પ્રતીક્ષાની ગલીઓમાં રસ્તો ભૂલ્યાં છે -
સદી છે કે ક્ષણ છે, શી રીતે કળાશે ?
વિવેક ટેલર

તુલસીનું પાંદડું – અનિલ જોશી

મેં  તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી ખીણમાં પડતો વરસાદ
             ક્યાંક  છૂટાછવાયાં ઢોર ચરતાં,
ભુલકણી   આંખનો   ડોળો ફરે ને
               એમ  પાંદડામાં  ટીપાઓ ફરતાં.
મેં  તો  આબરૂના  કાંકરાથી  પાણીને કૂંડાળું દીધું.

પાણીનાં ટીપાંથી ઝગમગતા ઘાસમાં
                નભના  ગોવાળિયાઓ  ભમતા,
ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈ ને
           દાંડિયો  બનાવીને  રમતા.
મેં    તો    વેશ્યાના  હાથને  સીતાનું છૂંદણું દીધું,

મેં   તો   તુલસીનું  પાંદડું બીયરમાં નાખીને પીધું.

– અનિલ જોશી

આ ગુસ્તાખ ગીતને સમજાવવાની ગુસ્તાખી કોણ કરે… તમે તમારી રીતે સમજો એમા જ મઝા છે !

3 Comments »

 1. Viral said,

  July 18, 2007 @ 7:48 am

  ખરેખ્ર મજા આવ્ ગઇ …………

  ભુલકણી આંખનો ડોળો ફરે ને
  એમ પાંદડામાં ટીપાઓ ફરતાં.

 2. લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,

  July 13, 2008 @ 6:22 am

  […] મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું – અનિલ જોશી […]

 3. Jayesh Bhatt said,

  July 15, 2008 @ 4:21 am

  બિયર નિ કયા જરુર જ હતિ વરસાદ નુ પાણી જ બહુ હતુ.

  જયેશ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment