રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
કિરીટ ગોસ્વામી

ઝાકળબુંદ : ૭ : ઊર્મિચિત્રો – ઊર્મિ

ચલચિત્રની જેમ
ક્ષણે ક્ષણે
બદલાતી
મારી ઊર્મિનાં

ચિત્રો છે…
જેને મેં
માત્ર
મારા શબ્દોની
ફ્રેમમાં મઢ્યા છે…
એને કાંઈ
કાવ્યો થોડા કહેવાય?!!

– ‘ઊર્મિ’

અમેરિકા સ્થિત આ ‘સદ્યશબ્દેલ’ કવયિત્રીને ગુજરાતી નેટ-જગતના નિયમિત વાચકો ભાગ્યે જ નહીં જાણતા હોય. ‘ઊર્મિનો સાગર‘ નામે વેબસાઈટ હેઠળ એ પોતાની રચેલી અને પોતાને ગમેલી કવિતાઓના બે બ્લૉગ્સ ઉપરાંત સર્વપ્રથમ ઓનલાઈન ગુજરાતી પોએટ્રી વર્કશૉપ પણ ચલાવે છે. છંદના કુછંદે ચડ્યા પછી એમની રચનાઓમાં ઉત્તરોત્તર નિખાર આવી રહ્યો છે પણ આ અછાંદસ કવિતા મને ખૂબ જ ગમી ગઈ. કવિતાની વ્યાખ્યા કરતી ઘણી કવિતાઓ આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. પણ ‘નન્નો’ પરખાવીને રોકડી વાત કરતું આ લઘુકાવ્ય સિદ્ધહસ્ત કવિઓની પંગતમાં બેસી શકે એવું મજાનું અને અર્થસભર થયું છે…

14 Comments »

  1. Pinki said,

    October 7, 2007 @ 1:05 AM

    ઊર્મિ,

    આ ફ્રેમમાં મઢેલાં શબ્દોને ‘કાવ્ય’ જ કહેવાય……! !

    ખરુંને વિવેકભાઈ….!!

    અભિનંદન

  2. જયશ્રી said,

    October 7, 2007 @ 2:04 AM

    અરે વાહ દોસ્ત…..

    ઊર્મિની આ કવિતા એના બ્લોગ પર તો વાંચી જ છે, એ પણ એક સરસ મજાના ઊર્મિચિત્રની સાથે….
    પણ આજે એને અહીં લયસ્તરો પર જોઇને એક અજીબ ખુશી થાય છે…. !!

  3. vijay shah said,

    October 7, 2007 @ 6:49 AM

    સરસ અછાંદસ કવિતા છે.
    લયસ્તરો પર પહોઁચવુ એ એક સિધ્ધિ છે
    અભિનંદન્.

  4. pragnajuvyas said,

    October 7, 2007 @ 9:20 AM

    ઊર્મિ’નાકાવ્યો/ગઝલો:સમય,શબ્દો ભિંસાયા કરે,નહિંતર તો –,જાણવાનો ભરમ,સંબંધ વિનાનો ગાઢ સંબંધ,ચાલને, કવિતાનો ‘ક’ જરા ઘુંટીએ,ખીંટી સમ જડાયો છું.,કોણ માનશે?,મારા શબ્દોમાં રણકે છે તું,હાલને, જઇએ દેશમાં દોડી…,હું તો ન માંગુ!,તું છે સૂરમય,સાગર ભર્યો છે મારી ભીતર,પાયણાં (પત્થર),એક છોકરી,અમારે હવે બોલવું નથી…,હું ઊર્મિની એક કઠપૂતળી,એ શું હતું?
    કહેવાય નહીં,તો શું ફર્ક પડ્યો?,જ્યારે પુછ્યું તમે, કેમ છો?,પ્રેમ એટલે- (1-હાઇકુ, 1-મુક્તક, 1-કાવ્ય),એ પ્રેમ છે!,આ ક્ષણને માણો!,એ મન હતું!
    ભૂલી શકું તો – મારી પ્રથમ છાંદસ ગઝલ! સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?ઓ મેહુલીયા…
    લઘુકાવ્યો:પ્રેરણા,હજીયે અકબંધ છે!,નાનું સર્જન (4 લઘુકાવ્યો),વિશ્વામિત્ર સમ અચળ–,કૌતુક,દરિયા કિનારે ચાલતા ચાલતા,રણનેય નિચોવી શકું,હથેળીની એક રેખા,હિમ-ક્ષણો,ભવ્ય ઇમારત,નિખાલસ સાગર,વૈશાખનો વરસાદ,લે’રખી
    ઈચ્છા-મુક્તિ?,આજ્ઞાંકિત મન,ગલૂડીયાં,બુદ્ધિ અને લાગણી,ટહુકો,વ્હાલા પપ્પાને,શૂન્યતાની સુનામી,અણુ-પરમાણુ,વિષકન્યા
    મુક્તકો/શેર:પ્રેમનું ગણિત,સ્મરણોનું રણ,આત્મહત્યા,અસ્તિત્વ,ઊર્મિ મુક્તકો – ૧
    વિમુખતા,મૈત્રીની સગાઇ,થોડા શેર: તું અને હું…,ઊર્મિ મુક્તકો – ૨
    એક સ્વજન-દંપતિના લગ્નની ૨૫મી વર્ષગાંઠે…
    મુક્તક: વિવેક છે!
    કથાકાવ્યો:‘હવે બધું જ આવી ગયું!’,અપેક્ષિત પ્રેમ,અસ્તિત્વનાં ટુકડા ડાળખી
    મુક્તપંચિકા/હાઇકુ:મુક્તપંચિકા : પ્રથમ પ્રયાસ,મુક્તપંચિકા: મનની અટકળ
    હાઇકુ-૧,મુક્તપંચિકા: તાપીમાં આવેલા પુર ઉપર…,મુક્તપંચિકા: કન્હૈયો
    હાઇકુ – 2 : ફાગણ અને હોળીનાં રંગો,મુક્તપંચિકા: સમય,હાઈકુ: કુંવારી નદી–

    ન માણ્યા હોત અને ફ્ક્ત તેના નીરાલી બચાવ અભિયાનની -નિરાલીને શબ્દાંજલિ
    વિ. તથા – Help Save Nirali Bone-marrow Donation Drives in all BAPS temples of USA વામ્ચું હોત તો પણ આપણું મસ્તક નમી જાત…એક કારણ એ પણ હોય કે આવો અનુભવ થયો છે-હંમણા પણ છે.ત્યારે આંસુ સારવા એક ખભો મળ્યો હોય તેવું લાગે છે!
    આવી લાગણી વગર પણ મને આ ઉર્મિચિત્ર સહજ મારા અનુભવ જેવું-સર્વાંગ સુંદર અછાદસ કાવ્ય લાગે છે…

  5. ઊર્મિનો સાગર » ઊર્મિનો ભાર... લયસ્તરોને આભાર! said,

    October 7, 2007 @ 3:11 PM

    […] ઘણા દિવસથી વ્યસ્ત હોવાને કારણે મારાથી કોઇ જ બ્લોગની મુલાકાત લઈ શકાઈ ન્હોતી… આજે જ્યારે સાઇટ પર લોગ-ઈન કર્યું ત્યારે લયસ્તરો પર મૂકેલી લિંક મારા ડેશબોર્ડ પર દેખાઈ અને કૂતુહલવશ મેં ક્લિક કર્યું, તો એક સુખદ અચંબામાં ડૂબી ગઈ… લયસ્તરોની અમૂલ્ય દિવાલ પર આજે મારા ઊર્મિચિત્રો શોભી રહ્યા હતા…  અને જ્યારે અચંબામાં ડૂબકી મારીને હું બહાર આવી, તો આવું કંઇક મોતી હાથમાં આવ્યું… જેને તુરત અહીં શણગારી દીધું છે… મઠાર્યા વગર જ! […]

  6. Gaurav said,

    October 7, 2007 @ 3:12 PM

    good one.

  7. ઊર્મિ said,

    October 7, 2007 @ 3:15 PM

    હું આભાર કહું?
    કૈંક સાભાર કહું?
    નહીં, નહીં વ્હાલા મિત્ર…
    એવું આજે હું
    નહીં જ કહું!
    જા, નથી ઉતારવો
    મારે
    તારી આ
    ઊર્મિનો ભાર… 🙂

    http://urmisaagar.com/urmi/?p=522

  8. harnish jani said,

    October 7, 2007 @ 7:18 PM

    I have always enjoyed Urmiji’s poems– This is excellent-One day she will be on the top of the poetry world. Keep it up

  9. ધવલ said,

    October 7, 2007 @ 11:02 PM

    સહજ અને સજીવ… પોતીકું અને બળુકું… ઊર્મિથી છલકાતું ને પછી ઠાલું મલકાતું … કાવ્ય !

  10. જય said,

    October 9, 2007 @ 2:37 AM

    હાર્દિક અભિનંદન….તારા સુંદર કાવ્યોના માધ્યમ દ્વારા મારા ગુજરાતી કવિતા અને સંગીતના લુપ્ત થઈ જતાં પ્રેમને જીવતદાન મળ્યું… ગયાં ડિસેમ્બરની આસપાસ મને ખબર પડી ત્યારથી તારા સહિયારૂ સર્જન, જયશ્રીના ટહુકા પર અને ચેતનાના સૂર્-સરગમ દિવસમાં એક-બે વખત મુલાકાત તો અવશ્ય થાય જ છે.. અને ખાસ તો ઓફિસમાં કામ કરતાં કરતાં પણ સૂર, શબ્દ અને સંગીતને સથવારે રહી શકું છું..ઊર્મિનું જ બીજું એક કાવ્ય ‘એ શું હતું’ મારા ‘અંતરના તાર’માં પ્રકાશની રોશની ઝગમગવી ગઈ હતી તે આ પ્રમાણે: ઘણી વખત જીવન એક ઉખાણારુપ બની જાય છે અને વ્યક્તિગત લાગણીશીલતા પ્રમાણે ‘એ શું હતું’ નો જવાબ જુદો જુદો હોઈ શકે. હું માનું છું કે ‘ઊર્મિ નો સાગર’ ખાલી ન જ હોઈ શકે કારણકે જેમ ગહન ‘સાગર’ માં જાત જાતનાં અને ભાત ભાતના મોતીઓ છુપાયેલા છે, કુદરતની અદભુત કરામતો એમાં જોવાં મળે છે, જે આપણે જોઈ શકતાં નથી, તેમ ‘ઊર્મિ ના સાગર’માં સુંદર વિચારો રુપી કાવ્યસંગીતના ઉપહારો આવિર્ભાવ થયા છે અને એ એજ જોઈ શકે છે જે ‘એ શું છે’ એને સમજી શકે, માણી શકે, અને એનાં સ્પંદનોને આત્મસાત કરી શકે.

  11. chetu said,

    October 9, 2007 @ 4:22 AM

    ખુબ ખુબ અભિનઁદન ઉર્મેી..

  12. Bhavna Shukla said,

    October 9, 2007 @ 12:42 PM

    ઊર્મિબહેન્……..
    ભુલી રે પડી હુ તો લયસ્તરોના બાગમા,
    લાગ્યો મને સંગ કેરો છાટો
    કોણ લીલુ કોનો રંગ રાતો….રે આતો કોણ લીલુ કોનો રંગ રાતો…

  13. માનસી said,

    October 10, 2007 @ 2:33 PM

    આજે ઊર્મિ નો સાગર છલકાતા છલકાતા, લયસ્તરો મા આવી ચડ્યો.

    ખૂબજ આનંદ થયો.

    ઊર્મિ નો સાગર આખા Gujarati Blog જગત મા સદા ને માટે છલકાતો રહે એજ શુભકામના.

  14. ઊર્મિ said,

    October 16, 2007 @ 5:03 PM

    Thank you everyone!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment