મરણરૂપે જ મૂકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું
ભરત વિંઝુડા

ઉંદરડા – વિવેક કાણે ‘સહજ’


(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)

દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા,
બધાય દોડે છે અહીં, તું ય દોડ ઉંદરડા.

ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.

કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે
શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા.

આ એક-બે કે હજારોની વાત છે જ નહીં
બધા મળીને છે છસ્સો કરોડ ઉંદરડા.

થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.

-વિવેક કાણે ‘સહજ’

ગયા અઠવાડિયે એમની કઠપૂતળીની ગઝલ વાંચી. એ જ વિષયને સંલગ્ન આજે આ ગઝલ. ઉંદરડાને પ્રતીક બનાવી કવિ ભલે દિશા, લક્ષ્ય કે ઉદ્દેશ છોડવાની સલાહ આપતા હોય, ગઝલ વાંચતા જ અનુભવાય છે કે કવિ આ ત્રણેય આયામ સફળતાથી પામ્યા છે. વિવેક કાણેને ઈ.સ.૨૦૦૦નો “શયદા” પુરસ્કાર પણ મળ્યો હતો. કવિતા ઉપરાંત પ્રકૃતિનો ખોળો ખૂંદવું એ એમના લોહીમાં વણાયેલું છે. (અમારા બંનેના નામ અને કંઈક અંશે શોખ તો એકસમાન છે જ… વિશેષ આશ્ચર્યમાં એ કે એમની (૧૬-૦૩-૧૯૬૭) અને મારી (૧૬-૦૩-૧૯૭૧) જન્મતારીખ પણ એક જ છે.)

8 Comments »

 1. ધવલ said,

  August 11, 2007 @ 9:55 am

  થકાન, હાંફ, ને સપનાં વગરની સૂની નજર
  તમામ દોડનો બસ આ નિચોડ ઉંદરડા.

  – સરસ !

 2. પંચમ શુક્લ said,

  August 11, 2007 @ 12:44 pm

  બીજી ગઝલ પણ એકદમ નવા રદીફમાં! મૂળ ભાવનો તંતુ સરસ સચવાય છે.
  સમાન જન્મતારીખ, સમનામ, અને સમરુચિની માહિતી બદલ આભાર. બન્ને વિવેકભાઇઓ, આનું છંદવિધાન શું છે?

 3. વિવેક said,

  August 12, 2007 @ 4:17 am

  આ ગઝલનું છંદ-વિધાન આ પ્રમાણે છે:

  લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગા(લલગા)

  વિવેક કાણેની ગયા શનિવારે રજૂ થયેલી \”કઠપૂતળી\” ગઝલ પણ આ જ છંદમાં હતી.

  મારી થોડી ગઝલો-

  http://vmtailor.com/archives/169
  http://vmtailor.com/archives/102
  http://vmtailor.com/archives/92

  – પણ એજ છંદમાં છે. હિંદી ફિલ્મના ગીતોના ઉદાહરણ આપું તો-

  कभी कभी मेरे दिलमें खयाल आता है
  जुबाँ पे दर्द भरी दास्ताँ चली आई
  हमें तो लूट लिया मिल के हुस्नवालों ने…

  -વિવેક ટેલર

 4. પંચમ શુક્લ said,

  August 12, 2007 @ 9:24 am

  આભાર વિવેકભાઇ
  ઉદાહરણો પણ સરસ શોધ્યાં છે. મજા પડી.

 5. ઊર્મિ said,

  August 13, 2007 @ 4:05 pm

  સુંદર ઉંદર… i mean… સુંદર ગઝલ! 🙂

  એક ને અભિનંદન, બીજાનો આભાર.. અને બંન્નેને સલામ!!
  (આ ‘વિવેક’ નામ જાદુઈ છે કે પછી જ.તા. જાદુઈ છે??)

  આ છંદની માહિતી સાથે તમે ઉ. આપ્યા એ સારું કર્યુ… થોડો મહાવરો કરવા મળશે.

 6. Hiral Thaker - 'Vasantiful' said,

  August 17, 2007 @ 9:08 am

  Excellent…! 🙂

 7. ઉંદર…મૂષક… « સહિયારું સર્જન - પદ્ય said,

  September 14, 2007 @ 4:22 pm

  […] આખી ગઝલ અહીં લયસ્તરો પર વાંચો… […]

 8. pravina Avinash said,

  September 20, 2007 @ 10:17 am

  રાજસ્થાનની સહેલ માણવા ગઈ હતી
  ત્યાં દીઠા મંદીરમા ફરતા ઉંદરડા

  જરાય તેમને ભય નહી ને
  ફરતાં મદિરમાં બીનદાસ ઉંદરડા

  સઘળાં એક સમાન પણ
  દીઠા બે સફેદ ઉંદરડા

  નામ હ્તું મંદિરનું મૂષક મંદિર
  વાત નથી આ બનેવેલ માણો ઉંદરડા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment