ગઝલ – મૂળશંકર ‘પૂજક’
શહેરમાં વરસાદ વરસ્યો રાતભર,
તોય લત્તો એક તરસ્યો રાતભર
ખળભળી ગઈ પાળ પાંપણની જરી,
ઓરડો આખોયે પલળ્યો રાતભર
ભર બજારે ભીડમાં કચરાઈ ને,
ઘેર ઘાયલ જીવ કણસ્યો રાતભર
જ્યાં હતો સાંજે, સવારે ત્યાં જ છે,
પગ ન જાણે ક્યાંક લપસ્યો રાતભર
નામ સરનામું નહીં યજમાનનું
ને મુસાફર વ્યર્થ રખડ્યો રાતભર
ગાઢ અંધારૂ અને ‘પૂજક’ હતા,
આગિયો એકાદ ઝબક્યો રાતભર.
– મૂળશંકર ‘પૂજક’
આંખનો ઓરડો રાતભર પલળે અને પાંપણની પાળ જરા ખળભળે એ એક જ કલ્પન પર આખેઆખો દિવાન આપી દેવાનું મન થઈ જાય એમ છે…!!!
Pinki said,
April 24, 2009 @ 1:47 AM
વાહ્…….. ક્યા બાત હૈ !!
લો હવે તો ગઝલ આ યાદ રાતભર !!
pragnaju said,
April 24, 2009 @ 1:49 AM
ખળભળી ગઈ પાળ પાંપણની જરી,
ઓરડો આખોયે પલળ્યો રાતભર
સુંદર અભિવ્યક્તી
રાતભર રોયા કર્યુ છે મન મુકી,
ઓસર્યો ડૂમો, શમેલી ભીંત છે.
ઠોકતો ખીલા જ જાણે છાતીમાં,
ઘાવ ખાલીના ખમેલી ભીંત છે.
KIRANKUMAR CHAUHAN said,
April 24, 2009 @ 8:27 AM
નમૂનેદાર ગઝલ.
pradip sheth said,
April 24, 2009 @ 9:47 AM
સરસ્……રચના…
સ્સ્વાસમાં ગુંથવો હતો સહવાસ આખી રાતનો ,
જખ્મ બરછટ સ્પર્શના દુજ્યા કર્યા’તા રાતભર.
ઉંઘરેટી આંખ લઇને સ્વપ્નમાં જાગ્યાકરો,
લાગણી અથડાય કોરી પાપણોમાં રાતભર.
કોઇના પણ આવવાની આશ ક્યાં બાકી હતી
તે છતાં સંભળાય પગરવ સાવ ધીમા રાતભર
Priyjan said,
April 24, 2009 @ 11:54 AM
Wonderful ghazal………..
છેક અંદર સુધી આડક ગઈ !!!!
“જ્યાં હતો સાંજે, સવારે ત્યાં જ છે,
પગ ન જાણે ક્યાંક લપસ્યો રાતભર”
બહુ સરસ શેર છે……
sapana said,
April 24, 2009 @ 2:39 PM
કોઇના પણ આવવાની આશ ક્યાં બાકી હતી
તે છતાં સંભળાય પગરવ સાવ ધીમા રાતભર
મન તડપયુ ,પલળ્યુ કોઈની યાદમાં,
તારા આવવાના રસ્તાની ધૂળ મહેંકી રાતભર.
સપના
ઊર્મિ said,
April 25, 2009 @ 12:07 PM
વાહ… ક્યા ગઝલ હૈ…!
Vijay Bhatt ( Los Angeles) said,
April 25, 2009 @ 4:56 PM
સરસ ગઝલ્!!!
Ashish Trivedi said,
July 15, 2011 @ 8:37 AM
MY GRAND FATHER WRITE A NICE GAZAL… THANKS VERY MUCH TO ALL. 🙂