મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !
ચિનુ મોદી ‘ઈર્શાદ’

કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ

લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…

ન તારી ન મારી નથી કોઈની પણ,                  ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.               દશા સાવ સારી, નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,                              બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ.                             અને એ ધુતારી, નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,                           અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ.                           અમારે ઉધારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,                         કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ.                     અહીં એ ખુમારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,                            અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.                        પ્રભુએ વધારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’                                    – દિવ્યા રાજેશ મોદી

આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?

ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (http://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી.  દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ.  અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.

60 Comments »

 1. Makarand Musale said,

  June 2, 2012 @ 4:32 am

  ગઝલકારો જાતે જ આનો ખુલાસો આપે એ અપેક્ષિત છે. આ બાબત જાહેર કરી ને કવિ વિવેક ટેલરે નિષ્પક્ષ વિવેક દાખવ્યોછે. એમને અભિનન્દન…

 2. પ્રવીણ શાહ said,

  June 2, 2012 @ 4:45 am

  આવું કઈ રીતે થઇ શકે ? જેની ગઝલ પ્રથમ પ્રકાશિત થઇ હોય તેમાંથી નકલ કરાઈ હોય…..
  છતાં પણ કવિઓ સ્પષ્ટતા કરે ત્યારે જ સાચી ખબર પડે …..

 3. રાકેશ ઠક્કર, વાપી said,

  June 2, 2012 @ 6:05 am

  શ્રી વિવેકભાઇએ દૂધ ને પાણી અલગ કરી આપ્યા છે. એમને અભિનન્દન…

 4. PUSHPAKANT TALATI said,

  June 2, 2012 @ 6:39 am

  Shri Vivekbhai has rightly and judicially presented the FACT before the visiters of Layastaro.
  Now it is duty of the RACHANAKAR / GAZAL-KAR to through LIGHT on the situation. Perticularly for that KAVI whose KRYTI is published SUBSEQUENTLY or LATER.
  It is quite possible and a co-incident that both have the similar thoughts and similar WORDS.
  BUT IT SHALL BE MORE PROPER IF THE KAVI THEM-SELVES COME FORWARD AND PIERCE THE VEIL OR LIFT THE CURTAIN/PARDA FROM THE THINGS SO THAT VAGUE AND MISUNDERSTANDING MAY BE REMOVED.
  First hand information can only be made available by the RACHANAKAR only.
  Pushpakant Talati.

 5. Vineshchandra Chhotai said,

  June 2, 2012 @ 7:33 am

  બહુ જ વિચિત્ર વાત ……………રાજ્કારન …….ને ……….તક્ક્કર મારિ પાર કરિ જાય તેવિ આ વાત ………………………………………..

 6. PARESH BAROT said,

  June 2, 2012 @ 7:45 am

  બહુ મહત્વ આપવા ને બદલે કવિ મિત્રો જ ચોખવટ કરે તે વધુ સારુ……..કોમન વાચક ને બહુ ફરક નથેી પડ્તો…….

 7. Milind Gadhavi said,

  June 2, 2012 @ 7:47 am

  Mane nathi laagtu ke aama koi spashtata ne avkaash che.. Nari vaastvikta ae j che ke aavu saiyogvash na bane, aaj sudhi nathi banyu.. Vichar saamy k bhaav saamy aave pan ‘sher saamy’? Ane ae pan babbe? Hadd thay gay.. Jo aa swikari shakaay to kaale aapde sau potana naame ‘ghalib’ na sher mukine aene ‘co incident’ aevu naam aapi shakiye ane potane mahaan kavi saabit kari shakiye..

  This is utterly ridiculous.. Sakhat ninda ne paatr aevu aa kruty che.. Vali kavyitri (??) e Dr. Niraj Mehta ne aapela aalfel javabo pachi have aemni pase thi koi vadhu ataarkik javabna khokhla prayatn ne avkaarvani jarur rehti nathi..

  Ahin pan Eliot ne yaad karu –
  IMMATURE POETS IMITATE, MATURE POETS STEAL !!

  Kavi no sanskrut ma ek arth ‘rushi’ pan che.. Jo aam j chaaltu rahyu to ‘taskar’ pan karvo padshe..

 8. pragnaju said,

  June 2, 2012 @ 8:28 am

  આવા તો અસંખ્ય દાખલાઓ છે તેમા સામાન્ય અભિગમ બે કવિઓને એક સરખા વિચારો એક સરખા શબ્દોમા વ્યક્ત કરે એ શક્ય છે.મૉટા ગજાના નો દાખલો નીરવ રવે પર આપ્યો હતો
  જુદા જુદા સ્થળે અને સમયે કવિ કાન્ત અને મીસીસ બ્રાઉનીંગ
  જેવા સમર્થ કવિઓને એક સરખો આંતરનાદ થાય છે.

  સખે! મારી સાથે પ્રણય કરવો, તો પ્રણયના
  વિના બીજા માટે નહિં જ નહિં આવું મન કહી:
  “સ્મિતો માટે ચાહું, દગ મધુર માટે, વિનયથી
  ભરી વાણી માટે અગર દિલના એક સરખા
  તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું !”
  બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય, અથવા
  તને લાગે તેવી; અભિસુખ અને તું પ્રથમથી
  થયો, તે રીતે વિમુખ પણ રે! થાય વખતે!
  અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
  દયા તારી, તેથી પણ નહિં, સખે! સ્નેહ કરતો:
  રહે કાંકે તારી નિકટ, ચિર આશ્વાસન લહે,
  ખુવે તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વિસરતાં!
  કાન્ત

  If thou must love me, let it be for nought
  Except for love’s sake only. Do not say
  “I love her for her smile… her look… her way
  Of speaking gently… for a trick of thought
  That falls in well with mine, and certes, brought
  A sense of pleasant ease on such a day”—
  For these things in themselves, Beloved, may
  Be changed, or change for thee-and love so wrought,
  May be unwrought so. Neither love me for
  Thine own dear pity’s wiping my cheeks dry—
  Since one might well forget to weep who bore
  Thy comfort long, and lose thy love thereby.
  But love me for love’s sake, that evermore
  Thou may’st love on thorough love’s eternity.
  મીસીસ બ્રાઉનિંગ !
  મારા પ્રતિભાવોમાં ઘણીવાર આવી સમાંતર રચનાઓ જણાવવામા આવી છે.
  કદાચ મારા માનસ રોગ હતાશા+ઓબસેસિવ કંપલઝનને કારણે હશે? મને બુધ્ધિ,ચિત કે અહંકારની ભૂમિકા વગર સીધા મનની ભૂમિકાએ અભિવ્યક્ત કરવાનું સારવારમા કહેવામા આવ્યું છે..શરુઆતમાં તો અમારા જ વિવેક સાથે હિરલ જેવીની ત્રણ ચારની રચનાઓ બાબત મતભેદ(મનભેદ નહીં જ) થયો હતો.પછી વિવેકની પ્રતિભા મોટા ગજાના કવિની થતા આજના જેવી સુંદર અભિવ્યક્તી આવી.!
  મારા મનમાં ગુંજન થાય છે
  કચેરી માંહીં કાજીનો , નથી હિસાબ કોડીનો .
  જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે !
  કવિ રાજા થયો શી છે ,પછી પીડા તને કાંઇ ?
  નિજાનંદે હંમેશાં ‘બાલ‘ મસ્તીમાં મઝા લેજે !

 9. PUSHPAKANT TALATI said,

  June 2, 2012 @ 8:57 am

  Shri Milind Gadhavi as well as Ms. Pragnaju both have expressed thei individual opinions. Even others have also expressed their own. It is quite possible that some others may also writ some good & abserd too.
  in such situation it is advisable that the persons involved in this act can may come forward to explain as to – “How this has happened ?” otherwise all other will give their own perception. – just on the pronciple of – ‘” LAGYU TEVU LAKHYU”‘-

 10. વિવેક said,

  June 2, 2012 @ 9:33 am

  આપણી પાસે એક પણ વિચાર મૌલિક હોતો નથી કેમકે આપણે જે ભાષા, મૂળાક્ષર શીખીએ છીએ એ બધું જ ઉધાર હોય છે… મારા પોતાના બે શેર મને અત્યારે ધ્યાનમાં આવે છે:

  पलट के देखा तो कुछ भी न था हवा के सिवा
  जो मेरे साथ थे जाने किधर गए चुपचाप

  ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
  હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?

  અને

  दुनिया ने तुजुर्बात-ओ-हवादिस की शक्ल में,
  जो कुछ मुझे दिया है वो लौटा रहा हूं

  મીઠાશ ક્યાંથી શબ્દમાં આવે પછી, કહો!
  દુનિયાએ ઠાંસી દિલમાં જો કડવાશ હોય તો

 11. વિવેક said,

  June 2, 2012 @ 9:35 am

  @ પ્રજ્ઞાજુ:

  મિસિસ બ્રાઉનિંગ અને કવિ કાન્તની રચનાઓ સીધો અનુવાદ જ છે…

 12. ડેનિશ said,

  June 2, 2012 @ 10:13 am

  વિચાર એકસરખો હોઈ શકે , પ્રયોજેલ કલ્પન કે દૃષ્ટાંતમાં સામ્ય હોઈ શકે ,પરંતુ છંદપ્રયોજનમાં , શબ્દચયનમાં કે અંદાઝે-બયાંમાં ભિન્નતા હોય જ. આટલું બધું શબ્દ-સામ્ય તો ન જ હોય. અહીં પ્રગ્નાજુબેને કાન્ત અને મિસિસ બ્રાઉનિંગની વાત કરી છે તે કાન્તે મિસિસ બ્રાઉનિંગની કવિતાનો કરેલ અત્યંત પ્રચલિત ‘અનુવાદ’ છે, ‘એકસરખો આંતરનાદ’ નહીં. કાન્તે મિસિસ બ્રાઉનિંગનાં બીજાં બે કાવ્યોનો તેમજ અન્ય સ્વીડનબોર્ગીય પ્રાર્થનાઓનો અનુવાદ કર્યો છે .

  અંતે એટલું કહી શકાય કે બંનેમાંથી એક વ્યક્તિ તો એવી હશે ને કે જેને પોતાની રચના મૌલિક છે તે વિશે પૂર્ણ વિશ્વાસ હોય?! એ યોગ્ય ખુલાસો આપે તે ઇચ્છનીય છે.

 13. kishoremodi said,

  June 2, 2012 @ 10:19 am

  બે કવિની ગઝલમાં કોઇવાર એકસરખા ભાવ-વિભાવનાવાળા શે’ર જોવા મળે છે તેને ગઝલમાં શે’ર ટકરાયા એવું કહેવાય છે.પણ ક્યાંય શબ્દશ; એકસરખા શે’ર જોવા મળતા નથી….જ્યારે ઉપરોક્ત બન્ને ગઝલોમાં બે શે’ર શબ્દશઃ સરખા છે તે શંકાસ્પદ સ્થિતિ ગણાય.

 14. sneha patel - akshitarak said,

  June 2, 2012 @ 11:47 am

  આ વાત એ કવિ અને કવિયત્રી સુધી પહોંચે તો જ એનો ખુલાસો મળે..બાકી દૂધનું પાણી કે પાણીનું દૂધ ચાલતું આવ્યું છે ને ચાલ્યા જ કરશે..

 15. Maheshchandra Naik said,

  June 2, 2012 @ 12:15 pm

  કવિતાનો આનદ લઈ શકીએ તો પણ બસ છે કારણ કે આવુ તો ચાલ્યા જ કરવાનુ…….

 16. rajendrasinh jadeja said,

  June 2, 2012 @ 1:25 pm

  કાવ્ય જગત માં આ બાબત બહુ શરમજનક કહી શકાય એવી છે.
  આ જગત તો નિખાલસતા નું જગત છે. અહી તો અંદર ના ભાવો ને શબ્દો માં ઢાળવાના હોય છે. નહિ કે કોઈના શબ્દો ને . ૨૦૦૯ માં આવેલી રચના ના શબ્દો ની ઉઠાંતરી કરીને તેને ૨૦૧૨માં પ્રકાશિત કરવા આ તે ક્યાંની રસમ ને ક્યાંનો રીવાજ છે ?
  જેના માટે શબ્દો જ કન્કુ ને ચોખા હોય તે આવું કદી કરે નહી.
  છતાંય આ વાત નો દુનિયા સમક્ષ યોગ્ય ખુલાસો થાય તે જ કલા જગત માટે ઉચિત ગણાશે.
  સત્ય ની પ્રતીક્ષા માં ……………………..!!!!!

 17. Sudhir Patel said,

  June 2, 2012 @ 8:10 pm

  વિવેકભાઈએ અહીં આ વિવાદાસ્પદ ગઝલ મૂકીને યોગ્ય કામ કર્યું છે.
  કવિ મિલિન્દ ગઢવી (ગ્.મિ.) ના અહીં અને ‘આસ્વાદ-ગુર્જર કાવ્ય-ધારા’ પર આપેલા પ્રતિભાવ સાથે સંમત થવું જ રહ્યું.

  સુધીર પટેલ.

 18. વિવેક said,

  June 3, 2012 @ 1:45 am

  બંને કવિઓને આ પોસ્ટ બાબત SMS કરી દેવામાં આવ્યા છે એટલે બંને કવિઓ આ બાબતથી સુપેરે માહિતગાર છે જ… મનોજભાઈનો મેસેજ મળ્યો છે કે એમને ત્યાં ઇન્ટરનેટ હાલ કાર્યરત નથી.

 19. ગૌરાંગ ઠાકર said,

  June 3, 2012 @ 4:39 am

  આ ગઝલનાં બેઉ સ્રર્જકોએ આ બાબતનો અહીં ખુલાસો કરવો જોઇએ….

 20. અશોક જાની 'આનંદ' said,

  June 3, 2012 @ 6:58 am

  કવિ ડો. મનોજ જોશી’મન’ની રચના ધબકમાં ૨૦૦૯માં પ્રકાશિત થઇ છે જ્યારે કવિયત્રિ દિવ્યા મોદીની રચના ગઝલ વિશ્વમાં ૨૦૧૧માં પ્રકાશિત થઇ છે આ તથ્ય જ એ સાબિત કરે છે કે કોણે ક્યાંથી બે શે’રની ઉઠાંતરી કરી છે. હવે આ થઇ ગયેલી ભૂલનો ખેલદિલી પૂર્વક સ્વિકાર કરવો કે ના કરવો એ દિવ્યાબેન પર છોડી દઈએ.
  ડો. મનોજ જોશી સાથે ૩૦મી મેના રોજ ટેલિફોનથી થયેલી વાત બાદ આ લખવું જરૂરી લાગ્યું….

 21. Atul Jani (Agantuk) said,

  June 3, 2012 @ 11:08 am

  વિવાદમાં તો ખાસ રસ ન પડ્યો
  આ શેર ઘણો ગમ્યો

  બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
  અને એ ઘુતારી, નથી કોઈની પણ.

  ડો. મનોજ જોષી ને અભિનંદન. દિવ્યાબહેન હવેથી ધ્યાન રાખજો અને આખે આખા શેર કોપી કરવાને બદલે ત્રુટક ત્રુટક શબ્દો ચોરવાનું રાખજો.

 22. dr>jagdip said,

  June 3, 2012 @ 3:23 pm

  અલ્યા ખોલ મુઠ્ઠી, થયો ખેલ પુરો
  નથી હસ્ત રેખા અદ્દલ કોઈની પણ….!!!!

 23. Darshana Bhatt said,

  June 3, 2012 @ 7:01 pm

  It’s not fair.but we all know in field of Sahitya,Sangit and Kala this goes on.
  What you did is praiseworthy.

 24. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) said,

  June 5, 2012 @ 3:07 pm

  સૌ પ્રથમ તો સત્યને ઉજાગર કરી વાંચકો/સાહિત્યપ્રેમીઓ સામે મુકવા બદલ ‘લયસ્તરો’ ના સંપાદક મંડળને સલામ…આ પોસ્ટ અને તેના ઉપર લખાયેલા પ્રતિભાવો/ટીપ્પણીઓ માથી સત્ય સ્વયમ વિદિત થાય છે….. “હાથ કંગન કો આરસી ક્યા ?”….ઉક્ત બન્ને શેરોનો મુળ કર્તા હું હોવાના નાતે મારા ભાગે-મારા તરફથી કોઈ સ્પષ્ટતા કરવાની રહેતી નથી…..મિત્રો, કલાનો સીધ્ધો સંબંધ ‘પરમ-તત્વ’ સાથે દર્શાવાયેલો છે એટલે કલાના કોઇપણ પ્રકારમાં છેતરપીંડી એ સ્વયમ્ ભગવાન સાથે છેતરપીંડી છે…
  “મને કોઇપણ વ્યક્તિ સામે કઇંપણ વાંધો નથી માત્ર આ પ્રકારની વૃત્તિ માટે દુખ છે.”

 25. મીના છેડા said,

  June 6, 2012 @ 3:10 am

  ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
  કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…

  – દિવ્યા મોદી

  ખુલાસા ને પુરાવાથી આગળ ત્યારે જ વધી શકાય જ્યારે મનખામાં સત્ય ઉજવી શકીએ….

  અફસોસ!

 26. sunilbhimani said,

  June 6, 2012 @ 9:01 am

  kharekhar avi babat jani ne dukh thay che. vivekbhai no abhaar je potanu nathi tene potanu ganvu e pap che. sabdo chorvathi nahi parantu chintan thi male che. manojbhai we all r with u

 27. Deval said,

  June 6, 2012 @ 10:57 am

  pan shu kaam!?!! evi shu jarur chhe?!! aa sachu chhe?!! aa ucheet chhe?!! bus mane to aatla j prashno thaya….mane nathi lagtu ke kavi shree Manoj Joshi ae koi khulaso devano chhe…raah sama paksh ni jovai rahi chhe 🙂

 28. Fashion said,

  June 6, 2012 @ 10:59 am

  મીનાબેન છેડાએ દિવ્યાબેનનો જે શેર રજૂ કર્યો એ જ ઘણું બધું કહી જાય છે… મનોજભાઈએ પોતાની કેફિયત રજૂ કરી એ બદલ એમનો આભાર. દિવ્યાબેન કેફિયત રજૂ કરવા આવે એ શક્ય નથી.

  દિવ્યાબેનની ગઝલ છાપનાર “ગઝલવિશ્વ”ના તંત્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને મનોજભાઈની ગઝલ “ધબક”માં 2009માં છાપનાર અને દિવ્યાબેનની આ ગઝલનો “ગુજરાત સમાચાર”માં 2012માં આસ્વાદ કરાવનાર શ્રી રશીદ મીરે પણ આવી હિંમત દાખવીને આ બાબતમાં ખુલાસો કરવો જોઈએ. કમનસીબે ગુજરાતી સાહિત્ય જગતમાં સંપાદકો તો છે પણ છાતી વગરના…

 29. jigar joshi prem said,

  June 6, 2012 @ 12:31 pm

  બેઉ સર્જક પ્રત્યે અપાર લાગણી – માન છે જ બેશક. પરંતુ આવી વૃત્તિ સાહિત્યમાં દિવસે દિવસે વધતી જાય છે. ક્યાંક કશીક વિચાર સામ્યતા હોય, અભિવ્યક્તિ સામ્યતા હોય એ સાહજિક છે, સ્વિકારી પણ શકાય એવી બાબત છે. પરંતુ સહેજે’ય સંકોચ કે ખચકાટ વિના આખે આખા શે’રની ઉઠાંતરી કરી લેવી એ તો રીત્સર હદ્દ જ થૈ ગૈ… મા સરસ્વતિ પાસે એવું વરદાન માઁગવાના દિવસો આવ્યા છે કે સર્જકત્વ સાથે સાથે સદબુધ્ધિ પણ અર્પો ! હે દેવી !
  લયસ્તરોની પૂરી ટીમ જે રીતે અંગત રુચિ – રસ લઈને ગુજરાતી સાહિત્યની સંભાળ લેતી આવી છે તેના પર માન હતું જ પણ ઉલ્ટાનું થોડું વધ્યું છે. પૂરી ટીમને અભિનંદન કે આવી નિમ્નકક્ષાની પ્રવૃત્તિને પ્રકાશમાં લાવી અને વાસ્તવિક્તા સાથે નજદિકથી મળવાની તક હાથ વગી કરી આપી.

 30. વિનય પાઠક said,

  June 7, 2012 @ 7:42 am

  તો રીતસરની ઊઠાંટરી જ ચે. આવું કેમ ચાલે?

  રાજેશ વ્યાસ અને રશીદ મીરે પણ આ બાબતમાં કેફિયત આપવાની હિંમત બતાવવી જ જોઈએ…

  દિવ્યાબેન ! હાજિર હો…

 31. અશોક જાની 'આનંદ' said,

  June 8, 2012 @ 2:15 am

  ભાઇ શ્રી વિનય પાઠક કેફિયત આપવાનુ જણાવ્યું છે અને ‘ફેશન’ નામે પ્રતિભાવ આપનાર ની માંગણી રાજેશ વ્યાસ અને રશીદ મીરે ખુલાસો કરવો જોઇએ એમ જણાવી સંપાદકોને “છાતી વગરના…” પણ કહ્યા છે તે સંદર્ભે જણાવવાનું કે જરૂરી નથી કે આ બ્લોગ પર થતી ચર્ચા તે બંને વાંચતા હોય, રાજેશ વ્યાસની તો ખબર નહીં પણ રશીદ ‘મીર’ વિષે તેમની અંગત ઓળખાણ ને કારણે હુ કહી શકું કે તેઓ ઇન્ટરનેટ નો ઉપયોગ નથી કરતા, તો આ બ્લોગ અને તેની ચર્ચા તેમની નજરે ન જ પડે અને ખુલાસો પણ ન જ આપે તેથી તે “છાતી વગરના…” ના થઇ જાય…

  કોમેન્ટ લખતી વખતે સામાન્ય સૌજન્ય સચવાય તે જરૂરી ખરું….અસ્તુ.

 32. વિવેક said,

  June 8, 2012 @ 3:02 am

  @ અશોક જાની ‘આનંદ’:

  આપની વાત સાચી છે… સામાન્ય સૌજન્ય જળવાવું જ જોઈએ. લયસ્તરો આપ જેવા સતર્ક વાચકોના કારણે જ ઉજાગર છે… આભાર ! કવિશ્રીએ રાજેશ વ્યાસ અને શ્રી રશીદ મીર લયસ્તરો વાંચતા હશે એવું હું પણ નથી માનતો.

  પણ આ કૃતિઓ વિશે જે રીતે મનોજભાઈએ મારી સાથે અવારનવાર ટેલિફોનિક વાત કરીને દાદ માંગી હતી એજ પ્રમાણે શ્રી મનોજભાઈ જોશીએ આ બંને સંપાદકોને પણ વાત તો કરી જ હશે ને… ‘ધબક’ અને ‘ગઝલવિશ્વ’ના આવનારા અંકની પ્રતીક્ષા કરીએ…

 33. Fashion said,

  June 8, 2012 @ 3:16 am

  હું પણ સૌજન્ય સચવાય એમાં માનું છું પણ સાથે આ વાતમાં તથ્ય દેખાય જ છે કે સંપાદકો સુધી વાતો ન પહોંચે એવું ન બને…. અને એ રીતે એ લોકો પણ સતર્ક થાય એ જરૂરી છે….

 34. ડૉ.ઉમંગ પંડ્યા said,

  June 8, 2012 @ 4:06 am

  લયસ્તરો દ્વારા લયબદ્ધ રીતે સત્યનું અનાવરણ કર્યું છે.આમ તો સમગ્ર સાહિત્ય ભગવાન વ્યાસ નો એંઠવાડ જ છે,તેમ શાસ્ત્રોક્તી છે..આજના ભાગવત કથાકારો સમૃદ્ધ અને પ્રસિદ્ધ વ્યાસજીના જ કારણે છે.તેમ છતાં, ભગવાન વ્યાસ કૈ પણ કોમેન્ટ કદી નથી કરતાં.કોઈકે તો વ્યાસ થવું પડશે.મનોજભાઈને લયસ્તરોનાં સંપાદકોએ વ્યાસ બનાવ્યાં અને સારો એંઠવાડ પણ પીરસ્યો…દરેક વ્યાસ જેમ સ્વયં રચિયતા ના હોઈ…

 35. Dr Niraj Mehta said,

  June 8, 2012 @ 5:13 am

  સાહિત્યક્ષેત્રમાં આવી વૃત્તિ થવી એ આશ્ચર્ય જન્માવે છે. આ ઘટના પર થયેલી ચર્ચાથી આ વૃત્તિ અટકે તો સારું… દિવ્યાબેનનું મૌન અહીં સૂચક છે.

 36. વિનય ખત્રી said,

  June 8, 2012 @ 7:43 am

  આને મૌલિક ઉઠાંતરી કહેવાય!

  😉

 37. jigna said,

  June 8, 2012 @ 2:04 pm

  વિવેક ભૈ ને મધ્યસ્થિ નો આટ્લઓ જ શોખ હોય તો બેઉ કવિ ને એમ્ના ઘરે બોલાવિ ને કરે. લયસ્તરો નો દુરુપ્યોગ કર્યો કહેવાય આને

 38. મીના છેડા said,

  June 8, 2012 @ 10:39 pm

  @ જિગ્ના

  સાહિત્યની સેવા કરવી એનો અર્થ દુરુપયોગ થાય છે એ ખબર નહોતી કયા કોશમાં આ અર્થ છે એ જિગ્નાબહેન જણાવજો. જો કે તમારો વાંક નથી …. સાચા ભેખ લેનારની સામે નકામો બકવાટ કરનારા આવતા જ હોય છે….
  એ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી નથી છતાંય …. લયસ્તરો વિવેકનું જ ઘર છે ….અને અહીં બધાને આવકાર છે એ લોકોની નહીં એમની મધ્યસ્થીનો કમાલ છે.

 39. Dr.Milan Vasavada said,

  June 9, 2012 @ 11:54 am

  ગુજરાતિ સાહિત્ય અને કાવ્યજગત મા દિવ્યા મોદિ એ કરેલિ પાયરસિ અને એનાથિ મેલવેલુ કદાચીત અર્થોપાર્જન કાવ્ય ચોરો માટે ઉઘડતા કમાડ ના કિમિયા સમાન છે…

  આવા કહેવાતા ધરાહાર કવિઓએ આત્મપ્રશન્સા ના સ્વપ્નો મા રાચવનુ છોડી સ્ત્રીઓ ના Basic ગુણધર્મો જેમકે રાન્ધણકલા મા Focused રહિ, ગુજરાતિ સાહિત્ય મા પગપેસારાની નાહક પ્રવ્રુતીઓ બન્ધ કરવિ જોઇએ.

  આવી so called ચાલતિ ગાડીએ ચડિ બેસેલી કવયત્રીઓ અને એને સહકાર આપનારા પરિબળો ને ધીક્કાર છે.
  Dr. Manoj… તમે મૌલિક કવિ ૮૦ ના દશકા થી હતા, છો અને રહેશો…
  સતત શ્રેશ્ઠ રચનાઓ લખતા રહો…

 40. Realistic one... said,

  June 9, 2012 @ 11:59 am

  What a drag!

  What’z the point of making such a fuss about something so small!

  Anyway, no matter who wins this cat-fight, my free advise to both of u is not to waste your time on something so stupid and to write something better, and more importantly something more unique.

 41. અવધૂત said,

  June 10, 2012 @ 4:41 am

  hu koi mota darajja no kavi ke lekhak to nathi (ha lekhak banva mate sangharsh jarur karu chhu) etle maro pratibhav ahi mahatva dharave ke nahi hu nathi janto.
  Maharshi Valmiki e hindu dharm na sauthi mahatvana granth “RAMAYAN” ni rachna kari. Mahakavi Tulsi Dase pan “RAMCHARIT MANAS” ni rachna kari. Jya sudhi hu janu chhu. Tulsi Ramayan sauthi vadhu vanchay chhe.

  Maru kahevu etlu j chhe k shabdo uthavya karta emathi prerna laine mool sarjak no abhar manva ma j heet chhe. Prerit thai ne lakhela shabdo ma ghani urja hoy chhe. ane e urja sarjak ne sarjak banave chhe. Divyaben ne mafi nahi pan Dr. Manoj Sir no abhar manvo pade k emna “ETHVAD” thi te ek kruti nu anshatah sarjan kari shakya

 42. અવધૂત said,

  June 10, 2012 @ 4:46 am

  જો બનુ તો
  હુ માણસ બનુ,
  સર્જકોમા
  ખુદા તારો
  ઇજારો છે.
  તારા નામે
  આ જગતમા
  જીવનારા
  હજારો છે.

 43. અવધૂત said,

  June 10, 2012 @ 4:46 am

  જો બનુ તો
  હુ માણસ બનુ,
  સર્જકોમા
  ખુદા તારો
  ઇજારો છે.
  તારા નામે
  આ જગતમા
  જીવનારા
  હજારો છે.

  – અવધૂત

 44. તિમિર પટેલ said,

  June 11, 2012 @ 1:44 am

  હું વરસોથી લયસ્તરો વાંચું છું. હું કદાચ ખોટો પણ હોઉં પરંતુ મને લાગે છે કે કવિ અને કવયિત્રી બંને ખોટાં છે. આ કોઈની ગઝલ પરથી બંને કવિઓએ પાદપૂર્તિ કરી હશે, સરતચૂકથી બંને મૂળ કવિનું નામ લખવાનું ચૂકી ગયાં હશે અથવા તો જાણતા નહીં હોય. ખુદ વિવેકભાઈએ બંને કવિઓની રચનાઓ અને ભરપેટ વખાણ લયસ્તરોમાં દિવ્યા મોદી (10 કૃતિ) http://layastaro.com/?cat=470 અને મનોજ જોશી (6 કૃતિ) http://layastaro.com/?cat=569 એમ મૂક્યા છે. આ પિંજણ કરવામાં તો લયસ્તરો પોતાનું થૂંકેલું ચાટે છે. લયસ્તરોએ આવી બબાલો કર્યા વગર અને ખોટી લોલુપ પ્રસિદ્ધિ માટે કોઈના દોરવ્યા મુજબ દોરવાયા વિના કવિતા મૂકવાનું ભગીરથ કામ કરવું જોઈએ. સાચી કવિતાની ચોરી કદાપિ ન થઈ શકે. આજે પણ મીરાં-નરસિંહનાં પદો એમનાં નામે જ છે.

 45. વિવેક said,

  June 11, 2012 @ 7:44 am

  @ તિમિર પટેલ:

  સારી રચનાની પ્રસંશા આગળ જેમ કરી છે એમ ભવિષ્યમાં પણ કરતો જ રહીશ. લયસ્તરો પર દિવ્યા મોદીની દસ અને મનોજ જોશીની છ કૃતિઓ છે એ આપની ટિપ્પણી પરથી જાણ્યું. આ પછી પણ દિવ્યા મોદી કે મનોજ જોશીની કોઈ રચના ગમશે તો એ લયસ્તરો પર આવશે જ. અંગત રીતે બંને મારા ખાસ મિત્રો જ હતા અને રહેશે.

  આ પોસ્ટ મૂકતા પહેલાં અમે ચારેય સંપાદકો (હું, ધવલ, તીર્થેશ અને મોના)એ એકાદ અઠવાડિયા સુધી સતત ઇ-મેલથી ચર્ચા કરી હતી. અમે બધા જે સાચું લાગે એ કરવાનો મત ધરાવીએ છીએ…

 46. મીના છેડા said,

  June 11, 2012 @ 12:42 pm

  એક મિત્ર તરીકે ન વિચારું અને માત્ર લયસ્તરોના સંપાદક તરીકે જ વિવેકને વિચારું તોય એના વ્યવસાયની વ્યસ્તતાને અતિક્રમીને પણ એણે સાહિત્ય માટે હંમેશાં આગવો સમય ફાળવ્યો છે ને મેં એને એક પગલું આગળ જ વધતાં હરહંમેશ જોયો છે. કોઈ પ્રસંશા કરે કે વખોડે – આ બંને સમયને હંમેશાં વિવેક સરખું જ મહત્ત્વ આપતો રહ્યો છે.

  @ તિમિર પટેલ:

  ખોટી લોલુપ પ્રસિદ્ધિની ન વિવેકને જરૂર છે અને ન લયસ્તરોને …… અને આ રીતે વાત કર્યા બાદ ભગીરથ કાર્યની વાત જરા અસ્થાને લાગે છે….

 47. ધવલ શાહ said,

  June 11, 2012 @ 10:43 pm

  આટલું બંદાને કવિતાએ શીખવાડ્યું છે:

  કવિતા એ ચારણી છે જેનાથી આત્માની અશુદ્ધિઓ ચળાય છે.
  કવિતાના શબ્દો અધિભૌતિક અસ્તિત્વને પામે છે.
  કવિતા પોતે ખૂબ જ અંગત ઘટના છે.

  ને આટલું જીંદગીની મઝાની લપડાકો ખાઈને બંદા જાતે શીખ્યા છે:

  માણસનું મન એક ચંચળ યંત્ર છે.
  સત્યના એકથી વધારે પાસા હોય છે.
  સનાતન ન્યાય એ બહુ ભ્રામક ઘટના છે.

  એટલે આપણે તો ભાઈ, ખરા ખોટાને અલગ કરવાનું કામ ઉપરવાળા પર છોડીએ છીએ. એની ધીમુ, ઝીણું અને સતરંગી દળવામાં માસ્ટરી છે.

  બાકી રહી વાત કવિતાના આનંદની. તો જત જણાવવાનું કે એની તો શોધ ચાલુ જ છે. એ મળે એટલે તરત જ કાગળ લખીને જાણ કરીશ.

 48. jigna said,

  June 12, 2012 @ 12:03 am

  @ મિના
  તુ વિવેક ભાઈ ની કે મનોજ ભૈ ની મિત્ર હોય એવુ બને…પણ અહિં વાત કોઈ ના અન્ગત જિવન પર થયેલ અક્શેપો જાહેર મા ચર્ચવા નિ ચ્હે….અહી તો બધા એ કાજી થવા નો લહાવો લઈ લિધો…તે પણ….પોતાના અન્ગત મનદુખો નુ વેર આ રિતે ના જ વળાય્….મને તો દિવ્યાબેન કૌરવો વચે ઘેરાયેલા અભિમન્યુ જેવા લાગે ચ્હે…તારિ સાથે પણ આવુ થઈ શકે ચ્હે કોક દિ….

 49. મીના છેડા said,

  June 12, 2012 @ 1:10 am

  @ જિજ્ઞા
  વિવેક જ્યારે સત્યની પડખે ઊભો રહે છે ત્યારે એ કોઈ સંગાથની કે મિત્રની રાહ નથી જોતો એ નીકળી પડે છે પોતાના શબ્દો ને પોતાની કલમ સાથે…. આ પોસ્ટ કરી ત્યારે વિવેક જાણતો જ હતો કે દિવ્યા મોદી સાથેની એની મિત્રતા કાયમી ધોરણે નેસ્તનાબૂદ થનાર છે પણ “સત્ય,શીલ ને ધર્મયજ્ઞમાં હજો વિશ્વ-વિધ્વંસ….”

  એટલે મારો એને સાથ આપવો એ ગૌણ બાબત છે.

  મનોજભાઈ કે દિવ્યાજી મારા દુશ્મન તો નથી જ. બલ્કે હું એમને પસંદ કરું જ છું અને બધા પોતાના કાજી હોય છે. પોતાની વાણી કે શબ્દો મૂકો એટલે એમની પોતાની જ જવાબદારી… સાચી વ્યક્તિનો અવાજ રણક્યા વગર રહે નહીં. અહીં વાત અંગત દુશમનીની જરા પણ નથી વાત ફક્ત સાહિત્ય માત્રની છે… સાહિત્ય તરફની જવાબદારીની છે. એનો પક્ષ માત્ર હું લઈ રહી છું પછી ભલે સામે વ્યક્તિનું કોઈ પણ નામ હોય.

 50. jigna said,

  June 12, 2012 @ 1:38 am

  @ મીના,
  તે તો વિવેકભાઈ ને તાણી લેવાનુ જ બાકી રાખ્યુ હે?????
  તુ જેમ બન્ને ને ઓળખે ચ્હે. હુ કોઇ ને નથિ ઓળખતી..પણ મારુ મન એટલુ સમજે કે કોઇ ની અન્ગત બાબત જાહેર મા ઉચ્કાવવી એ સારા માણસો ની શોભા નથી…તમે ધારો તો કોઇ પણ રીતે બેઉ ને મેળવિ સમાધાન લાવી શક્યા હોત્ વેબસાઈટ ખુદ નિ હોય એટ્લે કૈ પણ લખી નાખ્વું એ ધ્રુશ્ટ્તા કહેવાય્…ને આવિ પ્રવ્રુત્તી મા સાથ આપનાર માટે શુ બોલવુ?

 51. dr.ketan karia said,

  June 12, 2012 @ 4:14 am

  @ jignaben
  વિવેકભાઇ નહીં, તો અન્ય કવિઓ દ્વારા એ પ્રયત્નો થઇ ચૂક્યાં જ છે, એ સૌને દિવ્યાબેને અલગ-અલગ જવાબો આપ્યાં છે.. મતલબ કે તેમનાં જવાબોમાં સામ્યતા નહોતી.

  બીજું કે જ્યારે કવિઓ પોતાની કૃતિ કોઇપણ સામયિકને મોકલ છે ત્યારબાદ એ તેમની અંગત બાબત ગણી ના શકાય.
  @ તિમિર પટેલ
  આપે કહ્યું કે બન્ને ખોટાં છે, પરંતુ તે બાબતે સાથે કોઇ બીજા કવિનું નામ જોડ્યું નથી. માટે એ વાત તો ત્યાં જ પૂરી થઇ જાય છે.
  @ realistic one- in such circumstances the poet feels a pain like if his/her own child is claimed by some other person… so it is not as ‘small’ as u feel!!

 52. Avadhoot said,

  June 12, 2012 @ 5:10 am

  Nanu modhu moti vat. Aap sau sarjako ne mare etlu j kahevanu chhe k aap aalochna ke prashansha kari ne km chalavi nathi leta? Koi pan ghatna ne tatasth rahi ne jovu e j kharu laxan hoy chhe sarjak nu. Pachhi e tamara sau par adhar rakhe chhe k tame shu mano chho. Aap sau safal sarjak chho. Andar andar ugra charcha karva ne badle je koi divyaben ne jane chhe temne divyaben ne temna baki na sher (j Dr. Manoj na sher sathe samy nathi dharavta) mate daad apvi joie. Ema pan sarjanamakta sari chhe. Me agal pan matr prerna levani vat kari chhe. Mari agal ni comment ma koini alochna karva no prayatn nathi karyo.

 53. krupa modi said,

  June 12, 2012 @ 6:13 am

  @ જિગ્નાબેન-
  બેન તમે આખી ચર્ચાને ખોટા માર્ગે લઈ જાવ છો.ઉપરની ચર્ચામાં સામેલ થયેલાં કોઈને પણ દિવ્યાબેન સામે અંગત કોઇ દુશ્મનાવટ હોય તેવું મને તો કંઈ લાગતું નથી..સૌનો એકજ સુર એ જણાય છે કે સાહિત્યના વિશ્વમાં ચોરી/ઉચાપત/ઉઠાંતરી જેવાં હીન કૃત્યને કોઈ પણ જાતનું પ્રોત્સાહન ના મળવું જોઈએ.
  એટલે મારી આપને નમ્ર વિનંતી છે કે આપ સમગ્ર સાહિત્યજગતનાં હીતમાં આ સત્યને સ્વીકારી વજુદ વગરની દલીલો કરવાનું બંધ કરો….આભાર.

 54. rajul b said,

  June 12, 2012 @ 8:21 am

  આ ગઝલ કોની એ વિવાદ એના સ્થાન પર છે અને એ મહદઅંશે સ્પશ્ટ પણ થઈ ગયું છે..પણ
  શ્રી. અશોક જાની ‘આનંદ’ કહ્યું એમ કોમેન્ટ લખતી વખતે સામાન્ય સૌજન્ય સચવાય તે જરૂરી છે.. મનોજજી અને દિવ્યાજી બન્ને એ આપણને ઘણું સુંદર સર્જન આપ્યું છે..

  પણ એમના માટે “આવી so called ચાલતિ ગાડીએ ચડિ બેસેલી કવયત્રીઓ” જેવા શબ્દો વાપરવા એ આપણને શોભતું નથી ..

  અને આ પણ મને સમજાયું નહીં…

  ” આવા કહેવાતા ધરાહાર કવિઓએ આત્મપ્રશન્સા ના સ્વપ્નો મા રાચવનુ છોડી સ્ત્રીઓ ના Basic ગુણધર્મો જેમકે રાન્ધણકલા મા Focused રહિ,”

  અહીં આપણે સાહિત્ય માણવા અને એના વિશે ચર્ચા કરવા આવીએ છીએ..નહીં કે સ્ત્રીઓ ના Basic ગુણધર્મો જેમકે રાન્ધણકલા વગેરે વિશે..

  કોઇ નું હ્રદય દુભવવાનો અહીં લગીરે ઇરાદો નથી..આભાર..

 55. વિવેક said,

  June 12, 2012 @ 8:34 am

  હું ફરીથી એટલું જ કહીશ કે બંને કવિઓ સાથે સવિસ્તાર ટેલિફોનિક વાતચીત કર્યા પછી જ આ પોસ્ટ મૂકવામાં આવી છે. અને આ પોસ્ટ મૂકાયા બાબત પણ બંને કવિઓને SMSથી જાણ કરવામાં આવી છે…

 56. Avadhoot said,

  June 12, 2012 @ 10:23 am

  @ Rajulji
  I agree with you
  સ્ત્રિ નો basic ગુણધર્મ ક્યો કહેવાય?

  “સર્જન”

 57. અશોક જાની 'આનંદ' said,

  June 13, 2012 @ 2:39 am

  @ Jignaben
  અત્યાર સુધીમાં અહીં પ્રતિભાવ આપનારામાં ઘણા ડૉ. મનોજ જોશી કે દિવ્યબેનને ઓળખતા નહીં હોય અથવા બે માંથી એકાદને ઓળખતા હોય એમ બને છતાં લગભગ સૌજન્ય જાળવીને પોતાના પ્રતિભાવ આપ્યા છે, એ વાત દીવા જેવી સ્પષ્ટ દેખાય છે કે ડૉ. મનોજ જોશીની રચના પહેલા લખાઇ/પ્રકાશિત થઇ છે એટલે સામન્યપણે દિવ્યાબેન સહુની નજરે દોષિત ઠરે. એથી એવા પ્રતિભાવ મળ્યા છે. આવામાં તમે તમારા પ્રતિભાવમાં જે ખાસ કરીને મીનાબેનને તુંકારીને ભાષા વાપરી છે અને જે શબ્દો પ્રયોજ્યાં છે તે તમારુ માનસ છતું કરે છે.
  શ્રી વિવેક્ભાઇ અને ‘લયસ્તરો’ ને દિવ્યાબેન સાથે અંગત વેર નથી કે ના બીજા કોઇ ભાવક્ને હોઇ શકે છતાં બધાએ “લાગ્યું તેવું લખ્યું છે..” આવ સંજોગોમાં તમને દિવ્યાબેન કૌરવો વચ્ચે ઘેરાયેલા અભિમન્યુ જેવા લાગે એ કેટલું હાસ્યાસ્પદ છે..!!વિવેક્ભાઇ યુ.એસ માં વસે છે, મનોજ્ભાઇ જામનગર મા અને દિવ્યાબેન ખબર નહિ ક્યાં તેવી પરિસ્થિતિમાં ઘરે બોલવીને મધ્યસ્થી ના થઇ શકે, આમ ઇન્ટર્નેટ પર જ ભેગા કરાય, કરુણતા એ છે કે આટલી બધી ચર્ચા પછી પણ દિવ્યાબેનની ગેરહાજરી સૂચક છે..

 58. વિવેક said,

  June 14, 2012 @ 1:36 am

  @ અશોક જાની ‘આનંદ’:

  હું અમેરિકા નહીં, સુરતમાં રહું છું.

 59. AMITKUMAR NATHWANI said,

  January 6, 2013 @ 9:46 am

  આંખ મારી સાવ સુની કા હતી
  ચોમાસે વર્ષા લુની કા હતી
  આપને તો હજુ હમણાં જ મળ્યા
  ઓળખાણ આટલી જૂની કા હતી

 60. Suresh Shah said,

  November 13, 2014 @ 7:17 am

  હું આમા ખુલાસા નહિ શોધુ. કવિતાની પ્રેરણા કહીશ.
  વાંચતા કાઈંક સારુ સુઝે ને પચી ગમતાનો ગુલાલ કર્યો!

  બન્ને કવિને અભિનંદન.

  – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment