જમાનાના ખાધેલ હૈયાને પૂછો, અમે શું ગુમાવ્યું ને શું મેળવ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી, ફક્ત એક નજર પર યુગોની કમાણી !
શૂન્ય પાલનપુરી

મૌનનો પડઘો : ૦૭ : બારીમાં ચાંદ – રિઓકાન

T-322

 

તક્ષક, લીધું
સઘળું પણ ભૂલ્યો
બારીમાં ચાંદ

– રિઓકાન

 

આ હાઈકુની પાછળ એક કથા છે:

એક રાત્રે રિઓકાનની મઢુલીમાં ચોર ઘૂસી આવ્યો. રિઓકાન ઊંધમાંથી ઉઠ્યા ત્યારે બિચારો મઢુલીમાંથી કશું ન મળવાને કારણે નાસીપાસ થઈને જવાની તૈયારીમાં હતો. રિઓકાને એને રોક્યો, ‘તું આટલે દૂરથી મારે ધરે આવ્યો છે. તને ખાલી હાથ ન જવા દેવાય. એમ કર, મારા કપડા મારા તરફથી ભેટ તરીકે લઈ જા.’ ચોર બાપડાની તો આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. એણે કપડા લીધા અને જલદીથી ભાગી છૂટ્યો. રિયોકાન નગ્ન શરીરે ખૂણે બેઠા બેઠા બારીમાંનો પૂર્ણ-ચંદ્ર જોતા ગણગણ્યા, ‘કાશ, હું એ બિચારાને આ ખૂબસૂરત ચાંદ આપી શકત.’

ઝેન એ સઘળું(everything) અને કશુંય નહીં(nothing) બન્નેને એક જ સરખા આનંદ સાથે માણવાની કળા છે.

5 Comments »

 1. DR PRIYANKA MEHTA said,

  December 8, 2012 @ 12:57 am

  ઝેન એ સઘળું(everything) અને કશુંય નહીં(nothing) બન્નેને એક જ સરખા આનંદ સાથે માણવાની કળા છે…સરસ વાત

 2. વિવેક said,

  December 8, 2012 @ 4:33 am

  હાઇકુ, કથા અને ટિપ્પણી ત્રણેય મજાના..

 3. perpoto said,

  December 8, 2012 @ 6:19 am

  આવો કવિ વારસામાં શું મુકી જતો હશે..
  My legacy
  what will it be?
  Flowers in spring,
  The cuckoo in summer,
  And the crimson maples
  of autumn

  Dewdrops On A Lotus Leaf Translated by John Stevens

 4. pragnaju said,

  December 8, 2012 @ 5:03 pm

  મઢૂલી ચોર
  રિયોકાન પવિત્ર
  અનાવરણે !
  આ કેવળ ચોરીની વાત નથી. તેમાં કેટલાક ગૂઢ સિદ્ધાન્તો સમાયેલાં છે. જે દરેક માનવી એ પોતાના જીવનમાં લેવા જેવા છે. ભગવાન બધે જ છે. તેમના માટે કશું પોતાનું કે પારકુ નથી

 5. ધવલ said,

  December 9, 2012 @ 12:01 pm

  સલામ પ્રગ્નાજુ, આ હાઈકુ બહુ ગમ્યુ. પોતાનુ અને પારકુ, દ્રશ્ય અને દ્રર્શક, હોવું અને ન હોવું – આ બધુ હટે તો પછી કંઈક ઉગે.

  @પરપોટો – Dewdrops On A Lotus Lea મંગાવ્યું છે. વાંચવાનો યોગ થશે ત્યારે એમાથી વધારે કાવ્યો લયસ્તરો પર મૂકીશ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment