પાણી પાણી જ હોય છે એ છતાં, પાણી પાણીમાં છે ફરક કેવો ?
માપસરનું મળત તો વૃક્ષ બનત, કાષ્ઠ કોહી ઊઠ્યાં જળાશયમાં.
વિવેક ટેલર

બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી

જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજા પર
સૂનમૂન એક ફૂલ તરે.

– વાડીલાલ ડગલી

ડૉકટર હોવા છતાં બાળકોના વોર્ડમાં જતા હું જરા ખચકાઉં છું. એમના મા-બાપની આંખમાં આંખ નાખીને જોતા હજુ ય મને કચવાટ થાય છે. જીંદગીમાં એક જ વાત મારા પોતાના દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવો પડેલો – એ ત્રણ દિવસ આટલા વર્ષો પછી પણ આંખ સામેથી ખસતા નથી. આ કાવ્યમાં કવિ માંદા બાળકના ઓશીકે બેઠેલી માતાનું જીવંત ચિત્ર ખડુ કરી દે છે. એક એક શબ્દ કવિએ કેટલો જોખીને વાપર્યો છે એ જોવા જેવું છે. અને આખી પરિસ્થિતિનો ચોટદાર નીચોડ કવિ છેલ્લી બે પંક્તિમા કરી દે છે.

8 Comments »

 1. Meena Chheda said,

  November 24, 2008 @ 11:15 pm

  મિત્ર ધવલ,

  હૃદય સ્પર્શી અછાંદસ… સાથે પરિચય કરાવવા બદલ આભાર

  માંદા બાળકના ઓશીકે બેઠેલી માતા અને ચપટીક ઊંઘ
  સ્પષ્ટ દૃશ્યમાન ..

  મીના છેડા

 2. Jina said,

  November 25, 2008 @ 2:11 am

  આંખો ભીની થઈ ગઈ ધવલ…

 3. pragnaju said,

  November 25, 2008 @ 10:08 am

  કૂણા શ્વાસોચ્છવાસ સાંભળતા
  વિહ્વળ કાનને ઝોકું આવે
  શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
  જનેતા જરા ડોક લંબાવે.
  વાડીલાલને સ્રી સહજ વાતની આ અનુભૂતિ માટે ધન્યવાદ્
  કદાચ એટલે જ
  -” જો પુરૂષ માંદા બાળક માટે કાર્ય પરથી છુટ્ટી લે તો તેને બરતરફ કરાય,
  પણ એ જ કારણ-સર સ્ત્રીને બરતરફ ન કરાય;”

 4. P Shah said,

  November 26, 2008 @ 6:11 am

  એક માતાની લાગણીઓ સચોટ રીતે વ્યક્ત થઈ છે.

 5. varsha tanna said,

  November 26, 2008 @ 10:33 am

  માતાની લાગણીનુ મીઠુ વાવાઝોડા ની હદ્ય સ્પર્શેી કવિતા

 6. shriya said,

  November 26, 2008 @ 4:52 pm

  સંશય, અજંપો, ભીતિ, થાક
  ચપટીક ઊંઘમાં ઓગળે.

  કવિ વાડીલાલ ડગલી એ માંદા બાળકના મા-બાપનું સરસ સચોટ વર્ણન કર્યું છે!

 7. Vijay Shah said,

  November 27, 2008 @ 2:43 am

  સંશય, અજંપો, ભીતિ, થાક
  ચપટીક ઊંઘમાં ઓગળે.
  ગાંડા દરિયાનાં મોજા પર
  સૂનમૂન એક ફૂલ તરે.

  કેટલુ બોલકુ ચિત્રણ…
  આભાર
  ધવલ અને વાડીલાલ ભાઈ

 8. વિવેક said,

  November 27, 2008 @ 8:09 am

  ગાંડા દરિયાનાં મોજા પર
  સૂનમૂન એક ફૂલ તરે.
  – બધા જ શબ્દો સાચવીને વાંચવા જેવા છે. જાણે સાવ ખાલી ખાટ્લાના ઊંચાનીચા ખૂણાની વાત કરી કવિ બાળકની કાચી ઉંમર અને બિમારીને લીધે કૃશ થયેલું શરીર બંનેનો અર્થગંભીર નિર્દેશ કરે છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment