મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.
- વિવેક મનહર ટેલર

ગઝલ – કેતન કાનપરિયા

અશ્રુ જેવાં ફૂલ ખીલે આંખની આ ડાળ પર
થાક ખાવા રોજ બેસે પાંપણોની પાળ પર

બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી
ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર

કોઈ પૂછે ભૂલથી ગીતો લખો છો પ્રેમના ?
જિંદગી આખી લખી દઉં પ્રેમ જેવા આળ પર

આભમાં પંખીડું ઘાયલ તીર ને ભાલા વિના,
તીર જેવી મેશ આંજીને તું બેઠી માળ પર

યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર

– કેતન કાનપરિયા

ગઈકાલે જ ઓળઘોળ થઈ જવાનું મન થાય એવો ‘પાંપણની પાળ પર’નો શેર માણ્યો ત્યાં આજે ફરી એકવાર પાંપણની પાળ જડી ગઈ… લ્યો ! હવે અહીં બેસીને થાક ખાઓ અને માણો ચૂકવી ન પોસાય એવી મજાની ગઝલ…

21 Comments »

  1. 'ISHQ'PALANPURI said,

    April 25, 2009 @ 1:23 AM

    અભિનંદન! શુભેચ્છાઓ!! કેતનભાઈ,વાહ! સરસ ગઝલ છે,કેતનભાઈ ગીત પણ સરસ લખે છે ક્યારેક ગીત પણ મૂકશો તો ગમશે-‘ઈશ્ક’પાલનપુરી

  2. પ્રણવ said,

    April 25, 2009 @ 1:28 AM

    મજાનુ સંધાન….ગઈકાલ ની ગઝલ માણી નથી ( થાક્યા નથી) ત્યાં તો તમે ફરી આગિયા ની જેમ ઝબક્યા, નવી ગઝલ લાવીને!!!! ( કે “પૂજક” નો આગિયો દિવસે ઓલવાઈ જાય છે એટલે ????)…સવાર સવાર મા લયસ્તરો પર આવતા જ મજા આવી જાય છે!!

  3. Hemant said,

    April 25, 2009 @ 1:44 AM

    દર્દને નજાકતથી વણીને રચેલી અદભૂત ગઝલ….
    એકેએક શે’ર લાજવાબ…

  4. pragnaju said,

    April 25, 2009 @ 3:30 AM

    નજાકત માવજત
    ગઝલના આશેર ખૂબ ગમ્યા
    અશ્રુ જેવાં ફૂલ ખીલે આંખની આ ડાળ પર
    થાક ખાવા રોજ બેસે પાંપણોની પાળ પર

    બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી
    ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર

    જ્યારે પાંપણોની પાળ તુટી, દરિયો પણ ખુટ્યો હતો. હવાના નાજુક ઝોંકે જ જમીન પર વિખેરાઈ ગયો હું મારી જીંદગીમાં કંઇક એટલીવાર તુટ્યો હતો. તેથી જ કદાચ શ્વાસ લેતાં ગભરાય છે

  5. Vijay Shah said,

    April 25, 2009 @ 5:27 AM

    સુપર્બ…

    યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
    જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર

  6. neha purohit said,

    April 25, 2009 @ 7:00 AM

    શરુઆત જ કેટલી સરસ! ઉર્મિગીતની ગઝલ કહેવાનું મન થઈ જા છે. એક બે શેરને સારા કહેવાથી બાકીનાં શેરને અન્યાય થશે….superb!

  7. Gaurang Thaker said,

    April 25, 2009 @ 8:26 AM

    વાહ સરસ ગઝલ મઝા આવી…

  8. sudhir patel said,

    April 25, 2009 @ 11:20 AM

    ખૂબ જ સુંદર નાજુક અને નવીન કલ્પનોથી સભર ગઝલ માણી!
    સુધીર પટેલ.

  9. Lata Hirani said,

    April 25, 2009 @ 12:07 PM

    બાગમાં બેઠી તું સાંજે તો નમી ગઈ ડાળખી
    ને સવારે દોડ્યું ઝાકળ પાંદડના ઢાળ પર

    અરે વાહ્… કમાલ થઇ ગઇ…

  10. ઊર્મિ said,

    April 25, 2009 @ 12:09 PM

    ખૂબ જ મજાની ગઝલ…

    કોઈ પૂછે ભૂલથી ગીતો લખો છો પ્રેમના ?
    જિંદગી આખી લખી દઉં પ્રેમ જેવા આળ પર

    યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
    જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર

    આ બે અશઆર જરા વધુ ગમી ગયા.

  11. sapana said,

    April 25, 2009 @ 3:39 PM

    યાદ તારી એમ કૂદે બેસું જો લખવા ગઝલ
    જેમ કૂદે માછલી જળમાં પડેલી જાળ પર

    સુંદર ભાવના!આમજ થાય ત્યારેજ ગઝલ લખાય.
    સપના

  12. Vijay Bhatt ( Los Angeles) said,

    April 25, 2009 @ 4:59 PM

    ખૂબ જ સુંદર !

    બીજો અનિલ જોશી અથવા માધવ તૈયાર્……

  13. urvashi parekh said,

    April 25, 2009 @ 8:37 PM

    શરુઆત ના બન્ને શેર ઘણાજ સરસ છે.
    અશ્રુ ની ફૂલ સાથે સરખામણી અને તે પાંપણ પર થાક ખાવા બેસે..
    સરસ અભીવ્યક્તી…

  14. Kavita Maurya said,

    April 26, 2009 @ 1:36 AM

    સુંદર ગઝલ !

  15. Pinki said,

    April 26, 2009 @ 5:54 AM

    અનોખાં કલ્પનો…

    માળ જાણે ડાળ પર હોય એવી નજાકત …!!

  16. maunish said,

    April 27, 2009 @ 4:49 PM

    વાહ કહેવ પદે! સાચે જ સુન્દર અભિવ્યક્તિ!!!!!

    મજા પદિ ગઈ!!!!!

  17. bosamiya bhumir said,

    October 13, 2011 @ 2:35 AM

    તમરિ ગજલ અમોને ગમિ,તમારો વિદ્યાથિ.બિજિ ગજલ ક્યારે આપો?

  18. bosamiya bhumir said,

    October 17, 2011 @ 11:18 AM

    “દર્શક્”-અમો ચિયે દર્શક કિનરે બેસનારા;અહિ સાહસ કરે સૌ કોઇ પ્રેમ સાગર ને પાર જવા,રહિયો માત્ર તફાવત એકજ કિસ્મતનો;અહિ કોન તરિ જવાનુ અને કોન દુબિ જવાનુ…અમો. રહ ચે કિસ્મત કેરા દિવસોનિ યાદો કે,આ સફરમા સૌ કોઇને મલિ જસે અન્ગત તે સહારો.પ્રેમ એક સાહસ તે યદિ જરે ચે આપનિ,ગિન્દગિ એક સાહસ કે યરિ રહે ચે કયમિ…અમો. હા ચિયે મુસફિર જિન્દગિ ને માણનારા કાયમિ,કે રહિયો માત્ર શેશ ઇશારો એજ રે
    આપનો..અમો.
    બિ.કે.બોસ્.

  19. bhumir (b.k.bos) said,

    July 1, 2012 @ 5:44 AM

    મારા સ્વ્પનનિ હકિકત નો આધાર જિન્દગિ,
    તુ આવતો બનિ જાય મધુર કલમે સાર જિન્દગિ.

    કેએ મલિ જસે અન્ગત દિલ થિ તે પ્યાર જિન્દગિ,
    વિતિ જસે દિવસો આમજ તે પ્યાર જિન્દગિ.

  20. dhruvin said,

    September 30, 2012 @ 4:12 AM

    વાહ જિજુ તમે ગઝલ્ માસ્તર ચો . તમારિ ગઝલ્ બહુ સરસ ચે.

  21. manoj parmar said,

    October 6, 2012 @ 12:30 AM

    ખુબ જ સરસ રચના છે કેતન સર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment