સાહેબ તેરા સાઈ! – દાન વાઘેલા
સાહેબ તેરા સાઈ!
માલા બિચ બના ધાગાઃ જ્યમ ફૂલ મેં સુગંધ સમાઈ!
. ૦ સાહેબ તેરા સાઈ…!
જ્ઞાન-ધ્યાન મેં ખુદ અલગારી!
હૃદયસ્થિત હરપલ હિતકારી!
કાગજ કલમ બિન કર લેતા વો ઢાઈ અક્ષર કી કમાઈ!
. ૦ સાહેબ તેરા સાઈ…!
પલ પ્રવાહ જબ ‘દાન’ કો ડારે;
નાભિસ્થંભ રહે મૂલાધારે!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ!
. ૦ સાહેબ તેરા સાઈ…!
– દાન વાઘેલા
ભક્તિમાર્ગના ગીતો પ્રારંભથી જ ગુજરાતી કવિતાનો મુખ્યસ્તંભ રહ્યો છે. વળી, હરિભક્તિની વાતો કરવા કાજ આપણા કવિઓએ ઘણીવાર ખડી બોલી, વ્રજ, તથા હિન્દીનેય ખપમાં લીધી છે. હેતુ તો એક જ છે, હૈયાની આરત ગાવાનો… પછી ભાષાના વાઘાંને શું કરવા? કવિ દાન વાઘેલાની આ રચના પણ આ ખજાનામાં ઉમેરો કરે છે. પ્રથમ બંધ સામાન્ય થયો છે, પણ મુખડું અને બીજો બંધ બાજી મારી જાય છે.


વ્રજેશ said,
October 25, 2025 @ 10:53 AM
વાહ… દાનભાઈ
Mayank Oza said,
October 25, 2025 @ 11:24 AM
વાહ . . 🌹🙏🌹
Jigisha Desai said,
October 25, 2025 @ 1:52 PM
Khubsaras
Pravin Shah said,
October 25, 2025 @ 2:25 PM
Saras ! Khooob saras !
લલિત ત્રિવેદી said,
October 25, 2025 @ 2:43 PM
વાહ વાહ, કવિ
Pinki Pathak said,
October 25, 2025 @ 9:33 PM
વાહ… આતમવાણી એટલે ગહન વાણી !! બે-ત્રણ વાર વાંચ્યું તોયે મન ભરાયું નહીં.
માલા બિચ બના ધાગાઃ જ્યમ ફૂલ મેં સુગંધ સમાઈ!
પરમ તત્ત્વના નિરાકાર સ્વરૂપની વાત … અને એકાકાર રાખવાની અને/અથવા થવાની વાત ઈશ્વર જોડે !!
કાગજ કલમ બિન કર લેતા વો ઢાઈ અક્ષર કી કમાઈ!
પ્રેમ સ્વરૂપ નિરાકારની વાત !!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ !
રામ અને કેવટ યાદ આવે અને એટલી જ ઉત્તમ પંક્તિ !!
નાભિ સ્થંભ સમજાયું નથી જો કોઈ પ્રકાશ પાડી શકે તો આભાર 🙏🏻
આવું એકાદ કાવ્ય વાંચી લો તો એ દિવસે ધ્યાન કરો નહીં તો પણ ચાલે 🙏🏻
જયેશ ભટ્ said,
October 26, 2025 @ 4:27 AM
માર્મિક કાવ્ય
Kishor Ahya said,
October 26, 2025 @ 11:33 PM
પલ પ્રવાહ જબ ‘દાન’ કો ડારે;
નાભિસ્થંભ રહે મૂલાધારે!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ!
. ૦ સાહેબ તેરા સાઈ…!
ઈશ્વર પ્રાપ્તિ માટેના ઘણા માર્ગો છે જે પૈકી એક માર્ગ યોગ સાધના દ્વારા ઈશ્વર પ્રાપ્તિનો છે.યોગ સાધનામાં શરીરમાં રહેલા અદ્રશ્ય ચક્રો ગતિમાન કરવાની વાત છે. શ્વાસની ગતિ આવન જાવન ફેફસાથી લંબાવી નાભિ સુધી લઈ જવાથી આ અદ્રશ્ય ચક્રો ખુલે છે, આમાંનું એક મહત્વનું ચક્ર મૂલાધાર ચક્ર માનવામાં આવે છે, જેનું જોડાણ નાભિ કેન્દ્ર સાથે થઈ જવાથી પ્રાણતત્વ લલાટ તરફ ગતિ કરે છે ત્યારે ત્રીજી આંખ ખુલે છે ,મનુષ્યને આત્મબોધ થાય છે. કવિ શ્રી દાને આધ્યાત્મિક જગતમાં નાભિના મહત્વને ધ્યાને લઇને નાભિ સ્તંભ જેવો શબ્દ પ્રયોગ યોજ્યો લાગે છે. કવિ કહે છે પલ પ્રવાહ એટલેકે સમાજ કે દુનિયાદારીથી આવતી મુશ્કેલીઓ તેમને ડરાવે છેં ત્યારે નાભિકેન્દ્ર મૂલાધારે હોય છે ( એટલેકે આવો કોઈ ડર તેમને રહેતો નથી)
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ..
અહીં કવિ જલ શબ્દને તલ સાથે જોડે છે, જે રીતે ગીતનો ભાવ છે તે જોતા કવિ શરીર ને જલ અને પ્રાણને તલ કહે છે મનુષ્યનું શરીર પાંચ તત્વમાંથી બનેલ છે જેમનો મોટો હિસ્સોજળ છે, આમ જળમાં તલ એટલેકે પ્રાણરૂપી હોળી વગર ભાડે ચાલ્યા કરે છે. સંતો શરીરને ભાડા વગરનું ઘર કહે છે. અહીં ‘ ઉતરાઈ ‘ શબ્દ પ્રયોગ ખૂબ સરસ લાગે છે.
ખૂબ ગૂઢ ભાષામાં મજાના અર્થવાળું ગીત છે, અન્ય અર્થને પણ અવકાશ છે. સુ.શ્રી પિંકીબેન દ્વારા સરસ પ્રતિસાદ થયો છે. વિવેકભાઈને આવું સરસ ગીત પસંદ કરવામાટે ધન્યવાદ.
🌹🌹🌹🌹
Kishor Ahya said,
October 27, 2025 @ 8:17 AM
તા.કે.-અહીં બોલવામાં કેટલાક લોકો હોડીની જગ્યાએ ગામઠી શબ્દ હોળી વાપરે છે, પણ ખરો શબ્દ હોડી છે.
બીજું મૂલાધારના સંદર્ભમાં આ પંક્તિ હોય તેમ પણ લાગે છે , મૂલાધારને કારણે જલમાં તલની(પ્રાણ)નાવ ચાલે છે અને કોઈ ઉતરાઈ પણ નથી. પ્રાણ કે સૂક્ષ્મ શરીર , કદની દૃષ્ટિએ કશું ગણાય નહી, અદ્રશ્ય છે તેથી કવિએ કદાચ એને ‘તલ ‘ની ઉપમા આપી હોય તેમ બની શકે. આપણે વ્યવહારમાં અતિ સૂક્ષ્મ ને તલના દાણા સાથે સરખાવતા હોઈએ છીએ જેને સાંકેતિક અર્થ આપી શકાય.
વિવેક said,
October 27, 2025 @ 11:18 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…
ખાસ કરીને સવાલ ઊઠાવનાર સુશ્રી પિંકી પાઠક તથા પ્રત્યુત્તર પાઠવવા માટે શ્રી કિશોર આહ્યાનો સવિશેષ આભારી છું… નાભિસંભ અને મૂલાધારવાળી સમજૂતિ યથોચિત છે.
Kishor Ahya said,
October 27, 2025 @ 1:41 PM
આભાર વિવેકભાઈ, જલ પર તલ કી નાવ ચલાકે કુછ ના લે ઉતરાઈ નો એક અર્થ સરસ છે. શરીરમાં પ્રાણ એવી રીતે છે જેમ તલ જલ માં છે.(પાણીમાં તલ તરે છે જેથી તલ કી નાવ.)
વિવેક said,
October 27, 2025 @ 4:52 PM
@શ્રી કિશોર આહ્યા:
આદરણીય મિત્ર,
જલ પર તલ – આમાં તલનો આપે શો મતલબ કાઢ્યો છે?
Kishor Ahya said,
October 27, 2025 @ 7:48 PM
માનનીય શ્રી વિવેકભાઈ, .
બે ત્રણ જુદા અર્થો પછી ખરા અર્થ બાબત આપે પૂછેલ પ્રશ્ન પછી મને લાગ્યું કે આ પંક્તિનો હું જાણતો નથી તેવો કોઈ અલગજ અર્થ હશે!
મેં કંઈક આવો અર્થ મૂક્યો છે.
‘જલ પર તલ કી નાવ ચલાકે કુછ ના લે ઉતરાઈ ‘ આ પંક્તિ ઈશ્વરના સંબંધમાં છે, ઈશ્વરે મનુષ્યને જીવન આપ્યું છે તેના બદલામાં કંઈપણ માંગ નથી ( उतराई ) शरीरરૂપી જળમાં આત્મા, પાણી ઉપર તલની જેમ અલિપ્ત રહી, શરીર ને ધારણ કરી રહે છે અને જીવ ભોગ ભોગવે છે. આને માટે ‘નાવ ચલાકે’ શબ્દ પ્રયોજ્યો લાગે છે. આ જલ અને તલ એકદમ ગૂઢાર્થ અને વિવિધ અર્થ વાળા છે ,,,આ શબ્દોનો કોઈ સીધો અર્થ મળતો નથી.
દાન વાઘેલા said,
October 27, 2025 @ 10:12 PM
માન. શ્રી વિવેકભાઇ,
આપની આ વેબસાઇટ ઉપર મારાં ગીતને પ્રસ્તુત કરવા બદલ આભાર !
આપશ્રીને આ ગીત ‘કવિલોક’ જાન્યુઆરી ફેબ્રુઆરી – 2007 માંથી અથવા વર્ષ 2017ના મારા સાતમા કાવ્ય સંગ્રહ “આર્ષમય” માંથી મળ્યું હશે..’આર્ષમય”ની ઘણી રચનાઓ આધ્યાત્મિક સ્તર સાચવે છે. જેમાં જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત માન..શ્રી રઘુવીર ચૌધરીસાહેબની પ્રસ્તાવના છે.. બેત્રણ મિત્રોએ આજે મને આ વેબસાઇટ જોવાનો મેસેજ પણ કરેલ છે..
શ્રી પિન્કીબહેન પાઠક અને શ્રી કિશોર આહ્યા આ રચનામાં રસ દાખવીને ઘણા મર્મસ્થાનો સુધી પહોંચ્યાં છે. એમની જિજ્ઞાસાવૃતિ દાદને પાત્ર છે.. ગમ્યું. ધન્યવાદ.. શ્રી વિવેકભાઇએ શરૂઆતમાં પૂર્વ ભૂમિકામય ટિપ્પણી મૂકી છે એ પણ ખૂબ મહત્ત્વપૂર્ણ અને કાબિલે દાદ છે.. ફરીથી આભાર.
વિવેક said,
October 28, 2025 @ 10:54 AM
@શ્રી દાન વાઘેલા :
સાઇટ ઉપર આપનો ઉમળકો પ્રાપ્ત થયો એનો આનંદ…
આભાર
Pinki Pathak said,
October 30, 2025 @ 7:18 PM
કિશોરભાઈ, વિવેકભાઈ અને કવિ શ્રી દાનભાઈ વાઘેલાનો ખૂબ ખૂબ આભાર 🙏🏻