કબૂલ મને – હનીફ સાહિલ
કોઈ પણ હો ડગર કબૂલ મને,
એની સાથે સફર કબૂલ મને.
એક એનો વિચાર, એનું સ્મરણ
સાંજ હો કે સહર કબૂલ મને.
કોઈ પણ સ્થાન તને મળવાનું
કોઈ પણ હો પ્રહર કબૂલ મને.
તારી ખુશ્બૂ લઈને આવે જે
એ પવનની લહર કબૂલ મને.
જે નશાનો ન હો ઉતાર કોઈ
એ નશીલી નજર કબૂલ મને.
ખૂબ જીવ્યો છું રોશનીમાં હું
આ તિમિરતમ કબર કબૂલ મને.
જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ પ્રલંબિત સફર કબૂલ મને.
-હનીફ સાહિલ
નખશિખ પ્રણયોર્મિભરી આ ગઝલ ‘કબૂલ મને’ જેવી રદીફના કારણે વાંચતાની સાથે આપણી પોતાની લાગે છે (જે પ્રેમમાં પડ્યા છે એ લોકોને જ, હં!). બધા જ શેર પ્રેમની ઉત્કટ અને બળકટ લાગણીઓ ગઝલના પરંપરાગત સ્વરૂપમાં લઈને આવ્યા છે પરંતુ આખરી બે શેર સાવ મારા હૃદયને અડોઅડ થઈ ગયા. કવિ કઈ કબરની વાત કરે છે? પ્રેમભરી જિંદગીને રોશની કહીને કવિ મર્યા બાદ અંધારી કબરમાં સૂવાની વાત કરે છે કે પછી દુનિયાદારીને રોશનીની ઉપમા આપી ખુદ પ્રેમને જ અંધારી કબર કહે છે? રોશનીનો અંત હોય છે, કબરમાંના અંધારાનો અંત હોય ખરો? કબરના અ-સીમ અનંત અંધારામાં સૂવું એટલે તિમિરના સનાતનત્વનો કાયમી અંગીકાર. એક એવું વિશ્વ જે ભલે પ્રકાશહીન હોય, કાયમ તમારું થઈને તમારી પાસે જ રહેવાનું છે, જેને કોઈ છીનવી શકવાનું નથી. આજ રીતે આખરી શેરમાં કવિ કઈ અનાદિ અનંત પ્રલંબિત સફરની વાત કરે છે? પ્રેમના તગઝ્ઝુલથી રંગાયેલી આ ગઝલનો આખરી શેર પ્રણયની ભાવનાને જ ઉજાગર કરે છે કે જીવનની ફિલસૂફીથી છલકાઈ રહ્યો છે? કે પછી પ્રેમ એ જ જીવનની ખરી ફિલસૂફી છે? શેરને આખેઆખો ખોલી ન દેતાં થોડો ગોપિત રાખીને કવિ ગઝલનું કાવ્યત્વ જે રીતે ઊઘાડે છે એ આ ગઝલનો સાચો પ્રાણ નથી?
pragnaju said,
January 31, 2008 @ 10:56 AM
સુંદર ગઝલ
વધુ સુંદર રસ દર્શન.
એકે એક પ્રણયની ભાવનાને ઉજાગર કરતા શેર
આ પંક્તીઓ વધુ ગમી
ખૂબ જીવ્યો છું રોશનીમાં હું
આ તિમિરતમ કબર કબૂલ મને.
કૈલાશ અને ગની યાદ આવ્યાં…
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.
સહેજ અમથી આંખ ભીની થઈ હશે એ તો કબૂલ
સત્યને દફનાવવાની વાત છે, સંસાર છે ચાલ્યા કરે!
Harshad Jangla said,
February 1, 2008 @ 12:41 AM
વિવેકભાઈ
સુંદર ગઝલ, એથીય સુંદર રસદર્શન.
પ્રેમના તગઝ્ઝુલથી….. નવો શબ્દ છે, અર્થ કહેશો પ્લીઝ?
-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ
વિવેક said,
February 1, 2008 @ 12:46 AM
તગઝ્ઝુલ એટલે ગઝલનો રંગ… ગઝલનું ભાવવિશ્વ…
Harshad Jangla said,
February 1, 2008 @ 1:26 AM
આભાર વિવેકભાઈ
જાન્યઆરી ૩૧ ૨૦૦૮
સુનીલ શાહ said,
February 1, 2008 @ 1:44 AM
વિવેકભાઈ…સરસ ગઝલ અને તેનો સુંદર રસાસ્વાદ.
Lata Hirani said,
February 1, 2008 @ 2:25 AM
જે રણકાવે હૃદયને
એ ગઝલ કબુલ મને..
આમીન….
Dilip Patel said,
February 1, 2008 @ 3:58 AM
વિવેકભાઈ, આપે આ ગઝલના પ્રેમલ રઁગીન કાવ્યત્વના સઁગીન રસાસ્વાદ દ્વારા એને સવિશેષ આસ્વાદ્ય બનાવી છે.
પળનો પ્રસઁગ વેલેન્ટાઈન સઁગ
તો શિશિર કે સમર કબૂલ મને
હનીફી ગઝલ ને વિવેકી કલમ
તો અક્ષરની જે અસર કબૂલ મને
neetakotecha said,
February 1, 2008 @ 7:29 AM
તારી ખુશ્બૂ લઈને આવે જે
એ પવનની લહર કબૂલ મને.
બસ બધે બાજુ તુ જ તુ
ખુબ સુંદર
ભાવના શુક્લ said,
February 1, 2008 @ 10:40 AM
પ્રણયોર્મીથી છલકતી આખી ગઝલ પ્રણયપણેજ માણી પણ છેલ્લો શેર તો અંદરથી હચમચાવી ગયો. ફિલોસોફી પણ એક જગ્યાએ જઈ મળતી હશે નહીતો નહીતો કઈક આખરી શેર સમ અંતહીન અને કહેવાતી ઘેલછાને જ સાચી મુડી અને સાચો રાહ સમજીને ચાલવાની આ સફર આટલી બધી આસાન ન રહેત. નશામાજ કેટલી મજલ કાપી નાખીએ અને માપ કે થાક કશુ નહી!!! (વાત તો દરેક પ્રેમમા પડનારનીજ છે.)
Natver Mehta said,
February 1, 2008 @ 12:05 PM
આપે જો તું વિષ વિરહનું મને
લાવ, એ પણ છે કબૂલ મને.
પ્રેમમાં બધ્ધું જ કબૂલ કબૂલ.. કબૂલ….. કબૂલ……….કબૂલ!!!!!!
Dilipkumar K. Bhatt said,
February 1, 2008 @ 12:33 PM
કેવુ મજાનુ કબુલાત્નામુ ! ળગન વખતે તો કબુલ કર્યુ હતુ પણ આતો પરણેલા કે અન્ય પણ પ્રેમ્મા કબુલ કરે તે વાત દાદ માગી લ્યે તેવી નથી શુ ? અભિનન્દન્
Rajendra Trivedi, M.D. said,
February 1, 2008 @ 12:35 PM
જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ પ્રલંબિત સફર કબૂલ મને.
બસ બધે બાજુ તુ જ તુ
ખુબ સુંદર
Gaurav said,
February 1, 2008 @ 2:00 PM
VAAH…..
ડૉ. મહેશ રાવલ said,
February 1, 2008 @ 2:25 PM
સુંદર ગઝલ+સુંદર વિવેચન=બધું જ સુંદર
અભિનંદન !
Vijay Shah said,
February 1, 2008 @ 3:56 PM
જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ પ્રલંબિત સફર કબૂલ મને.
સુંદર ગઝલ!
Mayank Mehta said,
February 1, 2008 @ 11:52 PM
Beautiful Ghazal.Mind blowing.
કોઈ પણ હો ડગર કબૂલ મને,
એની સાથે સફર કબૂલ મને.
What a touching wording of above line… Feel it deeply with cose eye.
Keep it up.
Anita Patel said,
February 2, 2008 @ 12:06 AM
What a great feelings you keep in your poem……..Really its great…….Every things are acceptable in true love
Kalpana Patel said,
February 2, 2008 @ 8:09 AM
hi
nice one. Though i am not on orkut still i read ur poem. really wounder full MR.Vivek.
Chiman Patel "CHAMAN" said,
February 2, 2008 @ 11:03 AM
અતિ સુંદર! અતિ સુંદર!! અતિ સુંદર!!!
આ ગઝલ વાંચી મારી એક ગઝલ મોકલવાનું મન થઈ આવે છે.
મોકલી આપું વિવેકભાઈ?
“ચમન”
manvantpatel@aol.com said,
February 2, 2008 @ 12:40 PM
અરે ભૈલા ! ક્યાઁ ક્યાઁથી શોધી લાવો છો આવુઁ બધુઁ ?
તારી ખુશ્બૂ લઇને આવે જે ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
એ પવનની લહર કબૂલ મને ! વાહ કવિરત્નો !!!!
dilip gandhi said,
February 4, 2008 @ 7:37 AM
સુપેર્બ કેીપ ઇત ઉપ્
Hardik said,
February 5, 2008 @ 1:46 AM
એવું થાય છે કે આ ગઝલને ફરી ફરી વાંચ્યા જ કરું..
અનંત વાર. જેટલી વાર વાંચુ છું એટલી વાર નવી કલ્પના, નવો ભાવાર્થ સમજાય છે..!
“We walked together down the path that leads I know not where. It matters not, for we, Together, will abide whatever fate Has planned for us. Forever.” Ferventlove
Read this one today only..! What a coincidence!
Pinki said,
February 5, 2008 @ 6:21 AM
જે નશાનો ન હો ઉતાર કોઈ
એ નશીલી નજર કબૂલ મને.
શબ્દે શબ્દે પ્રેમની અભિવ્યક્તિ…..
પણ આ શેરને ,
બસ નજર ના લાગે કોઈની ….. ?!!
Pinki said,
February 5, 2008 @ 6:29 AM
જેનો આદિ ન અંત હોય ‘હનીફ’
એ પ્રલંબિત સફર કબૂલ મને.
વિવેકભાઈ, પ્રણયની સફરની જ વાત નથી લાગતી ?
આમ પણ પ્રણયની સફરમાં જે મજા તે તો મંઝિલ પામવામાં ક્યાં ?!!
love-marriage કર્યા હોય એને જ પૂછો
આ પ્રલંબિત સફરની કહાની ?!!
ashit said,
February 6, 2008 @ 1:28 PM
ખૂબ જીવ્યો છું રોશનીમાં હું
આ તિમિરતમ કબર કબૂલ મને.
પ્રતિક ચૌધરી said,
August 31, 2008 @ 4:22 AM
“તુ નખશિખ છે શાયર હનીફ્;
તારી હર વાત કબુલ મને”
-પ્રતિક ચૌધરી
પ્રતિક ચૌધરી said,
August 31, 2008 @ 4:53 AM
હનીફ સા’બ ની એક ગઝલ…..
શબ્દ કોઈ તું મનમાં ધારી જો,
નામ એનું હશે વિચારી જો.
જયાં પ્રવેશું હું ગલીમાં એની,
ઊઘડે એની બંધ બારી જો.
તે ધર્યો જામ સામે સાકી! ને
લે,ચડી હાથમાં ધ્રુજારી જો.
પડઘા પડશે બધી દિશાઓમાં
એમનું નામ તો પુકારી જો.
એમનો સહેજ થયો સ્પર્શ અને
રોમરોમે બજે સિતારી જો.
હું ય મજબૂર છું હનીફ અને
એમને પણ હશે ખુમારી જો.
હમણાં પહોળી થશે “હનીફ” કબર
પગને હળવેકથી પ્રસારી જો.
મન્સૂરી તાહા said,
September 1, 2008 @ 12:45 AM
ખુબ જ સારા ગઝલકારની ખુબ જ સારી ગઝલનું
ખુબ જ સારા વિવેચક દ્વારા ખુબ જ સારું રસદર્શન.
yashesh vora said,
April 9, 2014 @ 10:52 AM
હ્રુદય સ્પર્શિ !