સુરતની વ્યથાનો પડઘો
તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
દુઃશાસકો(-નો)એ હાથે ખેંચી કાઢી છે;
ભીષ્મીકરણ આ બબ્બે બંધોનું કરી,
સૂરત સુરતની પાણીમાં ડૂબાડી છે.
ચારે તરફ પાણી જ પાણી, કાચું સોનું વરસે છે,
એક બુંદ પાણી માટે તો પણ લોક આજે તરસે છે;
વરસાદ પર કાબૂ કરવાને બંધ બબ્બે બાંધ્યા છે,
પણ બંધ આંખોના લીધે પાણીમાં સુરત કણસે છે.
પાણી માટે, પાણીમાં, તરસે હવે.
બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
આપણે બાંધ્યા’તા જળ-છૂટા થયા,
વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?
Nilay Parikh said,
August 17, 2006 @ 3:53 AM
કોઇ શબ્દ નથી, તમારી રચના માટે.
લયસ્તરો » ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ) said,
July 13, 2008 @ 6:33 AM
[…] તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે – વિવેક મનહર ટેલર […]
Pinki said,
July 14, 2008 @ 11:19 AM
તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
સરસ કલ્પન….!!
NILAY KHANDALKAR said,
August 26, 2008 @ 8:52 AM
thinking of yours is truly very outstanding.