અહીંથી ક્યાં ભાગીને જઈશું ? જ્યાં જઈશું ભાગેડુ થઈશું
મુક્તિની આશા પોકળ છે, (પણ) ચાલ, અહીંથી ભાગી છૂટીએ.
રિષભ મહેતા

એક જ દે ચિનગારી -હરિહર ભટ્ટ

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક  લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી  જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
                                   મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી  આભઅટારી
ના સળગી એક સગડી મારી,  વાત  વિપતની ભારી
                                  મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં   મુજ   કાયા   થથરે,   ખૂટી    ધીરજ   મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું,  માગું એક ચિનગારી
                                  મહાનલ… એક દે ચિનગારી…

-હરિહર ભટ્ટ

4 Comments »

 1. પ્રત્યાયન said,

  October 5, 2005 @ 4:25 am

  We use to sing this poem every day morning in school as a prayer. Wonderful poem. Harihar Bhatt was a very powerful poet of Gujarati but then a spiritual progress turned his poetry more like prayers..the same is true for Makarand Dave. This is one of my favourite poem.

  If we see the definition of literature as per Mahatma Gandhi….any article or poem is literature only if it contributes towards the society by giving soem possitive message.

  Depictoion of personal distortions and self emptiness through the medium of words is not literature.

 2. narmad said,

  October 9, 2005 @ 3:21 am

  A new way to look at this poem !

 3. Jujalkishor Vyas said,

  November 10, 2006 @ 11:09 am

  એક જ દે ચિનગારી કાવ્ય પરની કોમેન્ટ પર ટિપ્પણી…………જુગલકિશોર.
  કવિતા શું કે શું સાહિત્ય-સમગ્ર;કલાને કલા ખાતર જોવી કે જીવનના સંદર્ભે જોવી તે બહુ મોટા ઝઘડાનો વિષય રહ્યો છે.ગાંધીજીના આવ્યા પછી તો ખાસ આ બાબત ધ્યાનમાં લેવાઈ.
  આપણે એવું કહી શકીશું કે આપણાં મહાન સાહિત્યો અને બધી કલાઓ ફક્ત જીવનના સંદર્ભે જ જોવાયાં છે? જો એવું હોત તો આપણા મહાકવિઓ કાંઇ કરી જ ન શક્યાં હોત.સૌંદર્ય એ જીવનને,વાસ્તવની કડાકૂટમાંથી દૂર લઈ જઈને નવા પ્રદેશમાં લઈ જાય છે.આપણા સાહિત્યમાં દર્શાવાએલા નવે નવ,બલ્કે દસ રસો એકબીજાને એટલા બધા પડખોપડખ રહ્યા છે કે એકને જાણે બીજા વિના ન ચાલે! અરે,કરુણ અને શ્રુંગાર,કરુણ અને હાસ્ય પણ પડખોપડખ બેસતાં જોવા મળશે !
  આ બધા રસો જીવનનો જ એક ભાગ બલ્કે જાણે એના વડે જ જીવન જીવવા લાયક બને છે.સાહિત્યને ફક્ત ઉપદેશાત્મક જ રહેવા દેવાનું હોય તો તે સાહિત્ય રહેશે ખરું? ગાંધીજીની સાહિત્યની ઉપદેશાત્મકતાની વાતનો સંદર્ભ પણ જોવો જોઈએ.જોડણી વિષેના ગાંધીજીના વાક્યને મૂળ સંદર્ભથી છૂટું પાડવાને લીધે આપણાં બાળકો અને આપણી લાડલી ગુજરાતીને કેટલું નુકસાન થયું છે એ કોણ સમજાવી શકશે ? સાહિત્ય જો ફક્ત જીવનને ઉપયોગીતાની દ્રષ્ટિએ જ જોવા જઈશું તો કાલેલકરના ગદ્ય-કાવ્યોનું શું થશે?
  હાસ્ય, પછી ભલે તે હળવાશથી કરાએલી મઝાક હોય તો પણ અછુત બની જતું નથી.પ્રતિકાવ્યોનો આશય કોઈને ઉતારી પાડવાનો નથી હોતો.એને બધા જ સંદર્ભોથી મુક્ત રહીને માણવાની એક મઝા છે.ઉપર નર્મદ નામથી લખનારના કહેવા મુજબ એ પણ એક જુદી દ્રષ્ટિ છે.એનો નિર્ભેળ આનંદ એ જ સાહિત્યનું લક્ષ બની શકે,બનવું જોઈએ.
  ત્રીજી કોમેન્ટનો જવાબ એ છે કે મૂળ કાવ્યમાં સંબોધન મહાનલ,મહાઅગ્નિને છે.એ કરનાર એક ભક્તનેગણીએ.પ્રતિકાવ્યમાં મહાનલને સંબોધન કરનારને સંબોધીને કવિ કહે છે તેથી પ્રતિકાવ્યનું સંબોધન પણ મહાનરને જ હોય,મહાનલને નહીં.કવિએ એને મહાનર કહ્યો છે તે એક તો મહાનલ શબ્દ સાથે એને જોડવા; અને બીજું કદાચ કટાક્ષથી ! આજનો નર નાનીનાની બાબતે ભગવાન પાસે દોડી જાય તેને શું કહીશું ?! હે મહાનર,પુરુષાર્થ કર.મૂળ કવિને અગ્નિ જુદા અર્થમાં છે જ્યારે પ્રતિકાવ્યમાં કવિ આળસુ અને નસીબવાદીને ફટકારીને કહે છે, તારી પાસેનાં ઉપલબ્ધ ઉપકરણોથી કામ પાર પાડી લે !!
  આ જ અર્થમાં મેં કાવ્યની નીચે એને કવિએ ”પ્રત્યુત્તર કાવ્ય” કહ્યાની નોંધ મૂકી છે ! આભાર સહ….જુ.

 4. લયસ્તરો » યાચે શું ચિનગારી ? - ન. પ્રા. બુચ said,

  November 10, 2006 @ 6:43 pm

  […] સ્વ. હરિહર પ્રા.ભટ્ટના એક જ દે ચિનગારી નું પ્રતિકાવ્ય. કવિએ આને પ્રત્યુત્તર કાવ્ય કહ્યું છે!   […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment