નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.
– રવીન્દ્ર પારેખ

જલસા પડત – મધુસૂદન પટેલ ‘મધુ’

રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,
સહેજ એમાં મહેંક જેવું હોત તો જલસા પડત.

તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે,
તેં જો કીધું હોત કે ‘તું ગોત’ તો જલસા પડત.

જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી એ બધાંની જાણ છે,
હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.

દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,
જાણ કીધી હોત ને ઓ મોત, તો જલસા પડત.

થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.

– મધુસૂદન પટેલ ‘મધુ’

જલસા પડત જેવી રમતિયાળ રદીફને કવિએ કેવી બખૂબી નિભાવી છે. આખી ગઝલમાંથી એક પણ શેર નબળો ગણીને બાજુએ મૂકી શકાય એવો નથી… વાહ કવિ! જલસા પડી ગયા…

14 Comments »

  1. Rina said,

    January 17, 2013 @ 1:31 AM

    વાહ …..

  2. perpoto said,

    January 17, 2013 @ 3:21 AM

    જલસા પડી ગયાં…જિવતી ગઝલ..
    સત્યજીત રે – જલસાઘર- સાંભરી આવ્યું..

  3. Suresh Shah said,

    January 17, 2013 @ 3:22 AM

    જલસા કરવા જેવી વાત કહી.
    મોતની ગંભીરતા ને કેવી હળવાશ આપી!

    સુરેશ શાહ, સિંગાપોર

  4. vasant shah said,

    January 17, 2013 @ 5:19 AM

    EK DIVAS SAV ACHANAK
    BANDH THAIJASE DILNI AA GHADIYAL,
    HU YENE ” MOT” NAHI KAU,
    KAHISH ” JIV SHIV MILAN VELA “

  5. urvashi parekh. said,

    January 17, 2013 @ 6:02 AM

    સરસ રચના.
    દોસ્તોને અલવીદા કહી ન શક્યો તારા લીધે,
    જાણ કીધી હોત ને ઓ મોત, તો જલસા પડત.

  6. alp-jeev said,

    January 17, 2013 @ 6:20 AM

    મધુ ભાઈ ને કહેવુ

    શેર પર શેર લખે રાખ ને ભાઈ તુ તારે,

    જો તુ અત્ક્યો ના હોત્ત તો જલસા ………પદદત્.

  7. pragnaju said,

    January 17, 2013 @ 10:39 AM

    થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
    આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.
    જલસો પડી ગયો
    અજ્ઞ સહજ પ્રજ્ઞ સહજ. એ સહજ પણ પ્રાકૃત સહજ.
    આત્માનું જે ઐશ્વર્ય છે, તે સહજપણામાંથી પ્રગટ થાય
    ……………………………………… તો જલસા પડત.

  8. Devika Dhruva said,

    January 17, 2013 @ 11:01 AM

    વાહ્…હલકી ફુલકી રોટલી જેવી આ મિઠ્ઠી મિઠ્ઠી ગઝલ મળી..

  9. Maheshchandra Naik said,

    January 18, 2013 @ 12:01 AM

    જલસા કર ભાઈ, જલસા કર ભાઈ જલસા………………….
    કવિશ્રી સુરેશ દલાલની યાદ આવી ગઈ, જલસાના કવિઓમા જેમની ગણના થતી હતી,
    સરસ હસતી -ગમતી રમતી રચના………..

  10. kartika desai said,

    January 18, 2013 @ 12:34 AM

    હા!જલસા જ થૈ ગયા…
    આપ્નો દિવસ જલસામય પસાર થય અએ જ સુભાવ્ના.

  11. હેમંત પુણેકર said,

    January 18, 2013 @ 1:09 AM

    સરસ ગઝલ! બધાજ શેર સુંદર!

    એક આડવાત કરું. બીજા શેરમાં એક શબ્દ છે સ્રોત. લિપિને લીધે જે શબ્દોના ઉચ્ચારમાં ફરક પડી જતો હોય એવા શબ્દો પૈકીનો એક. મૂળ શબ્દ છે “સ્રોત = સ્ રો ત” પણ મોટેભાગે આ શબ્દ “સ્ત્રોત = સ્ત્ રો ત” એવો જ બોલાય અને લખાય છે. કારણ “સ્રોત” અને “સ્ત્રોત” લખો ત્યારે સરખા દેખાય છે. સ્રોત કરતાં વધુ વપરાતા શબ્દ “સ્તોત્ર” સાથેનું ધ્વનિસાધર્મ્ય પણ આ ફોનેટિક શિફ્ટ માટે જવાબદાર હોઈ શકે.

    એવું જ કંઈક ઘ અને ધ સાથે થયું છે. દેવનાગરીમાં “ધ” માં ઉપર એક મીંડું હતું – “ध”. આપણે ગુજરાતીમાં એ કાઢી નાખ્યું એનું આજે પરિણામ એ જોવા મળે છે કે “ધ” અને “ઘ” ની બેફામ અદલાબદલી થાય છે. મારો એક મિત્ર ઘણાં વર્ષો સુધી ઘૃણાને ધૃણા જ સમજતો હતો અને ઘણાં વર્ષો સુધી હું “ધરબવું” ને “ઘરબવું” સમજતો હતો. ઘસારો ધસારો થઈ જાય છે અને એવા તો કેટલાય શબ્દોના ઉચ્ચારને નુક્સાન થયું છે.

  12. વિવેક said,

    January 18, 2013 @ 2:11 AM

    @ હેમંત પુણેકર: આપે મને એક આશ્ચર્યનો આંચકો આપ્યો. ઘણા વરસો પહેલાં ધવલે મને નિંદ્રા નહીં, નિદ્રા આવે એ હકીકત જણાવીને આવો આંચકો આપ્યો હતો…

    હું પણ શરૂથી સ્ત્રોત (સ્ + ત્રો + ત) જ બોલતો આવ્યો છું. સાચા શબ્દની આજે જાણ થઈ. લિપિની સમાનતા જ આ ગેરસમજણનું કારણ જણાય છે.

    કવિલોક સામયિકમાં આ ગઝલમાં સ્રોત (સ્ + રો + ત) જ છાપવામાં આવ્યું છે, મેં જ મારી ગેરસમજણના કારણે ટાઇપભૂલ કરી છે…

  13. હેમંત પુણેકર said,

    January 19, 2013 @ 1:16 PM

    હું પણ ક્યાંય સુધી નિંદ્રા જ માનતો હતો. નિદ્રાનું નિંદ્રા થવાનું કારણ તો પેલી કુંભકર્ણના તપ વાળી વાર્તા જ છે. એણે તપ કર્યા બાદ બ્રહ્મદેવ પાસે ઈંદ્રાસન માગવું હતું પણ માતા સરસ્વતી એની જીભ પર બેસી ગયા ન ઈંદ્રાસનનું નિદ્રાસન થઈ ગયું. હવે આવી વાર્તા કહો એટલે ઈન્દ્રા જેવી જ નિન્દ્રા એમ જ મનમાં આવવાનું.

  14. sudhir patel said,

    January 19, 2013 @ 3:43 PM

    Enjoyed again this wonderful Gazal!
    Sudhir Patel.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment