ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ)
વરસાદની મોસમ શિયાળાની ઋતુની જેમ બિલ્લી પગલે આવતી નથી. એ તો આવે છે રાજા-મહારાજાની જેમ ઢોલ-ત્રાંસા-પડઘમ-નગારાં લઈને. આકાશમાં નવોઢાના ગાલે શરમના લાલ શેરડા ફૂટે એમ વાદળ ગાઢા થાય, કૂણાં તૃણ ઉદગ્રીવ બને, ચાતકના ગાન ને મોરલિયાની તાન અસ્તિત્વના આસવને ભીંજવવા જાણે કે હોડ બકે, જમીનમાં ક્યાંય ઊંડે જઈ સૂતેલા દેડકા યુગો પછી જાગૃતિનો ઓડકાર ખાઈ કાનને તર કરી દે, વૃક્ષો ભીનાં નવલાં પાનેતર સજીને આ આખી જાનમાં જોડાય અને વરસાદના ટીપાં એના નવકાર સૂર સાથે ટપ્પ-ટપ્પ કરતાં પંચેન્દ્રિયને સંવેધે છે ત્યારે ધરતી હંમેશની જેમ ચૂપ જ રહે છે પણ એના મૌનની ભાષા આપણું નાક સાંભળે છે. માટીની ભીની ગંધ એ વરસાદ સાથે ધરતીના અનંગવેગપ્રચૂર સંવનનની દ્યોતક છે. બેજુબાન માટીની જે અવર વાણી છે એ તો વળી અજોડ છે. પગ નીચે કોઈ કૂંપળના મ્હોરવાનો સળવળાટીયો સાદ કદી અનુભવ્યો છે? અને સૂરજ જે વાદળની પછવાડે સંતાઈને આખી ઘટનાને વધુ આસ્વાદ્ય બનાવે છે એ વરસાદ પછી પ્રકટ થઈ આકાશમાં સાત રંગની કવિતા બનાવે છે…રાતના કાળા છાબડામાં ઝબુકી જતી દામિની એ ચોમાસાની વળી એક અલગ અને અલભ્ય અનુભૂતિ સ્તો.
…લયસ્તરો પર આપણે એક આખ્ખા અઠવાડિયા સુધી તરબતર થવાનું કાલથી આદરીએ એ પહેલાં કેટલાક વહી ગયેલા છાંટાઓમાં પુનઃ નાહી ન લઈએ? એક પછી એક કવિતા પર ક્લિક કરતા જાઓ અને માણતા જાઓ આ મોસમે-બહારને મનભરીને – તનભરીને….
ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ
એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું- મણિલાલ હ. પટેલ
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે- ભગવતીકુમાર શર્મા
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે – રમેશ પારેખ
આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ
ચાલ, વરસાદની મોસમ છે – હરીન્દ્ર દવ
ડૂબવાનું હોય જાણે કે જગત – રવીન્દ્ર પારેખ
આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા
ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં – સુધીર પટેલ
અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી -ઉદયન ઠક્કર
આખા ડિલે ઊઠી આવ્યા જળના ઝળહળ સોળ – કરસનદાસ લુહાર
મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું – અનિલ જોશી
પાણીના ટીપે ઘાસમાં જઈએ – શોભિત દેસાઈ
મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા – દિલીપ રાવળ
kirit shah said,
July 13, 2008 @ 2:03 AM
આભાર વર સાદ નિ મોસમ મા ભિના થયા
pragnaju said,
July 13, 2008 @ 8:36 AM
પહેલાં ભજન કરી વારાફરતી ૧૬ માણેલા કાવ્યો ફરી માણીએ
વર્ષા વ્હાલની રે, વ્હાલા! તારી વાટમાં રે લોલ,
કૃપા તણી મધુમાળ આવી મળે સાથમાં રે લોલ.
તુજને વરવા રે કોઈ વિરલા આવી ચઢે રે લોલ,
કરે કસોટી તું ને હૈયું ધરે વ્રજ શું રે લોલ….વર્ષા…
ઘાર્યું કરાવે છે વિરોધ કેરા વિઘ્નમાં રે લોલ,
દર્શનનું દેતો દાન, સંતૃપ્ત કરી પ્રાણને રે લોલ…વર્ષા…
થાકયે કે હૈયું હાર્યે ધીરજ ધન ધરી દેતો રે લોલ,
એકલ અનાથજનનો સાથી સદા બની જતો રે લોલ….વર્ષા…
હવે તો તે બધા સાંભળવાની ઈચ્છા રાખીએ તો…
sunil shah said,
July 14, 2008 @ 12:23 AM
વાહ દોસ્ત..છત્રી કાગડો થઈ જાય તેવો ધોધમાર વરસાદ તમે વરસાવી દીધો..આગામી નવી રચનાઓની આતુરતાથી રાહ જોઉં છું. ચાલો આપણે સૌ વિવેકભાઈ અને ધવલભાઈની સંગે તરબતર થઈએ.
Jina said,
July 14, 2008 @ 6:26 AM
બસ આની જ રાહ જોવાતી હતી વિવેકભાઈ…!! અહીં આકાશ ગોરંભાયું ત્યારથી વિચારતી હતી કે એકા’દ તરબતર કરી મૂકે તેવી વરસાદી મહેફીલ થવી જોઈએ…
બધી ય મીઠા વરસાદી પાણી જેવી રચનાઓ માણતા-માણતા જ્યારે “તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે” વાંચી ત્યારે ખારા પાણીના ફોરાં ચખાઈ ગયાં હોય એવું લાગ્યું… તમારું તાપી માટેનું, સુરત માટેનું દર્દ ખરેખર Respectable છે…
અહીં તો વરસાદે અમીછાંટણાં કરી દીધાં… ત્યાં સુરતમાં શું આલમ છે?…
BhaRAT said,
July 21, 2008 @ 1:34 AM
વરસાદ નેી વાત અને પ્રહ્લાદ પારેખ ને ભુલો તે ન વચાલે
આવે છે મેહુલિયો આવે છે,
વાયુ સજળ વાત ઍ લાવે છે—-આવે છે
સગર સાથે હોડ કરેી
દોટે તેને હમ્ફાવે ે છે
દ્ક્શીણ્ િદ્શ્ના પર્વત કુદેી
નાદ ગગને ગજાવે છે —આવે છ
સુરજ ઢાંકે , તારા ઢાકેેે
તારા સર્વ બુઝાવે છે
વેીજ મશાલ લયેી ને એ
િત્િમરે્ે માર્ગ બનાવે છે—- આવે છે
ઝરમર ઝરમર્ વર્સેી ને એ
માટેી ને મેહકાવે છે
વરસેી ઝડેીઓ, સર સિર્તા
ઝરણાને ગહેકાવે છે— આવે છે
ડોલાવે િદલ્ વન વન કેરા
કૈંક્ પહાડ્ હસાવે છે,
પુલિક્ત્ કરતો ધરતેી ને ઍ્
માનવ મન હર્ખાવે છે.—– આવે છે
BhaRAT said,
July 21, 2008 @ 1:45 AM
મન પાગલ થાયે
આજ મારુ મન પાગલ થાયે
શ્યામળ્ સજળ વાદળ જોયેી આભે ધાયે્
ચમકેી ચમકેી વેીજ છુપાયે
શોધ તેનેી જાયે
મેઘ હસે એ ખેલને જોઈ
કેમ્રે વેીજ ઝલાયે ? — શામળ્
વરસતા એ વાદળ જોયેી
વરસવા ને ચાહે
રંગ થકેી જે મેઘ રંગાયે
રંગ ધરે એ કાયે —— શામળ્
દુર ન જોઇ ડુંગર ભ્ીંજે
ખેતર ને વન નહાયે
નેીર તણેી એ ધારમા આજે
મન મારું ભેીંજાયે —–શ્યામળ્
પ્રહ્લાદ પારેખ્
વિવેક said,
July 21, 2008 @ 2:12 AM
ખૂબ ખૂબ આભાર, ભરતભાઈ…
ગુજરાતી ભાષાના રત્નાકરમાં પ્રહલાદ પારેખ જેવા કંઈ કંઈ મૌક્તિકો ભર્યા પડ્યા છે. સાત જ કવિતા મૂકવી હોય તો કોને રાખીએ અને કોને નહીં એ પણ એક પ્રશ્ન છે ને !
આ બે સુંદર કવિતાઓ મોકલવા બદલ ફરીથી આભાર…
Mansuri Taha said,
July 22, 2008 @ 12:53 AM
વિવેક ભાઇ આપે વર્ષાકાવ્ય મહોત્સવ ચાલુ કર્યો તે માટે ખુબ ખુબ અભિનંદન,
પણ હવે લયસ્તરો પરથી પ્રભુને પ્રાર્થો કે ગુજરાતને તરબતોળ કરી દે.