સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.
ભાવિન ગોપાણી

ઓનલાઈન ગુજરાતી શબ્દકોશ : ગુજરાતી લેક્સિકોન

ઘણા વખતથી વેબ ઉપર એક ગુજરાતી શબ્દકોશ હોય તો કેવુ સરસ એવી ઈચ્છા હતી. આજે શ્રી રતિલાલ ચંદરયાની વેબસાઈટથી આ સપનુ સાકાર થાય છે. ગુજરાતી લેક્સીકોન વેબસાઈટનું નામ ભલે અંગ્રેજી હોય પણ એ ઈંટરનેટ પર ગુજરાતી ભાષાની વૃધ્ધિમાં એક સિમાચિહ્ન બની રહેશે.

અહીં ગુજરાતીથી ગુજરાતી, ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી એમ ત્રણ પ્રકારના શબ્દકોશ ઉપરાંત વિરોધી શબ્દો, સમાનર્થી શબ્દો અને રુઢિપ્રયોગો પણ ઉપલબ્ધ છે. હું પોતે રતિલાલ ચંદરયા કે ચંદરયા ફાઉંડેશન વિષે વધારે જાણતો નથી. એમના આ કામ માટે ગુજરાતી ભાષા અને ગુજરાતીઓ તરફથી એમનો ખાસ આભાર.

સોનામા સુગંધ જેવી વધારાના આનંદની વાત એ છે કે આ વેબસાઈટ યુનિકોડનો ઉપયોગ કરીને બનાવેલી છે. ગુજરાતીનો ઈંટરનેટ પર પ્રસાર કરવો હોય તો યુનિકોડ અપનાવવું એ પાયાની જરૂરિયાત છે. ( આ બ્લોગ પણ આપ યુનિકોડમાં જ વાંચી રહ્યા છો.) યુનિકોડ વિષે વધારે ફરી કયારેક.

ફરીથી, આ સુંદર કામ કરવા માટે રતિલાલ ચંદરયા અને ચંદરયા ફાઉંડેશનને અભિનંદન.

10 Comments »

 1. પ્રત્યાયન said,

  September 30, 2005 @ 4:01 am

  You have provided very useful information.Thanks.I will add this link to my webpage too.

 2. Siddharth said,

  October 2, 2005 @ 9:06 am

  I checked this site. It is amazing. This kind of work requires tremendous efforts and people behind it certaily deserve commendation.

  Siddharth

 3. narmad said,

  October 2, 2005 @ 10:01 am

  Yes, Gujaratilexicon.com is a landmark work. It seems that the story behind the website and the man who created it is even more interesting and inspiring. Take a look at this blog entry.

 4. Kathiawadi said,

  October 2, 2005 @ 5:00 pm

  Great work, indeed. His dedication to Gujarati is remarkable.

 5. PRAFUL THAR said,

  April 7, 2009 @ 9:56 am

  શ્રી રતિલાલભાઇ ચંદરયા,
  લગભગ ત્રણ મહિના અગાઉ મેં મેલ કર્યો હતો કે જેમ અંગ્રજી ભાષામાંથી સીધે સીધું બીજી ભાષામાં ભાષાંતર થાય છે તેમ અંગ્રજીમાંથી ગુજરાતી અને ગુજરાતીમાંથી અંગ્રેજી થઇ જાય તેવું સોફ્ટવેર થઇ શકસે કે નહિ ?
  હું અહિંયા કાંદિવલીમાં જ રહું છું.
  લી.પ્રફુલ ઠાર

 6. PINTU said,

  February 26, 2010 @ 8:53 am

  GOODGUJARATI

 7. Akki said,

  August 4, 2010 @ 8:48 am

  એન્ગ્લિશ નુ ગુજરાતિ

 8. Akki said,

  August 4, 2010 @ 8:50 am

  અંગ્રજી ભાષામાંથી ગુજરાતીમાં

 9. Gujrati said,

  December 6, 2011 @ 2:27 pm

  જય સ્વમિનારાયણ
  http://www.gujratilexicon.com લિન્ક ખરેખર ખુબ જ ઉપયોગી છે અને ભવિષ્યની પેઢી માટે પણ તેટલી જ ઉપયોગી બની રહેશે.

  મને તો કવિતા યાદ આવી ગઇ.

  આ તો અજબ જેવી વાત છે….

 10. pravinKumar said,

  August 20, 2015 @ 10:20 pm

  pravinkatarat

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment