ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું નામ બીજું રંગીન માછલી છે.
સંજુ વાળા

ગીત – મણિલાલ હ. પટેલ

એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …

દૂર દેશની માયા ચીંધી લઈ લીધો મેવાડ
વર્ષો ઊંચાં વૃક્ષો આપી છીનવી લીધા પ્હાડ
મારામાંથી મને મૂકીને કોણ વળે છે પાછું … સાંજ પડે જેમ…

કલરવ પીંછાં સીમ ગામડાં યાદ મને છલકાવે
જીવવાની અફવાઓ પંખી શહેરોમાં ફેલાવે
છાતી વચ્ચે ઊમટી પડતું ઇડરિયા ચોમાસું… સાંજ પડે જેમ…

પીળાં પાંદડાં એમ ખરે છે ખરતું જાણે વ્હાલ
સાદ પાડતું કોણ મને એ ? પ્રગટે કેવા ખ્યાલ ?
તિમિરની કેડી પકડીને દૂર કેટલે જાશું ?… સાંજ પડે જેમ…

– મણિલાલ હ. પટેલ

6 Comments »

  1. sagarika said,

    June 27, 2007 @ 12:32 PM

    very very nice and effective song.

  2. પંચમ શુક્લ said,

    June 27, 2007 @ 1:55 PM

    એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
    સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …

    વિવેકભાઇ, મજાનાં ગીત બદલ આભાર.

    આ ગીત એમની વતન સાથે જોડાયેલી વ્યથાથી નીતરતું છે. મણિલાલ પટેલ મળવા જેવા બહુ મજાના માણસ છે. ૧૯૯૧-૯૫ ના વર્ષોમાં વિદ્યાનગરમાં એન્જીન્યરિંગનાં અભ્યાસ દરમ્યાન એમનાં માર્ગદર્શનનો મારા કાવ્યોને/કાવ્ય સમજને લાભ મળેલો. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ હતાં તે વખતે.

  3. વિવેક said,

    June 27, 2007 @ 9:53 PM

    મજાની માહિતી બદલ આભાર, પંચમભાઈ ! આપ જેવા મિત્રોના પ્રતિભાવો અમને વધુ સમૃદ્ધ બનાવે છે…

  4. લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,

    July 13, 2008 @ 6:33 AM

    […] એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું- મણિલાલ હ. પટેલ […]

  5. Jayesh Bhatt said,

    July 15, 2008 @ 4:00 AM

    બહુજ ગ્મ્યુ. વતન નુ નામ પડે ઍટ્લે પત્યુ બિજુ બધુ ઍકા બાજુ

    વતન ને મુક્યા બાદ વતન નિ યાદ નિ વ્યથા કેવિ હોય તે આ ગિત વાચો એટ્લે ખબ૨ પડે

    જયેશ્

  6. kantilal sopariwala said,

    July 1, 2024 @ 7:15 PM

    કવિ શ્રી ની ગઝલ માં
    એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું …
    ગમગીન એકલતાઓ ને હૃદય ના ઉંડાણ
    સુધી સાદ આપી દર ચોમાસે વારે વારે
    પ્રીતમ ની યાદ દેવડાવે છે સુંદર રચના
    કે.બી સોપારીવાલા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment