(મારો તમામ સંકોચ) – વિદ્યાપતિ (અનુ. વિવેક મનહર ટેલર)
ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.
સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !
– વિદ્યાપતિ
(અનુ. વિવેક મનહર ટેલર)
બિહારના મધુબની જિલ્લાના બિષ્પી ગામમાં ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલા મૈથિલિના કોકિલ તરીકે જાણીતા વિદ્યાપતિની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે…
આ કવિતા વાંચો… સાતસો-આઠસો વર્ષ પહેલાંના કોઈ કવિએ લખી હોય એવું સહેજે લાગે છે?!
મીના છેડા said,
July 20, 2012 @ 2:35 AM
એક એવું કાવ્ય જે સમયકાળથી પર છે…. એક એવી લાગણીઓની ભાષા જે હરહંમેશ પોતાના અસ્તિત્વ સાથે હાજર જ હોય છે….
સુંદર અનુવાદ… વર્ષો પહેલાં લખાયેલ આ કાવ્ય હવે ફરી આ અનુવાદ દ્વારા આગળ જીવા દોરી લંબાવશે…
Rina said,
July 20, 2012 @ 3:08 AM
Beautiful, awesome…. Certainly beyond the border of time……
sneha said,
July 20, 2012 @ 3:15 AM
અદ્બભુત can u pl provide the origenal one?
Lata Hirani said,
July 20, 2012 @ 10:18 AM
સુન્દર અનુવાદ્..
આવુ કાવ્ય કોઇ આજના કવિએ લખ્યુ હોય તો ?
P Shah said,
July 20, 2012 @ 10:54 AM
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે…..
સુંદર !
pragnaju said,
July 20, 2012 @ 11:11 AM
સુંદર કાવ્યનો મધુરો અનુવાદ અને વિવેકનો વિવેકપૂર્ણ આસ્વાદ ..
શૃગાર રસની રચનાઓ માણતી વખતે થોડું સમજવા પ્રયત્ન કરીએ.
આપણે જાણીએ છીએ કે વિભાવ, અનુભાવ અને સંચારીભાવના સંયોગથી રસની અનુભૂતિ થાય..આલંબન અને ઉદ્દિપન રતિ રસના નાયક અને નાયિકા.
આની અનુભૂતિમા વ્યવધાન રસદોષ.સ્વેદ રોમાંચ વિ વર્ણનના અભાવમા કષ્ટ પ્રતીતિ દોષ હોય.
કેટલાકમા નાયિકાના ભાવ સ્વાભાવિક છે કે પ્રેમગત તે સમજાતું નથી..કેટલાક વર્ણનમા આ કાળ ફરી ન આવે તેવું આવે ત્યારે શાંત રસ ઉત્પન્ન થાય!
પ્રતિકૂળ વિભાવ થાય.જે તત્કાલીન કવિમા આ રીતે રહ્યો
करो प्रेम मधुपान शीघ्र ही यथासमय कर यत्न विधान।
यौवन के सुरसाल योग में कालरोग है अति बलवान।
ત્યારે આ
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.
આમા શૃંગારરસ ક્ષતિ નથી
અને આ પંક્તીઓ
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી ! ઇશકે મિજાજી માથી ઇશ્કે ઇલાહી. .
જેમ કે
‘શર્મા ગયે, લજજા ગયે, દામન છુડા ગયે,
એ ઇશ્કે મહેરબાં, વો યહાં તક તો આ ગયે’
જ્યારે ઇશ્કે ઇલાહીના કેન્દ્રમાં માત્ર ને માત્ર ખુદાનો પ્રેમ- બ્રહ્નવાદનું હુસ્ન અને તેની ખૂબસૂરતી જોવા મળે છે. તેમાં હવસની બૂ નથી હોતી. તેમાં વ્યક્ત થતો ઇશ્ક બિલકુલ પાક અને ઇબાદતની પરાકાષ્ટાને ધારદાર રીતે વ્યક્ત કરતો હોય છે.
અને આને લીધે વિદ્યાપતિના કાવ્યો વખણાય…
Dhruti Modi said,
July 20, 2012 @ 4:47 PM
આઠસો વર્ષ પહેલાનું પણ નિત્ય સનાતન કાવ્ય ખૂબ ગમ્યું અને એનો સ-રસ અનુવાદ પણ એટલો જ પસંદ પડ્યો.મુ. પ્રજ્ઞાબેને આપેલો આસ્વાદ પણ અતિઉત્તમ છે.
લયસ્તરો » મોર સાથે રમતી કન્યા – વિદ્યાપતિ (અનુવાદ: સુરેશ દલાલ) said,
July 27, 2012 @ 2:33 AM
[…] મૈથિલિ ભાષાના કવિ વિદ્યાપતિની એક રચના આપણે માણી. આજે એમની વિરહરસભરી એક […]
Nivarozin Rajkumar said,
September 2, 2012 @ 11:33 AM
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !
વાહ્
વિવેક said,
May 22, 2013 @ 8:46 AM
All my inhibition left me in a flash,
When he robbed me of my clothes,
But his body became my new dress.
Like a bee hovering on a lotus leaf
He was there in my night, on me!
True, the god of love never hesitates!
He is free and determined like a bird
Winging toward the clouds it loves.
Yet I remember the mad tricks he played,
My heart restlessly burning with desire
Was yet filled with fear!