વીજળી પેઠે સ્મરણ ગુલ થઈ શકે ના એટલે,
ઓરડો દુઃખનો કદી ના પામતો અંધારપટ.
વિવેક મનહર ટેલર

ઊગી જવાના -હર્ષ બ્રહ્મભટ્ટ

આજે માણો હર્ષ બ્રહ્મભટ્ટની આ ખૂમારીપૂર્ણ ગઝલ.

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.

ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.

ધખો તમતમારે ભલે સૂર્ય માફક,
સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના.

ચલો હાથ સોંપો, ડરો ન લગીરે,
તરી પણ જવાના ને તારી જવાના.

અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું,
અમે પંખી એકે ન ચૂકી જવાના !

6 Comments »

  1. Pravinbhai said,

    October 9, 2005 @ 11:01 AM

    “khumari” kharekhao aa kavyano praN chhe.bahuj saras kavya chhe.

    Shah Pravinchandra Kasturchand

  2. Jayshree said,

    July 15, 2006 @ 9:55 PM

    વાહ….

    શું વાત છે !! મઝા આવી ગઇ…

    આ ગઝલનું પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે.

    દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય.

    જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

  3. Suresh Jani said,

    July 16, 2006 @ 11:40 AM

    ખબર નહીં , આ જૂની ગઝલ કઇ રીતે આગળ આવી ગઇ , અને વંચાઇ ગઇ ?! હવે તો લયસ્તરો ભાગવત પારાયણ ની જેમ પહેલેથી છેલ્લે સુધી વાંચી જવું પડશે ! આ તો ખજાનો છે.
    હર્ષ બ્રહ્મભટ્ટ મારે માટે નવું નામ છે. આપણી ભૂમિમાં કેવા કેવા રત્નો પાક્યા છે? તેમનો પરિચય મળે તો આનંદ થશે.
    આવી ગઝલોને અંગ્રેજીમાં અનુવાદિત કરીને વિશ્વ સમક્ષ મૂકવાનું મન થાય છે.
    આવી જાઓ દુનિયાવાળા! અને જુઓ કે ગુજરાતીમાં કેવાં કેવાં રત્નો ભર્યા છે.

  4. Jayshree said,

    July 16, 2006 @ 2:47 PM

    આ લયસ્તરો એવો દરિયો છે, કે જેટલી વાર ડુબકી મારો, નવા મોતી મળે.

  5. DR.GURUDATT THAKKAR said,

    January 13, 2007 @ 10:12 AM

    આદર્નિય હર્શ્ભઇ નિ ખરેખ્અરિ ખુમારિ થિ ભરેલિ ગઝલ વાન્ચિ ને ખુબ જ હર્શ અને જુસ્સાનિ
    લાગણિ થૈ.

  6. KAPASI DINESH said,

    February 24, 2008 @ 3:28 AM

    ખુમારિભર્યુ કાવ્ય …મજા આવિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment