રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
ભરત વિંઝુડા

રાત ચાલી ગઈ – અમીન આઝાદ

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ.

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.

જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.

તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.

– અમીન આઝાદ

આ વર્ષ સુરતના ગઝલગુરુ અમીન આઝાદની જન્મશતાબ્દિનું વર્ષ છે. અમીન આઝાદ સાઇકલની દુકાન ચલાવતા હતા પણ કહેવાય છે કે આ દુકાને ટાયર ઓછા અને શાયર વધુ જોવા મળતા, પંક્ચર ઓછાં અને શેર વધુ રિપેર થતા. મરીઝ, ગનીચાચા, રતિલાલ અનિલ જેવા ધુરંધર શાયરોના એ ગુરુ. મેઘાણી-ઘાયલ જેવા પણ એમની દુકાને જવામાં ગર્વ અનુભવતા.

એમની આ ગઝલમાં રાતના ચાલી જવાની અર્થચ્છાયાઓ એ કેટલી બખૂબી ઉપસાવી શક્યા છે !

8 Comments »

  1. Rina said,

    March 16, 2013 @ 9:33 AM

    હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
    હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.

    જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
    ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.
    Beautiful. …

  2. nehal said,

    March 16, 2013 @ 12:28 PM

    વિવેક , ગઝલગુરુ અમીન આઝાદની જન્મશતાબ્દિ વિશે માહિતી આપવા માટે હાર્દિક અભિનંદન અને આજના તારા જન્મદિવસની અનેક શુભેચ્છાઓ!

  3. sudhir patel said,

    March 16, 2013 @ 9:06 PM

    એક સીમાચિન્હ રૂપ મુસલસલ ગઝલ!
    સુધીર પટેલ.

  4. Pravin Shah said,

    March 17, 2013 @ 6:49 AM

    પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ….
    સુંદર રચના !

  5. M.D.Gandhi, U.S.A. said,

    March 18, 2013 @ 2:58 PM

    સુંદર ગઝલ છે.

  6. પંચમ શુક્લ said,

    March 20, 2013 @ 10:02 AM

    વાહ, મને ગમતી ગઝલ. સીમાચિન્હ રૂપ મુસલસલ ગઝલ!
    શાયરને એમની જન્મશતાબ્દીએ સ્મૃતિવંદના.

  7. ચેતન ચંદુલાલ ફ્રેમવાલા said,

    March 22, 2013 @ 5:35 AM

    દિ. ૧૭મી માર્ચનાં ગુજરાતી ગઝલકાર અમીન આઝાદની જન્મ શતાબ્દ્ધિ નિમિત્તે ધબકાર મુંબઈ દ્વારા ૪૮મી કાવ્ય ગોષ્ઠી , ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાન- ગ્રાંટ રોડ મુંબઈ ખાતે ગઝલકાર શૈલ પાલનપુરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ગોષ્ઠીમાં અમીન આઝાદનાં સુપુત્રી નઝમાબેન અમીન, સુપુત્ર અનીશભાઈ અમીન, પુત્રવધુ ઝુબેદાબેન, અમીનસાહેબનાં પૌત્ર અઝીઝ અમીન્, દોહિત્ર મુસ્તફાભાઈ, દોહિત્ર-વહુ નસીમબેન અને શુન્ય પાલનપુરીનાં સુપુત્ર જનાબ તસ્નીમભાઈ (બલોચ)પાલનપુરી તથા અમીન સાહેબનાં મિત્ર પુનમ શાયરી મહેફિલવાળા મણીભાઈ દંડે વિશેષ હાજરી આપી હતી. મરિઝ સાહેબનાં સુપુત્ર મોહસીનભાઈ વાસી એ અમીન સાહેબને શ્રદ્ધાંજલી અર્પતી, મરિઝ સાહેબની રચનાં કાવ્ય ગોષ્ઠી માટે મોકલી હતી.

  8. વિવેક said,

    March 23, 2013 @ 1:30 AM

    @ ચેતન ફ્રેમવાલા: આભાર, દોસ્ત…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment