સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.
રાજુલ ભાનુશાલી

અંગત અંગત : ૦૬ : વાચકોની કલમે – ૦૨

નેટ-જગતમાં શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસને આપણે સહુ પ્રજ્ઞાજુ તરીકે ઓળખીએ છીએ. શ્રેષ્ઠ ગુજરાતી બ્લૉગ-વાચકનો પુરસ્કાર કોઈને આપવો હોય તો એમનું નામ અમિતાભ બચ્ચનની જેમ એક થી દસેદસ ક્રમ અંકે કરી શકે!! આજે જોઈએ કે કઈ કવિતા એમને ક્યાં અને કેવી રીતે સ્પર્શી ગઈ છે!

*

કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
કે ધણી ધડે ઝૂઝવા રે ઘાટ
વાગે રે અણદીઠા એના હાથની
અવળી સવળી થપાટ…
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકળે
કર્મે લખીયા કાં કેર ?
નીભાડે અનગઢ અગ્નિ ધગધગે
જાંળુ સળગે ચોમેર..
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

વેળા એવી વીતી રે વેદનતણી
ઉકલ્યા અગનના અસનાન
મારીને ટકોરા ત્રિકમ ત્રેવડે
પાકા પંડ રે પરમાણ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

હરિએ હળવેથી લીધા અમને હાથમાં
રીઝ્યા નીરખીને ઘાટ
જીવને ટાઢક વળી તળિયા લગી
કીધા તે અમથા ઉચાટ
કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા

– નાથાલાલ દવે

જીવનમા ચઢાવ ઊતાર તો આવે અને તે અંગે બાળપણથી કેળવણી આપી હોય પણ સાંઠ પછી ચિંતાઓ અને પરેશાનીગ્રસ્ત તનાવયુકત મનથી અસંતુલિત માનસિકતા અને શારીરિક શકિતનો ક્ષય થતો લાગ્યો ત્યારે સલાહ મળી કે સાહિત્ય,સંગીત કે કોઈ પણ કળામા મન પરોવો ત્યાં જ આ કાવ્ય વાંચ્યું, ચિંતન-મનન કર્યું . કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા…રાગ ખમાજ-કવિ નાથાલાલ દવે. તેમા ‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ અને જીવનને નવી દૃષ્ટિ મળી…

-પ્રજ્ઞા વ્યાસ

27 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    December 10, 2010 @ 2:31 AM

    કવિની સુંદર ગીત રચના
    અને એ પહેલા શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ-પ્રજ્ઞાજુને એકથી દસ ક્રમાંક મળવો જોઇએ…એ બાબતે
    હું પણ સાદર, મારો સુર પૂરાવીશ…..નિઃશંક.

  2. nirlep said,

    December 10, 2010 @ 10:13 AM

    cannot agree more with Vivekbhai…. your active involvement motivates others too. your way of expression & analysis are nice.

  3. saryu parikh said,

    December 10, 2010 @ 10:33 AM

    વાહ! આ કવિતાગીત અને કવિ નાથાલાલ દવેનુ નામ વાંચતા મારી સંવેદનાઓએ મને ઘેરી લીધી. મારા મામા નાથાલાલ દવેના ઘણા ધણા કાવ્ય સંગ્રહોમાંથી આ ગીત શોધવા પ્રયત્ન કર્યો પણ ..
    કવિ દુનિયાના ક્યા છેડે, ક્યા અંતરને, સ્પર્શી જાય છે એ આશ્ચર્યાનંદની વાત છે!
    નમસ્તે.
    સરયૂ
    512-712-5170
    Austin,Texas

  4. Girish Parikh said,

    December 10, 2010 @ 10:41 AM

    પ્રજ્ઞાજુબહેનઃ નમસ્તે અને અભિનંદન. તમારો એકે એક પ્રતિભાવ વાંચતાં ખૂબ જ આનંદ આવે છે. ‘પ્રતિભાવોનો આનંદ’ નામનું પુસ્તક તૈયાર કરવાનું સજેશન કરું છું.
    –ગિરીશ પરીખ

  5. Bina said,

    December 10, 2010 @ 11:06 AM

    કવિની સુંદર ગીત રચના!
    શ્રીમતિ પ્રજ્ઞા વ્યાસ-પ્રજ્ઞાજુને એકથી દસ ક્રમાંક મળવો જોઇએ…એ બાબતે
    હુ પણ સહમત છુ… બીના

  6. Girish Parikh said,

    December 10, 2010 @ 11:08 AM

    હરિએ હળવેથી લીધા અમને હાથમાં
    રીઝ્યા નીરખીને ઘાટ
    જીવને ટાઢક વળી તળિયા લગી
    કીધા તે અમથા ઉચાટ
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા
    – નાથાલાલ દવે
    આંખો ભીની થઈ આ પંક્તિઓ વાંચતાં.

  7. nilam doshi said,

    December 10, 2010 @ 11:17 AM

    યેસ્. વિવેકભાઇ સાથે સહમત બધા જ હશે એની ખાત્રી છે.

    આ સુંદર કાવ્ય બે ચાર વાંચીએ એટલે આપોઆપ અંતરમાં કંઇક ઉગવા માંડે…કોઇ અલગ અનુભૂતિ જાગે જ… શબ્દોની તાકાત ઘણી વખત અનુભવી છે. માથું કપાઇ ગયા પછી પણ થોડી મિનિટો ધડને લડતું રાખી શકે એવી ચારણોના શબ્દોની તાકાત વિશે અનેક વાતો વાંચી છે.

    પ્રજ્ઞાબેનનો અનુભવ યથાર્થ છે. તેમને માટે બ્લોગ જગતમાં દરેકને મારી જેમ સાચો આદર હશે જ..છે જ..એની ખાત્રી છે.

  8. Harnish Jani said,

    December 10, 2010 @ 11:54 AM

    જ્યાં જ્યાં નજર મારેી પડે-યાદી ભરી છે આપનેી
    ધોવા બુરાઇને બધે ગંગા વહે છે આપનેી-

    ઘણી વખત મૂળ કૃતિ કરતાં પણ પ્રગ્નાજીની કોમેંટ વધુ સરસદાયક હોય છે-
    લખતા રહો પ્રગ્નાજી.
    વિવેકકુમાર સાથે હું સંપૂર્ણ રીતે સહમત છું.

  9. vallimohammed lakhani said,

    December 10, 2010 @ 12:13 PM

    રેઅલ્લ્ય સુન્દેર થન્ક્સ વે હોપે ગેત સુચ ગોૂદ રેગુલેર્લ્ય થન્ક્સ લખનિ

  10. vallimohammed lakhani said,

    December 10, 2010 @ 12:14 PM

    સો સુન્દેર અન્બેલિવનબ્લે હોપે ગેત રેગુલેલ્ય લખનિ

  11. dHRUTI MODI said,

    December 10, 2010 @ 12:21 PM

    ખૂબ સુંદર ગીત. પ્ર્જ્ઞાબેનને જરુરથી ઍક થી દસ ક્રમમાં સ્થાન મળવું જોઈઍ.

  12. indravadan g vyas said,

    December 10, 2010 @ 1:17 PM

    પ્રજ્ઞાજુ નુ બીજુ નામ સાક્ષાત સંવેદના આપી શકાય્.કવિતાનો રસાસ્વાદ અદભુત રીતે કરે છે અને અમારા જેવા નવા નિશાળીયાને કરાવે છે. વળી અસલ રચનાના મુળ સુરને પકડી લઈ તેને અનુરુપ પોતાનીઆગવી શૈલીમા પ્રતિભાવ આપે ત્યારે બીજી ઉત્તમ રચનાને ટાંકે છે અને આમ પ્રતિભાવ જગત માં છવાઈ જાય છે.
    નાથાલાલ દવે ની આ રચના જગત નિયંતાની સર્વવ્યાપકતા,સર્વસમર્થતા,અને તેના ઉત્તમ સર્જન, માનવ ની માવજતની વાત,માનવના અમથા ઉચાટની વાત અને જીવનમાં આવતી અનેક કસોટીઓની વાત મનને સ્પર્શી ગઈ.
    પ્રજ્ઞાજુ ને નિઃશંક ઉત્તમ વાચક/પ્રતિકભાવક તરીકેનો પ્રથમ ક્રમાંક આપવાથી ક્રમાંક પધ્ધતીની શોભા વધશે.
    વંદન, પ્રજ્ઞાજુને….

  13. Capt. Narendra said,

    December 10, 2010 @ 4:32 PM

    નાથાલાલ દવેજીની કૃતિ એટલે આત્મજ્ઞાનના મહાસાગરનું મથન કર્યા બાદ નીકળેલા મોતી સમાન છે. તેનું તેજ પારખવાની શક્તિ સામાન્ય માનવીમાં નથી હોતી. કેવળ પ્રજ્ઞાજુ જેવા ઝવેરી તેને પારખી આપણી આગળ પ્રસ્તૂત કરે છે તે માટે તેમનો જેટલો આભાર માનીએ, ઓછો રહેશે. તેમણે આ ભજન વિશે જે લખ્યું તે “सहनौ भुनक्तु”ના ઉદ્દૈશ્યથી. તેને “એકથી દસ”ના શીશામાં ઉતારી ન શકાય. આ તો અત્તરના ફાયા સમાન લેખન છે, જેમાંથી સુગંધ સતત પ્રસરતી રહે છે. મહેરબાની કરી તેને ક્રમના બંધનમાં ન મૂકવા વિંનંતી છે.

    હ્રનીશભાઈ

  14. Paresh Vyas said,

    December 10, 2010 @ 8:41 PM

    કવિતાને બહોળા સમુદાય સુધી પહોઁચાડવી હોય તો કોઇ રસાસ્વાદ કરાવે, કોઇ સમજાવે તે જરૂરી રહે.
    આ પ્રકારનાઁ બ્લોગ જેને આપ વાચકોની કલમે એમ કહો છો એ ઘણો સ્તુત્ય પ્રયાસ છે.

    ર્.પા.ને યાદ કરવા જરૂરી…

    હરિ પર અમથુ અમથુ હેત

    હુઁ અગૂઠા જેવડી ‘ને મારી વ્હાલપ બબ્બે વેઁત

  15. DR. CHANDRAVADAN MISTRY said,

    December 10, 2010 @ 8:49 PM

    હરિએ હળવેથી લીધા અમને હાથમાં
    રીઝ્યા નીરખીને ઘાટ
    જીવને ટાઢક વળી તળિયા લગી
    કીધા તે અમથા ઉચાટ
    કાચી રે માટીના ઘૂમે ઘડુલીયા……
    આ કાવ્ય સાથે નીચે લખાયેલા “પ્રજ્ઞાજુ-શબ્દો”માં એક ઉંડો વિચાર હતો !
    માનવી ઉંમરે વધે કે જ્ઞાનમાં વધે….પણ જ્યાં સુધી, એ એના “આત્મા”થી
    અજાણ રહે ત્યાં સુધી એ “પરમ આનંદ” પામી શકતો નથી…..એથી જ કવિએ
    એની રચનાના અંતે લખ્યું “હરિએ હળવેથી લીધા હાથમાં….અને “જીવને ટાઢક વળી” !
    આ રચના, અને સાથે દર્શાવેલા “પ્રજ્ઞા-હ્રદય”ના શબ્દો વાંચી આનંદ !>>>>ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Vivekbhai…Nice of you to pubilsh this Post !
    Thanks, Pragnajuben for sharing this RACHANA 7 your “Feelings”
    Inviting ALL READERS to my Blog Chandrapukar !

  16. pragnaju said,

    December 10, 2010 @ 9:04 PM

    નમ્ર નિવેદન
    ગયે વર્ષેઆ રચના નિરવ રવે પર મૂકી હતી.ત્યારે આવેલા પ્રતિભાવમા
    DIVEKAR YOEL ( ISRAEL)
    December 21, 2009 at 8:53 pm
    KAVI NATHALAL DAVE WAS EDUCATION INSPECTOR IN SURENDRANAGAR IN 1955-56-57
    WHEN I WAS STUDING IN 7TH, IN N.T.M. HIGH SCHOOL
    HE WAS A GREAT HUMAN BEING, MAN OF EDUCATION,CULTURE, PATRIOTISM,( MURTI JYAN SARJAI RAHI CHHE ….)
    LOK SAHITYA, AND EMOTIONS.

    Reply આભાર

  17. pragnaju said,

    December 10, 2010 @ 9:12 PM

    jjkishor, on શનિવાર, March 20, 2010 at 5:17 pm03 said:
    કાચી માટીના ઘડુલીયા !!
    વાંચીને હું ક્યાંનો ક્યાં પહોંચી ગયો ?! સર્જકનું નામ તો નથી, પણ થયું કે આ કાવ્યમાં કેટલી તાકાત ભરી છે ! કેવા શબ્દોથી કામ લીધું છે ! કાવ્યમાં જે ક્રમ–ગતી–વીકાસ છે તે તો ખાસ ધ્યાન ખેંચે છે.
    હમણાંથી ચારેકોર ભગવાનની વીરુદ્ધમાં જે વાતો ચાલી રહી છે ત્યારે –
    “વ્હાલા શીદને ચઢાવ્યા અમને ચાકડે
    કર્મે લખીયા કાં કેર ?
    નીંભાડે અનગળ અગ્નિ ધગધગે
    ઝાળુ સળગે ચોમેર..” તથા

    “આ હરિએ હળવેથી લીધા હાથમાં
    રીઝ્યા નીરખીને ઘાટ
    જીવને ટાઢક વળી તળિયા લગી
    કીધા તે અમથા ઉચાટ”

    વાણીનો કેવો જાદુ છે !

    ખુબ જ આભાર પ્રજ્ઞાજી !
    ……………………………
    Reply આભાર
    સર્જકનું નામ કવિ નાથાલાલ દવે.

  18. pragnaju said,

    December 10, 2010 @ 9:16 PM

    સુરેશ જાની
    December 13, 2009 at 1:24 am (Edit)

    બહુ ભાવવાહી રચના ..
    વેદન … શબ્દ ન સમજયો.
    ……………………………………………………………………………………
    # Reply‘વેળા એવી વીતી રે વેદનતણી’ -ભીની આંખે ગાઈ. જ્યાં સુધી આત્માનું અસ્પષ્ટ વેદન છે ત્યાં સુધી દુઃખને વેદે, એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય; જ્યારે ‘જ્ઞાની પુરુષ’ કે જેમને આત્માનું સ્પષ્ટ વેદન…આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે અને ‘આ’ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું ‘સ્વ-સંવેદન’ તે ધીમે ધીમે વધીને ‘સ્પષ્ટ’ વેદન સુધી પહોંચે !

  19. pragnaju said,

    December 10, 2010 @ 9:36 PM

    છેલ્લે અંગત વાત.
    ડૉ.ભરત પટેલે સ્વરાંકન કરી અમારી વહુ શ્રીમતિ કલ્યાણી પાસે ગવડાવ્યું છે.તેમની સંસ્થાએ બહાર પાડેલ નિનાદમા આ રચના સમાવી શકી નથી.બીજું આલ્બમ બહાર પડે ત્યારે આ રચના પણ સામેલ કરાશે તેવી આશા.તેની ૫૦મી વર્ષગાંઠે આ પ્રમાણે પત્ર લખી આ રચનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

    ચિ સૌ કલ્યાણી,
    આજે તારી ૫૦મી વર્ષગાંઠના દિને અમારી અંતરની શુભેચ્છાઓ અને આશીસ
    આજે તને યાદ કરી તને ગમતું અને જે રાગ ખમાજમા તું ગાય છે ત્યારે અમારા બધાની આંખ ભીની થાય છે વળી તારા માટીકામની તેમજ નાના ઉદ્યોગની કળાને અનુરૂપ આ ગીત મોકલું છું.
    ચિ પરેશ,કેશવ-માધવને શુભાશીષ
    લી મમ્મી-પપ્પા
    ધોમધખતા ઉનાળામાં પણ માટીના વાસણમાં ભરેલુ પાણી ૨૪ કલાક ઠંડુગાર રહેતુ હોય છે. જે એક કુદરતે માટીમાં મુકેલી કુદરતી દેણ છે.કાચી માટીના કણમાંથી કલાને નિખારતા ચીકણી માટી વડે બનતા વિવિધ પ્રકારના વાસણોની સદા માંગ રહે છે. દિવસે દિવસે તેમાં અનેક ફેરફારો થતા રહ્યા હોય અતિ આધુનિક વસ્તુઓને કલાના કારીગરો આખરી ઓપ આપતા હોય છે.ગીત..
    .કાચી માટીના ઘડુલીયા !

  20. Suresh Jani said,

    December 10, 2010 @ 11:52 PM

    હ્રુદયને સ્પર્શી જાય તેવી કવિતા. અમદાવાદ આવી આજે પહેલી વાર ઈમેલ ચેક કરતાં સઁદેશ મળ્યો અને મને પણ ગમતી કવિતા ફરીથી વાંચી.
    હરિ હાથમાં લે તે તો મોટો ઉત્સવ…

  21. rekhasindhal said,

    December 11, 2010 @ 8:01 AM

    હૃદય સ્પર્શેી અને ઉર્ધ્વગામી સઁવેદનાઓથેી ભરપૂર ! પ્રજ્ઞાજુબેનની પસંદગી પછી કંઈ બાકી ન રહે. આભાર સહ….

  22. Ramesh Patel said,

    December 11, 2010 @ 3:44 PM

    કવિવર શ્રી નાથાલાલ દવેની આ અમૃતા કવિતા, તેને ઝીલનાર આદરણીય સુશ્રી પ્રજ્ઞાનજુબેન
    અને તેમના પ્રતિભાવંત પ્રતિભાવોથી શોભી ઉઠતું બ્લોગ જગત, આ બધું મનન
    કરતાં ,તેમના નામ માટે આદર થયા વગર કેમ રહે? “પ્રજ્ઞા”‘..તેમાં આલોક પરલોકના વાસ્તવિક
    દર્શન શબ્દ જગતથી. સાદર જયયોગેશ્વર.
    રમેશ પટેલ(આકાશદીપ)

  23. sudhir patel said,

    December 11, 2010 @ 11:41 PM

    ભાવનગરના કવિ શ્રી નાથાલાલ દવેના ખૂબ માર્મિક અને યાદગાર ગીતને અહીં યાદ કરવા બદલ પ્રજ્ઞાબેનનો આભાર અને અભિનંદન! એમના પ્રતિભાવો પણ કાયમ રસપ્રદ અને માહિતીપ્રદ હોય છે!
    સુધીર પટેલ.

  24. muni mehta-Baroda said,

    December 13, 2010 @ 12:28 AM

    do not have Guj. font yet!
    What a moving experience! Like my sister Saryu
    said-this was not avery well read poem of Mama! many others we know by heart!)
    Pragnaben has done a great service!!
    muni

  25. Raju M. Thakkar said,

    December 13, 2010 @ 3:44 AM

    Indeed the poem leads to inner understanding. When one learns from the wheel of Life, one can contribute and remain peaceful even in the midst of hectic activities.

    Nice. Please do share such master piece.

    Raju M. Thakkar
    09426514146

  26. Ila Mehta said,

    December 13, 2010 @ 9:17 AM

    Congretulation to Pragnajuben

    Ila Mehta

  27. શૈલેશ જાની said,

    April 3, 2014 @ 12:34 AM

    માનનીય શ્રી,

    હું એક કાવ્ય ની પંક્તિઓ શોધી રહ્યો છું “કન્યા ખરે છે ધન પારકા નું , તેને વળાવી પતિ ઘેર આજે, પિતા થયો છે ઋણ મુક્ત આજે ,,,,,,,,, ” શું આ કવિતા પંક્તિઓ કવિ શ્રી નાથાલાલ દવે ની છે ? એમની નો હોય તો કોની છે તે જરૂર જણાવશો ,,,,,,,,,, આભાર સહ

    શૈલેશ જાની

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment