વૃક્ષ તો અફળાય સ્વાભાવિક રીતે,
આગ પેલા વાયરા પેટાવતા.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

હિંદમાતાને સંબોધન – કવિ કાન્ત

ઓ હિંદ ! દેવભૂમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !

હિંદુ અને મુસલ્મિન : વિશ્વાસી, પારસી, જિન :
દેવી ! સમાન રીતે સંતાન સૌ તમારાં !

પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી :
સેવા કરે બને તે સંતાન સૌ તમારાં !

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં !

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી,
અકબર, શિવાજી, માતા ! સંતાન સૌ તમારાં !

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !

ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

– કવિ કાન્ત

(સૌજન્ય: ટહુકો)

લયસ્તરોના વાચકમિત્રોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ પ્રસ્તુત છે, આપણી પાઠશાળાઓમાં ગવાતું એક ખૂબ જ જાણીતું અને માનીતું ગીત…  જય હિંદ !

8 Comments »

 1. હેમંત પુણેકર said,

  January 26, 2011 @ 11:53 pm

  ખૂબ સરસ! શાળાના દિવસોમાં આ ગીત ગાતા એની યાદ આવી ગઈ.

 2. વિવેક said,

  January 27, 2011 @ 12:19 am

  સહુ મિત્રોને લયસ્તરો તરફથી પ્રજાસત્તાક દિનની મુબારકબાદી…

 3. gopal said,

  January 27, 2011 @ 6:06 am

  શાળાના દિવસો યાદ આવ્યા, આભાર્

 4. dHRUTI MODI said,

  January 27, 2011 @ 9:53 am

  શાળામાં મૌખિક પરીક્ષા લેવાતી ત્યારે આવી કેટલીયે કવિતા મોઢે કરી ગાવી પડતી તે દિવસો યાદ આવી ગયા, વળી પ્રજાસત્તાક દિને સમૂહમાં જયારે આ કવિતા ગવાતી ત્યારે શરીરના રોમેરોમ ખુમારીથી ઝૂમી ઉઠતા. કાન્તની કવિતાને અને માતૃભૂમિને સો સો સલામ.

 5. preetam lakhlani said,

  January 27, 2011 @ 12:47 pm

  કવિ કાન્તે ફકત જિદગીમા ૫૩કાવ્યનો એક જ કાવ્યસગ્રહ ‘પુવાલાપ્ આપ્યો, અને તેમા આપેલા ફકત ૪ ખડ કાવ્યો તો ગુજરાતી ભાષાનુ મહા મુલ્ય છે, તેમા પણ તેમનુ ખડ કાવ્ય વસત વિજય તો અદભુત છે……. કવિ કાન્ત અને કલાપીના પત્રો પણ વાચવા જેવા છે!

 6. pragnaju said,

  January 27, 2011 @ 1:43 pm

  હજુ યાદ
  સૌની સમાન માતા, સૌએ સમાન તેથી :
  ના ઉચ્ચનીચ કોઈ સંતાન સૌ તમારાં !
  ચાહો બધાં પરસ્પર : સાહો બધાં પરસ્પર
  એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં !

 7. RIYAZ RANDERI said,

  January 27, 2011 @ 1:47 pm

  KAVI SHREE KAANT NESALAAM…..

 8. mahesh dalal said,

  January 31, 2011 @ 9:37 am

  જિ હા બચ્પન મા શિખેલા … …ફરિ વાર યાદ .. અન્એ મન મા ગુન્જિ રહ્યો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment