
  તું શાનથી આવ્યો હતો ને હાથ ખાલી જાય છે.
  વર્ષગાંઠો જિંદગીના દોરને ટૂંકી કરે;
  તો વર્ષગાંઠે,બેસમજ,શું જોઈને મલકાય છે?

 3. pragnajuvyas said,

  October 12, 2007 @ 10:16 am

  હિરલ નામ વાચી લાગ્યું કે ૧૩૯-કોમેન્ટસનો રેકોર્ડ બ્રેક કરનાર, તેમાં તો ડો વિવેકે તો બધી કોરોનરી આર્ટરી બંધ થઈ જાય તેમ કોમેન્ટસ કરેલી તે કવયિત્રી છે કે કેમ?
  …પણ આ તો આણંદની ઠાકર હિરલ જેનાં ‘ફીંગર પ્રીન્ટ’ અને ‘તારી સાથે’ મારી સ્મૃતિમાં અકબંધ છે.મારા ૬૯માં જન્મ દિવસે કેક-લઈને આવી. નરી વાસ્તવીકતાનું ભાન કરાવ્યું! ‍
  જો કે કુટુંબીજનોનો સુર તો..”રંગ નીખરે હૈ, જ્યું જ્યું બીખરે હૈ” એવો હતો!
  – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’ ‍ને ધન્યવાદ
  ( કવયિત્રી શબ્દ આ પહેલાના સ્ત્રી કવિ માટે નથી વપરાયો.
  કવિતાએ તો પોતાનું નામ જ કવિ રાખ્યું! )

 4. Pinki said,

  October 12, 2007 @ 2:42 pm

  નરી વાસ્તવિકતા તદ્.ન સરળ શબ્દોમાં,

  તરત જ સ્વીકાર્ય એવી રચના……

  દિલના કોઈક ખૂણે અડ્ડો જમાવી દઈ

  વારંવાર ભાન કરાવે છે

  આ વાસ્તવિકતાનું……….. ! !

 5. shaileshpandyaBHINASH said,

  October 14, 2007 @ 4:19 am

  Dear very nice……………………

 6. સુનીલ શાહ said,

  October 15, 2007 @ 12:36 am

  સરસ, સરળ, સત્ય.

 7. કુણાલ said,

  October 15, 2007 @ 4:35 am

  સુંદર શબ્દો …

 8. Hiral Dave said,

  October 29, 2007 @ 5:14 am

  Very Nice. Very true. I Live in Australia. I’ve been looking for a website where I can come and read nice & rich gujarati litrature. A BIG thankyou to Everyone who made this website & contributed. Living far away from home it is so nice to be able to re-connect to the real gujarati poems. Thank you…

 9. GAURANG THAKER said,

  February 1, 2008 @ 12:11 am

  Nice poetry Hiral Keep it up.Congrats.

 10. kanchankumari parmar said,

  October 26, 2009 @ 1:34 am

  ખબર નથિ પડતિ કે જિદગિ નિ આ લાલ્સા શાને લ્ંબાતિ? આમ તો ઘણુએ જિવિ લિધુ ;માણિ લિધુ પણ હશે કંઇક વધુ જોવાનુ માણવા નુ તેથિ જિદગિ ઓર લ્ંબાતિ……….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment