પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ,
શોધ, ભાષા તું પ્રથમ શબ્દો વગરની.
રમેશ પારેખ

મૌનનો પડઘો : ૦૬: કુદરતી સર્જનશક્તિ – લાઓઝી

NM-CJ044Sb

ખીણનો આત્મા કદી ખૂટતો નથી.
આને કહે છે “તળહીન સ્ત્રી”.
તળહીન સ્ત્રીનો દરવાજો:
આને કહે છે “બ્રહ્માંડનું ઉદગમસ્થાન”.
રેશમી ! જાણે કે એનું અસ્તિત્વ છે.
એને વાપરવામાં, આરામથી.

– લાઓઝી

આ તે કવિતા કે કોયડો ?

ધ્યાનથી પસાર થઈએ તો પુરુષવાદી સમાજ વિરુદ્ધનો સૂર અહીં સંભળાય છે. કંફ્યુસિયસ, એરિસ્ટોટલ જેવાઓએ પુરુષને જ સૃષ્ટિનો આધાર ગણ્યો હતો એવા સમયે ઇસુના ત્રણસો વર્ષ પૂર્વે સ્ત્રીની કુદરતી સર્જનશક્તિને સલામ કરતી આવી કવિતા મળી આવે એ મોટી વાત છે. ખીણની ફળદ્રુપતા જે કદી ખૂટતી નથી અને જેની સમૃદ્ધિનું કોઈ તળિયું હાથ આવતું નથી એનો આકાર સ્ત્રીયોનિ જેવો છે જેને કવિ બ્રહ્માંડનાઅ ઉદગમસ્થાન સાથે સરખાવે છે. પણ કવિ ‘હેન્ડલ વીથ કેર’ જેવી ચેતવણી આપે છે. સ્ત્રીનું જાણે કે એનું અસ્તિત્વ જ ન હોય એવી રેશમી મુલાયમતાથી અને આરામથી ઉપયોગ અને ઉપભોગ કરો તો એનો આત્મા અખૂટ છે… એ આપતી જ રહેશે… આપતી જ રહેશે…

11 Comments »

 1. Ashok Vavadiya said,

  December 7, 2012 @ 6:56 am

  વાહ સુંદર અવલોકન રસભરી કવિતા…

  હું તો મધુર માણતો હતો વર્તમાનકાળ,
  ધીરે ધીરે નજદિક સરકતો રહ્યો ભવિષ્યકાળ..

  -અશોક વાવડીયા,《રોચક》♥

 2. Rina said,

  December 7, 2012 @ 8:00 am

  Great…..

 3. pragnaju said,

  December 7, 2012 @ 11:07 am

  આને કહે છે “બ્રહ્માંડનું ઉદગમસ્થાન”.
  રેશમી ! જાણે કે એનું અસ્તિત્વ છે.
  એને વાપરવામાં, આરામથી.
  અ દ ભૂ ત દ ર્શ ન જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.

 4. Darshana bhatt said,

  December 7, 2012 @ 4:58 pm

  આટ …..આટલી ગહ્ન અર્થ સભર દર્શ્નિકતા !!!
  ંમાત્ર થોડા શ્બ્દોમા બ્રહ્માન્ડ ના ઉદ્ગમની વાતમા નર્યુ રેશમ !!
  મન હ્રુદય આનન્દિત થૈ ગયા.
  આભાર ” લયસ્તરો”

 5. Pushpakant Talati said,

  December 8, 2012 @ 5:03 am

  Yes, – Pragnaju has reigtly said that – ” કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું…..” AND “….આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી…..” Really these type of understanding must be developed by all human beings.

  અ દ ભૂ ત IDEA indeed.
  This is very fantastic item that has been read today. – Pushpakant Talati

 6. perpoto said,

  December 8, 2012 @ 8:47 am

  કવિ કાન્ત જરા જુદી રીતે…..
  ફર્યો તારી સાથે પ્રિયતમ સખે સૌમ્ય વયનાં
  સહવારોને જોતો,વિકસિત થતાં શૈલ શિખરે

 7. perpoto said,

  December 8, 2012 @ 6:24 pm

  લાઓઝી તાઓ તે ચિન્ગ માટે જાણીતાં છે….આ કાવ્ય કદાચ એમનુ ન પણ હોય…

 8. વિવેક said,

  December 9, 2012 @ 12:00 am

  @ Perpoto:

  This one was taken from the same work….

 9. Rekha Sindhal said,

  December 9, 2012 @ 11:31 am

  અક્ષયપાત્ર જેવી જ ખૂબી.

 10. Dr.Mayuri Desai said,

  October 10, 2013 @ 9:17 am

  Awesome….sir….Really Really awesome….

 11. વિવેક said,

  October 11, 2013 @ 1:23 am

  @ ડૉ. મયૂરી:
  આભાર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment