હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.
શીતલ જોશી

ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

ઈન્દુલાલ ગાંધીની આ રચના સીધેસીધી મારી મિત્ર એસ.વી.ના બ્લોગ –પ્રભાતનાં પુષ્પો પરથી એની રજા લીધા વિના અહીં રજૂ કરી છે. એસ.વી.નો વણકહ્યો આભાર.
કવિ, નાટ્યકાર અને વાર્તાકાર ઈન્દુલાલ (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) ના ગીતો હ્રદયના તાર સાથે એવું તાદાત્મ્ય સાધી લે છે કે એનો ગણગણાટ સહેજે જ હોઠે ચડી જાય. કાવ્યસંગ્રહો : ‘ઇંધણાં’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’.

11 Comments »

  1. SV said,

    February 16, 2006 @ 1:12 PM

    Dear friend, you don’t have to take permission. 🙂 Am glad more people will be able to read and enjoy the classic.

  2. Mital Juthani said,

    February 16, 2006 @ 4:00 PM

    aaj geet asha bhonsle ane praful dave na awaaj ma judi judi rite gawayelu chhe. pan jetli vaar saambhadiye, vanchiye, tyaare MAA na apaar prem no parcho madya vina rehato nathi…saache j Amrut bharelu antar ane sagar jewdu sat!!!

    khoob khoob abhar.
    Mital

  3. radhika said,

    February 17, 2006 @ 7:59 AM

    વિવેકભાઈ

    આભાર

  4. ધવલ said,

    February 17, 2006 @ 11:46 PM

    ‘આંધળી માનો કાગળ’ ના અનુસંધાનમાં ‘દેખતા દીકરાનો જવાબ’ કાવ્ય પણ ઈન્દુલાલ
    ગાંધીએ જ લખેલું – એ માણો, સિધ્ધાર્થના
    બ્લોગ પર
    .

  5. વિવેક said,

    February 18, 2006 @ 12:40 AM

    પ્રિય ધવલ અને સિદ્ધાર્થભાઈ,

    ઘણો આભાર. આંધળી માનો કાગળ તો જાણીતો હતો જ. દીકરાનો જવાબ પહેલી વાર જ વાંચ્યો. ખરે જ, જીવનની કોઈપણ બાબતના બીજા પાસાને જોવાનું ચૂકી જવાય તો ક્યારેક મા પણ પેટના જણ્યાંને અન્યાય કરી શકે છે!

  6. radhika said,

    February 18, 2006 @ 12:53 AM

    પ્રિય ધવલભાઈ, વીવેકભાઈ અને સિદ્ધાર્થભાઈ,

    દેખતા દીકરાની મનોવ્યથા દ્વારા ઈન્દુલાલા ગાંધીની આ રચના રજુ કરવા બદલ આભાર

  7. Siddharth said,

    February 21, 2006 @ 6:52 PM

    ધવલભાઈ,

    વાંચકમિત્રોને ‘દેખતા દીકરાનો જવાબ’તરફ દિશા ચિંધવા માટે ઘણૉ જ આભાર.

    સિદ્ધાર્થ શાહ

  8. લયસ્તરો » યાદગાર ગીતો :૭: મેંદી તે વાવી માળવે – ઇન્દુલાલ ગાંધી said,

    December 8, 2009 @ 1:25 AM

    […] યાદગાર ગીત શોધવું હોય તો પહેલી નજર ‘આંધળી માનો કાગળ‘ પર પડે.પણ લોકગીતની કક્ષાએ […]

  9. ઈન્દુલાલ ગાંધી, Indulal Gandhi « ગુજરાતી પ્રતિભા પરિચય said,

    June 11, 2011 @ 12:05 PM

    […] […]

  10. yash said,

    January 2, 2012 @ 10:58 AM

    મને આ કાવ્ય ના પ્રશ્નોના ઉતર મળી શકશે ?

  11. HATIM THATHIA said,

    May 19, 2012 @ 3:06 AM

    today after more than half century ANDHALI MANO KAAGAL of Indulal Gandhi remains evergreen. but the reply of son does not appeal that much. anyway one of the best RACHANA in Gujarati Sahitya -if I do not make mistake there is one more of Indulal Gandhi;s Rachana BADAR MA DHUE LUGDA BHANI IS IT?????

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment