ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
ભાવિન ગોપાણી

તારી શેરી – હર્ષદ ચંદારાણા

જાતરા હોય છે તારી શેરી જવું,
અન્યથા ચાલવું માત્ર છે થાકવું.

તારી શેરી જતાં કોઈ પણ ભાર નહિ,
જેમ અવકાશમાં હોય છે ચાલવું.

તારી શેરી ભણી તીવ્ર ખેંચાણ છે,
લોહ-ચુંબક સુધી લોહ માફક જવું.

તારી શેરી જ છે કેન્દ્ર બ્રહ્માંડનું,
સૂર્યના તેજનું સાવ ઝાંખું થવું.

એક ઘનરૂપ હું તારી શેરી સુધી,
તે પછી બાષ્પ થઈ સાવ ઊડી જવું.

-હર્ષદ ચંદારાણા

પ્રિયતમાની શેરીમાં જવાની વાત પણ જુદી-જુદી કેટલી રીતે -ખાસ તો ભૌતિકશાસ્ત્રની પરિભાષામાં- મમળાવી શકાય છે તે જોવા જેવું છે. અગાઉ આજ રીતે એક ગઝલ (અમર પાલનપુરીની) આપણે મકાન વિશે માણી હતી એ પણ અહીં જોવા જેવી છે.

4 Comments »

 1. Bhavna Shukla said,

  September 6, 2007 @ 11:18 am

  મને ડૂબતો સૂરજ બહુ ગમે છે,
  પડછાયો મારો એવો લાંબો થાય,
  અડે તારા ઘર સુધી…….
  જન્મ ને યુગો થયા, મળ્યો એક અંત,
  સફરનો હિસાબ તો મારા ઘર થી,
  મળે તારા ઘર સુધી……..

 2. ધવલ said,

  September 6, 2007 @ 11:25 am

  તારી શેરી જતાં કોઈ પણ ભાર નહિ,
  જેમ અવકાશમાં હોય છે ચાલવું.

  – सरस !

 3. Ramesh Shah said,

  September 7, 2007 @ 12:07 am

  “એક ઘનરૂપ હું તારી શેરી સુધી,
  તે પછી બાષ્પ થઈ સાવ ઊડી જવું.”
  વાહ વાહ…દોબારા.. કહેવાનુ મન થાય એવી સુંદર ક્લ્પના.

 4. atul rao said,

  September 16, 2007 @ 4:18 am

  sreet smart

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment