મેં તો વિદાયનો જ અનુભવ સદા કર્યો,
ખોલી બતાવ્યું આભ જનારા વિહંગમે.
– રઘુવીર ચૌધરી

કંઈક તો થાતું હશે… – રમેશ પારેખ

સ્પર્શ દઈ

પાણી વહી જાતું હશે

ત્યારે કંઈક

આ પત્થરોને કંઈક તો થાતું હશે…

રમેશ પારેખ

( ધવલનાં સહજ આમંત્રણને સ્વીકારી લયસ્તરોની યાત્રામાં આજથી પદાર્પણ કરી રહ્યો છું. ધવલ અમેરિકામાં અને હું ભારતમાં. એના શબ્દોમાં આ બ્લોગ હવે અંતર્રાષ્ટ્રીય જ નહીં, અંતરખંડીય (Not only international, but transcontinental) બની રહ્યો છે. રમેશ પારેખનાં એક સાવ જ નાનાં ઊર્મિકાવ્ય સાથે શરૂઆત કરૂં છું. મારા વાંચનનું આપ સૌ સાથે તાદાત્મ્ય સાધવાની મારી અને ધવલની આ સહિયારી કોશિશ પણ આપના સ્નેહને પાત્ર ઠરે એવી અંતરેચ્છા.

– વિવેક ટેલર ( શબ્દો છે શ્વાસ મારાં )

8 Comments »

  1. Jayshree said,

    July 12, 2006 @ 3:51 AM

    ‘લયસ્તરો’ પર આ તમારી પ્રથમ પોસ્ટ ઘણી જ સરસ છે. એક જ પંક્તિમાં કેવો ઉંડો ભાવ છે… ભલે લાગે કે પત્થર પર પાણી વહી જાય, અને પ્ત્થર કોરો ને કોરો… પરંતુ પાણી ના સ્પર્શના અનુભવથી પત્થર ને કંઇક તો થાતું જ હશે… અને એટલે જ તો સતત પડતી પાણીની ધાર એક પત્થરનો આકાર બદલી શકે છે.

  2. jignesh said,

    July 13, 2006 @ 8:45 AM

    બે અજાણ્યા હદય જયારે ભેગા થયા,
    મૌન માં થી વારતાલાપ નો જન્મ થયો,
    અક્ષર વગર ના શબ્દ નુ સરજન થયુ,
    બે જણ વચ્ચે પરિચય થયો,
    પ્રેમ એવી ઓળખાણ થઇ.

    I am trying write in gujarati.

  3. nikhil said,

    May 21, 2007 @ 11:55 AM

    mr. viveki am highly impress by ur work. actually u serve for gujarati sahitya. and i am looking for R.P. and u r fantastic. salute for u.

  4. લયસ્તરો » અનુભૂતિ - એષા દાદાવાલા said,

    February 8, 2008 @ 12:55 AM

    […] એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું? […]

  5. nupur said,

    November 13, 2009 @ 6:54 AM

    its absolutely fantbulous.

  6. kanchankumari parmar said,

    November 15, 2009 @ 5:00 AM

    મહાવદેવ થઈ પ્રગ ટિયા તમારા સ્પ્રશ થિ…..

  7. K. N. Sheth said,

    February 9, 2016 @ 8:23 AM

    વિવેક ટેલર દ્વારા રમેશ પારેખ, સુન્દર સન્યોગ.

  8. PALASH SHAH said,

    April 12, 2020 @ 5:40 AM

    સાવ જ નાનાં ઊર્મિકાવ્ય માં ર. પા. ઘણું બધુ કહી જાય છે ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment