નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
ગની દહીંવાલા

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

ત્રણ શેરમાં વિરહ-ખાલીપણાના ત્રણ વિશ્વ માપી લેતી ગઝલ. આ ગઝલ વાંચતા જ ભગવતીકુમારનો ઉત્તમ શેર તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ / અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું (યાદદાસ્તને આધારે ટાંકેલો આ શેર, યાદ હોય તો સુધારશો.) તરત જ યાદ આવે. વિવેકે આગળ રજૂ કરેલી કબૂલ મને ગઝલ પણ સાથે જોશો.

9 Comments »

 1. Pinki said,

  May 12, 2008 @ 2:16 am

  ધવલભાઈ
  ખૂબ જ સરસ ગઝલ

  વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
  ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

  દિલમાં પડેલા ઘામાં લોહીની ટશરો ફૂટે
  ત્યારે જ કલમ હાથમાં પકડાય….ને
  છતાં શાહીની વેદના ના સમજાય તો
  વળી લોહીનો અજવાસ મોકલવાની વાત….. વાહ્…..!!

 2. RAZIA MIRZA said,

  May 12, 2008 @ 6:41 am

  વાહ! સુન્દર ગઝલ ,

  હું લખીશ કે……

  ‘મારી વફાદારી પર વિશ્વાસ નથી શું?

  અરે માગી તો જો, મારો છેલ્લો શ્વાસ મોકલું?’

 3. pragnaju said,

  May 12, 2008 @ 2:13 pm

  સુંદર ગઝલ
  તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
  રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.
  વા હ્
  પલક શાહની પંક્તીઓ યાદ આવી
  ભીના વરસાદ ની કોમળ બુંદ મોકલુ છુ
  આંખો તો ખોલ તને ઉજાસ મોકલુ છુ
  પીળા પડી ગયા છે પ્રતિક્ષા ના પાંદ્ડા
  અંતર થી ખોબો ભરી ને થોડી યાદ મોકલું છુ
  અને પ્રકાશ ઉપાધ્યાયનો સ્વર ગુંજ્યો
  તને ગમતી એવી ખબર મોકલું,
  તને ગમતી એવી ખબર મોકલું,
  કે આંસુ ભરેલી નજર મોક્લું !
  તને જેનાં પડઘાં સતત સાંપડે,
  તને મારો એવો સ્વર મોક્લું!
  તને ઘરનો સત્કાર ઓછો પડે
  તો આખુંય મારું નગર મોકલું !
  તું પોતે જ મંઝિલ બને તો તને
  અધૂરી રહેલી સફર મોકલું !
  મિલનની તો ‘નીરસ’ નથી શક્યતા,
  હું કાગળમાં કેવળ ખબર મોકલું ?

 4. વિવેક said,

  May 13, 2008 @ 2:22 am

  વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
  ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.
  -સુંદર વાત…

 5. ઊર્મિ said,

  May 13, 2008 @ 9:19 am

  તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
  રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

  ખૂબ જ સુંદર ગઝલ… પણ ૩ જ શેરની હશે?

  “ત્રણ શેરમાં વિરહ-ખાલીપણાના ત્રણ વિશ્વ માપી લેતી ગઝલ.”……. એકદમ સાચી વાત કરી ધવલભાઈ…!

 6. Saloni Patel said,

  May 13, 2008 @ 11:54 am

  બહુ જ સરસ ગઝલ છે. બહુ જ ગમી .

 7. Daksha said,

  May 15, 2008 @ 9:13 pm

  બહુ સરસ, ખુબ ગમઇ

 8. Rina said,

  August 12, 2012 @ 9:15 am

  came across 3 more sher…

  ભીંતો જ માત્ર ભીંતો અને આ સમયની કેદ
  વીતેલી પળેપળનો હું સહવાસ મોકલું.

  આ શહેરમાં તું નીકળે જે સ્થાન પર હું ત્યાં
  મારું વજૂદ તારી આસપાસ મોકલું.

  આંખોના રસ્તે આવવું જ હોય જો ‘હનીફ’
  પાંપણના દ્વાર પણ ખુલાફટ્ટાસ મોકલું .

 9. Dhaval said,

  August 12, 2012 @ 9:43 am

  આભાર … રીના !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment