જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
મુકુલ ચોકસી

મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુજીસ (અનુ. વિવેક મનહર ટેલર)

મકાનમાલિક, મકાનમાલિક,
મારા છાપરું ગળે છે.
તમને યાદ નથી મેં તમને એના વિશે કહ્યું હતું,
છેક ગયા અઠવાડિયે?

મકાનમાલિક, મકાનમાલિક,
આ પગથિયાં પણ તૂટી ગયાં છે.
આશ્ચર્યની વાત છે કે તમે જાતે જ્યારે ઉપર આવ્યા,
તમે પડી ન ગયા.

દસ રૂપિયા, તમે કહો છો કે મારે તમને આપવાના છે?
દસ રૂપિયા, તમે કહો છો કે બાકી છે?
ખેર, આ દસ રૂપિયા વધારાના છે છતાં પણ હું તમને આપીશ
જો તમે આ ઘરનું સમારકામ કરાવી દો.

શું ? તમે ઘર ખાલી કરાવવાનો હુક્મ લઈ આવશો ?
તમે મારી વીજળી કપાવી નાંખશો ?
મારું રાચરચીલું લઈને
શું તમે શેરીમાં ફેંકાવી દેશો ?
ઉહ-અંહ ! તમે બહુ મોટી વાત કરી રહ્યા છો.
બોલો, બોલો – તમારી વાત પૂરી કરો.
તમે એક શબ્દ પણ કહેવાને લાયક નહીં રહેશો
જો હું એક મુક્કો ફટકારીશ તો.

પોલિસ ! પોલિસ !
આવો અને આ માણસને પકડી લો !
એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે
અને ઉથલાવી દેવા માંગે છે !

પોલીસની સીટી !
રોનની ઘંટડી !!
ધરપકડ.

જિલ્લા મથક.
લોખંડી કોટડી.
છાપાંની હેડ-લાઇન્સ:

માણસે મકાનમાલિકને આપેલી ધમકી.

ભાડૂતને જામીન નહીં.

ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

– લેન્ગ્સ્ટન હ્યુજીસ
અનુ. વિવેક મનહર ટેલર

*

લોહી થીજી જાય એવી કવિતા !

અવાજ ચાર પણ દૃષ્ટિકોણ એક જ. ભાડૂઆતની સૌમ્ય રજૂઆત મકાનમાલિકની સખ્તી અને ધમકીના કારણે મુક્કો ઉગામવાની ધમકી સુધી પહોંચે છે. મકાનમાલિક ત્રણ-ત્રણ ધમકીઓ આપે છે એને પોતાનો જન્મસિદ્ધ અધિકાર ગણે છે અને ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવેર-રિએક્ટ કરી પોલિસને બોલાવે છે. પોલિસનો અવાજ ફક્ત સીટી પૂરતો છે પણ છે સાવ જ હૃદયહીન અને વિચારહીન. પોલોસની કામગીરી કવિએ એક-એક શબ્દોમાં જ આટોપી લઈને ઝડપ બતાવી છે. મૂળ અંગ્રેજીમાં આટલા પૂરતો જ કવિતામાં છંદ બદલાય છે જે પણ સૂચક છે. અને ચોથો અવાજ છે અખબારનો જેમાં પણ હબસી માટે કોઈ સહાનુભૂતિ નથી. ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક 1930-40ના સમયની આ કવિતા છે. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્ર અને એ રીતે પ્રવર્તમાન સમાજનો પણ આપણે સાંભળી શકીએ છીએ જ્યાં મકાન ખાલી કરાવવાની કે વીજળી કપાવી નાંખવાની કે સામાન શેરીમાં ફેંકાવી દેવાની ધમકીઓ બહેરા કાને પડે છે પણ મુક્કો મારવાની ધમકી ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે.

છેક છેલ્લી પંક્તિમાં હબસી શબ્દનો ઉલ્લેખ કરીને કવિ આપણને ધ્રુજાવી મૂકે છે.

13 Comments »

 1. મીના છેડા said,

  September 22, 2012 @ 1:08 am

  ખરેખર… લોહી થીજી જાય એવી કવિતા !

 2. વિવેક said,

  September 22, 2012 @ 2:54 am

  Landlord, landlord,
  My roof has sprung a leak.
  Don’t you ‘member I told you about it
  Way last week?

  Landlord, landlord,
  These steps is broken down.
  When you come up yourself
  It’s a wonder you don’t fall down.

  Ten Bucks you say I owe you?
  Ten Bucks you say is due?
  Well, that’s Ten Bucks more’n I’l pay you
  Till you flx this house up new.

  What? You gonna get eviction orders?
  You gonna cut off my heat?
  You gonna take my furniture and
  Throw it in the street?

  Um-huh! You talking high and mighty.
  Talk on-till you get through.
  You ain’t gonn a be able to say a word
  If I land my fist on you.

  Police! Police!
  Come and get this man!
  He’s trying to ruin the government
  And overturn the land!

  Copper’s whistle!
  Patrol bell!
  Arrest.

  Precinct Station.
  Iron cell.
  Headlines in press:

  MAN THREATENS LANDLORD

  TENANT HELD NO BAIL

  JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

 3. Amin Panaawala said,

  September 22, 2012 @ 3:21 am

  ગ જ બ્ કહવાઇ

 4. Bhavesh Shah said,

  September 22, 2012 @ 4:24 am

  દક્ષિણ આફ્રિકા ની ગુલામી પ્રથા ની તાદ્રશ્ય વિવરણ લાગ્યું… એક મુક્કા ને સરકાર ઉથલાવવાની વાત સાથે જોડવી એ અતિશયોક્તિ લાગે પણ તે સમયની એ વાસ્તવિકતા હતી….

 5. વિવેક said,

  September 22, 2012 @ 7:36 am

  @ ભાવેશ શાહ:
  આ કવિતા અમેરિકામાં ગુલામીપ્રથા સત્તાવાર રીતે નાબૂદ થઈ ગઈ એ પછીની, છે…ક 1930-40 વચ્ચેની છે

 6. perpoto said,

  September 22, 2012 @ 9:02 am

  જે દિવસે ઓ. જે. સિમ્પસનનો ચુકાદો આવ્યો ત્યારે,શ્વેત અશ્વેત વચ્ચે, ધરતીકંપ થાય અને જમીનમાં લાંબી તીરાડ પડે,તે નીહાળ્યું છે….

 7. ભૂપેન્દ્ર ગૌદાણા વડોદરા said,

  September 22, 2012 @ 9:14 am

  ભાડુત ઃ તમે એક શબ્દ પણ કહેવાને લાયક નહીં રહેશો ,જો હું એક મુક્કો ફટકારીશ તો.

  મકાન માલિક ઃ પોલિસ ! પોલિસ !આવો અને આ માણસને પકડી લો !
  એ સરકાર બરબાદ કરી નાંખવા માંગે છે અને ઉથલાવી દેવા માંગે છે !

  અંતે પરિણામ ?

  છાપાંની હેડ-લાઇન્સ:

  માણસે મકાનમાલિકને આપેલી ધમકી.

  ભાડૂતને જામીન નહીં.

  ન્યાયાધીશે હબસીને આપેલો ૯૦ દિવસનો કારાવાસ.

  આજે પણ સ્થિતીમાં બહુ ફરક નથી. માલિકીભાવ અને માનવીય સંવેદના ને ભાગ્યેજ બને!
  અને છેવટેતો પૈસોજ કે માલિકીભાવ કે સત્તા – અધિકારજ બોલે છે કે બોલાવે છે!

 8. pragnaju said,

  September 22, 2012 @ 10:05 am

  આક્રોશની સ રસ અભિવ્યક્તી અને તેવો અનુવાદ અને રસદર્શન
  યાદ આવી
  The days of my far-away childhood
  When I wept over “Uncle Tom’s Cabin”
  Have returned and swept me away.

  Though I came to this World
  As a fair-skinned one,
  Always thought of the black ones
  As brothers of mine.

  When the merciless whip
  Was tainting white cotton
  With the red blood of blacks
  My heart was weeping.

  From the tears of mothers
  Who’s children were sold on the block,
  From the suff’ring of those
  Who toiled in the fields dawn to dusk
  A majestic tree has arisen.

  Fertilized by the ashes of slaves,
  Irrigated by blood of the blacks,
  Stood the tree as if spiting the ones
  Who its branches did cut.
  And it sprouted the roots deeper still.

  It was yearning for freedom and Sun
  And, behold, many branches were lost
  But it reached for the dream and success
  And ensured its right to exist
  As an equal among the peers.

  So, that day, when the Dream of all blacks
  On the wings of the Hope
  Flew into the greats halls of the main
  Edifice of the land,

  Like in days of my past
  Over pages of “Uncle Tom’s Cabin”
  I was weeping my heart out
  Still feeling the pain of the past.

 9. vijay joshi said,

  September 22, 2012 @ 4:43 pm

  Excellent selection- This multi layered folk ballad tells it all.
  Langston Hughs (લેંગસ હ્યુઝ) is one of the most famous black American (African American to be politically correct) writers, the reason his poetry is called Jazz poetry, it is a folk ballad (લોકગાથા કથાગીત). Although jazz music is known as original Americal music genre, its roots are in Africa where slaves came from. To relieve day’s hard labor they used to sing while working and even at the end of the day, coming home, they would get together and sing songs. You can see Mr Hughs has maintained the integrity of the incorrect grammer form which is how slaves used speak which you can see in almost every stanza, as a matter of fact even today in 2012, if you go deep enough in state of Mississippi, which we have done while driving cross-country in usa, we drove 4300miles in 26days, experiencing first hand, how some black Americans live even today. Scars of slavery run deep, Ms Beverly Tatum has written a book titled- “Why Are All The Black Kids Sitting Together in the Cafeteria?”: which explains the ethical and ethnical problems faced by all in America. It is wrongly called a melting pot, it actually is a mozaic, where everry ethnic group is striving to keep thier own identity.

 10. ધવલ said,

  September 22, 2012 @ 11:52 pm

  ચોટદાર કવિતા !

 11. વિવેક said,

  September 23, 2012 @ 1:37 am

  @ વિજય જોષી:

  આપની વાત ખૂબ જ રસપ્રદ અને માહિતીભરી લાગી… આભાર !

 12. Vijay joshi said,

  September 23, 2012 @ 3:48 pm

  Thanks, Vivekbhai,.

 13. લયસ્તરો » મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ (અનુ. વિવેક મનહર ટેલર) said,

  June 17, 2017 @ 12:31 am

  […] પાંચ વરસ પહેલાં આ જ કવિતાનો અનુવાદ મકાનમાલિકનું ગીત લયસ્તરો પર મૂક્યો હતો. એ વખતે અભણ ગરીબ […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment