માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે
રઈશ મનીઆર

મોર સાથે રમતી કન્યા – વિદ્યાપતિ (અનુવાદ: સુરેશ દલાલ)

આવતી કાલે પાછો આવીશ એવું મને કહીને ગયો
મેં મારા ઘરની બારી પર
ફરી ફરીને લખ્યા કર્યું, બસ લખ્યા કર્યું
આવતી કાલે, આવતી કાલે…
આ શબ્દોથી ઢાંકી દીધી જમીન.
જયારે સવાર ઊગી ત્યારે તો
બધા મને બસ પૂછ્યા કરે :
સખી ! કહેને…એટલું તો કહેને
આવતી કાલ તારી આવશે ક્યારે?
કાલની મેં તો છોડી દીધી તમામ આશા
મારો પ્રિયતમ પાછો નહીં આવ્યો તે નહીં આવ્યો.
વિદ્યાપતિ કહે : સાંભળ સુંદરી : કટુવચન આ, ક્રૂર
અન્ય સ્ત્રીઓએ લલચાવીને એને રાખ્યો દૂર.

– વિદ્યાપતિ (ભાષા: મૈથિલી)
(અનુવાદ: સુરેશ દલાલ)

(સૌજન્ય: ક્રિષ્ણા તારા નામનો આધાર)

ગયા અઠવાડિયે ચૌદમી સદીમાં મૈથિલિ ભાષાના કવિ વિદ્યાપતિની એક રચના આપણે માણી. આજે એમની વિરહરસભરી એક રચનાનો આનંદ લઈએ.  “ઇસ જમીં પે લિખ દૂઁ નામ તેરા, આઅસમાઁ પે લિખ દૂઁ નામ તેરા” જેવા ગીતો આજે આપણે સાંભળીએ છીએ પણ છસો વર્ષ પહેલાંનો આ કવિ તારું નામ લખીને આખી જમીન ઢાંકી દીધી જેવી કલ્પના કરે છે એ જાણીએ ત્યારે કેવું લાગે ! કવિતા પોતે પણ આખી આસ્વાદ્ય છે…

 

 

9 Comments »

 1. મીના છેડા said,

  July 27, 2012 @ 3:04 am

  ફરી ફરી વાંચી… છસો વર્ષ પહેલાં લખાયેલ અછાંદસ … ગજબ !

 2. Suresh Shah said,

  July 27, 2012 @ 3:21 am

  વિસ્મય પમાડે – છ્સ્સો વર્ષ પહેલા આવા પ્રતિભાવ!
  કવિતા ને કાળ નથી નડતો – ગઈ કાલ કે આવતી કાલ નો વિચાર નથી ક્રરાતો.
  અનંત કાળ માટે ઝંખના હોય છે.
  આસ્વાદ માટે આભાર.
  સુરેશભાઈને આવું કાંઈક ગોતી અને અનુવાદ કરી પીરસવા બદલ ધન્યવાદ!

  ખરેખર ગમતાનો ગુલાલ કર્યો ….

  – સુરેશ શાહ, સિંગાપોર

 3. pragnaju said,

  July 27, 2012 @ 8:05 am

  ખૂબ સુંદર ગીત
  વિદ્યાપતિ કહે : સાંભળ સુંદરી : કટુવચન આ, ક્રૂર
  અન્ય સ્ત્રીઓએ લલચાવીને એને રાખ્યો દૂર.
  વિરહ વેદનાની અદભૂત અભિવ્યક્તી
  નાનપણમાં વિદ્યાપતિ ફીલ્મ ત્રણ વાર માણેલી.હવે તો યુ ટ્યુબ પર વારંવાર માણી શકાય .!આ ગીત નું દ્રશ્ય ૬૫ વર્ષ પહેલા જોયેલું હજુ ખસતું નથી.જોતા જ દિલમા કસક થાય છે,આંખ ભીની થાય છે
  vidyapati – YouTube
  ► 6:20► 6:20

  http://www.youtube.com/watch?v=lExEdnva9W8Aug 7, 2008 – 6 min – Uploaded by jajga
  most popular vidyapati song from movie “Kakhan Harab dukh Mor”

  મૈથિલીમાં પણ માણશો.આનંદ વિભોર થઇ જવાશે…

 4. M.D.Gandhi, U.S.A. said,

  July 27, 2012 @ 9:01 pm

  સરસ કવિતા છે.

 5. La' KANT said,

  July 27, 2012 @ 9:39 pm

  pragnaju HAS said,
  July 27, 2012 @ 8:05 am
  ” દિલમા કસક થાય છે,આંખ ભીની થાય છે”
  સુયોગ્ય છે, અંગત વ્યક્તિગત વાત છે!-
  -લા’કાન્ત / ૨૮-૭-૧૨

 6. Dhruti Modi said,

  July 27, 2012 @ 9:44 pm

  સનાતન કવિતા. સનાતન પ્રેમ.

 7. kishoremodi said,

  July 28, 2012 @ 10:28 am

  માણવા જેવી અનન્ય કવિતા

 8. ધવલ said,

  July 28, 2012 @ 1:47 pm

  સરસ !

 9. Maheshchandra Naik said,

  August 3, 2012 @ 4:41 pm

  શ્રી સુરેશ્ભાઈની રજુઆત એટલૅ અત્યત ભાવવાહી , ખુબ ગમી,
  મૈથીલી ભાષાની કવિતા અમારા સુધી લઈ આવવા બદલ આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment