વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

(કેમ ? ) – પ્રીતમ લખલાણી

ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે
માટલાંને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !

-પ્રીતમ લખલાણી

કાશ માણસને ટકોરા મારીને ચકાસી શકાતો હોત ! અને કાશ દરેક માણસ હાથમાંથી ‘છૂટી’ જાય તો ય ન ટૂટવાની ગેરેન્ટી સાથે આવતો હોત ! … પણ એવું તો હોત તો આ બધી કવિતાઓ કોણ લખત 🙂 🙂

13 Comments »

 1. pragnaju said,

  June 2, 2008 @ 10:19 pm

  “કુંભાર પણ
  મૂછમાં હસતો હશે
  કે
  માટલાંને
  ટકોરા મારીને ચકાસતો તે પણ…”
  માણસ…જ છે ને!
  કુંભારને પણ લય અને આકારનું ભાન હોય છે,નહીંતો માટલાં,અને સુરાહીમાં ભેદ રાખી ન શકે.માટીનો પ્રકાર,પાણીની માત્રા,એની મેળવણીથી લઈ ગોળ ફરતા ચાક પર વણાંક અને ગોળાકારની ભૂમિતી અને ભઠ્ઠીની ગરમીનું વિ.નું વારસાગત જ્ઞાન અને વિજ્ઞાન,આપણને સુડોળ અને સમઘાટ વાળી ગાગર આપે છે અને દાખલો બેસાડે છે કે તેવું જ્ઞાન હોય તો માણસનું પણ સુંદર ટકાઉ સર્જન થાય છે

  આ માટલાં ફુટે તેવા નથી.પણ કદાચ ઘાટ ઘડાય તેવા ય નથી! પાકા ઘડા ખરાને!

 2. Jayshree said,

  June 2, 2008 @ 10:49 pm

  ધવલભાઇ,
  આ તમારી short note ઘણી ગમી… 🙂

 3. Shailesh J Patel said,

  June 2, 2008 @ 11:03 pm

  સુન્દર કવિતા છે …..

  કુંભાર અને માટલા ની વાત …….

  ઇશ્વર અને માણસ ની જ વાત છે…..

 4. વિવેક said,

  June 3, 2008 @ 1:09 am

  કયા કુંભારની અહીં વાત છે?! – આટલું વિચારીએ એ પહેલાં જ કાવ્યમાં ઊંડાણ વર્તાવા માંડે છે.,… આ પ્રશ્ન વિચારીએ ત્યારે ઊંડાણ બેવડાતું લાગે છે…

  અદભુત કાવ્ય…

 5. કુણાલ said,

  June 3, 2008 @ 1:34 am

  સાચે જ ખુબ જ સુંદર … વિલક્ષણ દ્રષ્ટીથી મેળવેલ દર્શનની વાત …

  અને ધવલભાઈની વાત પણ એટલી જ સાચી … !!

 6. jayesh upadhyaya said,

  June 3, 2008 @ 4:06 am

  એક શબ્દ…… અફલાતુન્

 7. RAZIA MIRZA said,

  June 3, 2008 @ 5:13 am

  અરે,……..!કેટલી અદભુત રચના !અમેરીકા માં પણ માટલાં પર વિચાર?

 8. ચાંદસૂરજ said,

  June 3, 2008 @ 6:30 am

  આ કાવ્યના સંદર્ભના ઊંડાણમાં ઊતરી જઈએ તો મનકુંભાર પણ જાતજાતના અને ભાતભાતના ઘડૂલા ઘડવા વિચારને ચાકડે ચડી જાય છે.

 9. Babu said,

  June 3, 2008 @ 11:29 am

  કુંભાર અને મટલાંનુ આ કાવ્ય બહું જ સુંદર છે.

  ઘડનાર તો ઘડીને આપશે, એ તો વાપરનારના હાથમા છે, એ ક્યાં સુધી ટકશે.

 10. Pinki said,

  June 4, 2008 @ 4:12 am

  માટલાંને ટકોરા મારી ચકાસતો માણસ-

  અંતિમક્રિયા વખતે પણ માટલું ફોડવામાં આવે
  તો માટલું ‘મનુષ્ય’ અને
  નિર્વિવાદપણે ‘કુંભાર’ ઈશ્વર જ ….. !!

  ઈશ્વર જ જાણે……
  એના હાથે બનાવેલો માણસ ફૂટી કેમ જતો હશે ??!!!

 11. ઊર્મિ said,

  June 4, 2008 @ 9:45 pm

  એક કવિતા પ્રીતમભાઈની અને બીજી કવિતા ધવલભાઈની.. બંને લા-જ-વા-બ !!!!!

 12. kalpan said,

  June 5, 2008 @ 12:46 am

  ખુબ સરસ મજા આવે એવિ કવિતા……….

 13. Pravin Shah said,

  June 5, 2008 @ 11:58 am

  માણસને થાય છે કે આય મારા જેવો ફૂટલો તો નથી ને?
  તેથી તે માટલાંને ટકોરા મારીને ચકાસે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment