પગ ત્યજીને પગલાં ચાલી નીકળે,
માર્ગ પણ કેવા મવાલી નીકળે !
વિવેક મનહર ટેલર

વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) – સર્વેશ્વરદયાલ સક્સેના

દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.

દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.

દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.

દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.

6 Comments »

 1. વિવેક said,

  December 7, 2007 @ 2:42 am

  અરે ધવલ ! પ્રેમ અને દુઃખ બે સમાનાર્થી શબ્દો નથી?

  Jokes apart… સુંદર કાવ્ય…

 2. Pinki said,

  December 7, 2007 @ 7:32 am

  ‘દુઃખ’- ના બે કાવ્યો ખરેખર સુખની અનુભૂતિ કરાવી ગયા…..

  દુઃખ તો આપણને છોડવાનું જ નથી તો
  આપણે એને જ અપનાવી લઈએ …..?!!

  ક્યારેક સુખની અનુભૂતિ થઈ જાય એના સંગે !!!

 3. Pinki said,

  December 7, 2007 @ 7:37 am

  ગુજરાતી સાહિત્યની સાથે વિશ્વસાહિત્યની સફર કરાવવા માટે આભાર…
  પણ મૂળ રચનાને વાંચવાની લાલચ થઈ જાય છે
  જો દરેક કાવ્ય સાથે તેની મૂળ રચના મૂકી શકો તો
  વધુ સારું અથવા તો એનું English version …… વધુ સરળ રહે !!

 4. ભાવના શુક્લ said,

  December 7, 2007 @ 11:58 am

  દુઃખને સમજણ પુર્વક સ્વિકારીને સુખ તરિકે નિપજાવિ શકાય. જોકે આ બરાબર ના સમજાયુ કે દુ:ખ છે મારું
  હવા જેવું ગતિમાન
  એના બાહુમાં
  હું બધાને લપેટી લઉં છું.

  ??

 5. pragnajuvyas said,

  December 7, 2007 @ 4:51 pm

  સુંદર, તેમા
  “દુ:ખ છે મારું
  હવા જેવું ગતિમાન
  એના બાહુમાં
  હું બધાને લપેટી લઉં છું.
  દુ:ખ છે મારું
  અગ્નિ જેવું સમર્થ
  એની જ્વાળઓની સાથે
  હું અનંતમાં પહોંચું છું.”
  જાણે કે…
  દુ:ખોએ દાહ દીધો છે, ચિતા ખડકાવી ચિંતાની
  વિરહની આગ જોઇ જા કે એમાં કાંઇ ખામી છે
  સ્વીકાર્યું છે કારણ્
  હૃદયમાં પ્રણયની જે એક લાગણી છે
  ખબર છે મને કે દુ:ખોથી ભરી છે

 6. Sanjeet Shah said,

  December 9, 2007 @ 7:11 am

  અવિન મીલનની કલ્પના ગગનને, પછતાવાનો વારો છે.
  છતા ક્ષીતીજે મીલનની હુંફ એવો એક વરતારો છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment