તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
ગની દહીંવાલા

ક્યાંથી લાવીએ ? – સંજુ વાળા

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

-સંજુ વાળા

11 Comments »

 1. Rina said,

  September 16, 2012 @ 4:39 am

  Awesome..

 2. Monal said,

  September 16, 2012 @ 2:33 pm

  પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
  કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

 3. Monal said,

  September 16, 2012 @ 2:33 pm

  પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
  કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

  – વાહ !

 4. સંજુ વાળા said,

  September 17, 2012 @ 12:56 am

  આપનો આભાર
  તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
  અથવા સહૃદયના જેવી તાન ક્યાંથી લાવીએ ?

  આ શેરનો સાની મિસરા આમ વાંચવા વિનંતિ. ‘પરબ’માં છાપભૂલ રહી ગઈ છે.

  “અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ? “

 5. Bharat Pandya said,

  September 17, 2012 @ 1:30 am

  ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
  અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

  આ પ્રવાસ બહુ અઘરો છે.જે / જો ભીતરે પહોંચી ગયા તો બેડો પાર !

  પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
  હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

  પોતેજ પોતાને આવકારી શકીયે તેટલો જાત સાથે સખીભાવ કેળવી શકીયે તો પછી જગતની શી પરવા .મન મસ્ત હુવા ફીર ક્યું ડોલે !
  વાહ સન્જુ, વાહ !

 6. sweety said,

  September 17, 2012 @ 3:15 am

  પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
  હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

  સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
  ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

  બહુજ સરસ

 7. naresh dodia said,

  September 17, 2012 @ 6:30 am

  સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
  ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

  ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
  એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?..વાહ

 8. વિવેક said,

  September 17, 2012 @ 9:07 am

  સંજુ વાળાની રચનાઓની આંખે ઊડીને વળગે એવી એક ખાસિયત એ છે કે એ જે પણ કંઈ લખે છે, અરુઢ જ હોવાનું… પ્રવાહની સાથે જ પ્રવાસ કરવો અને પોતાનું વહેણ અલગ જાળવી રાખવું એ જેવી તેવી સિદ્ધિ નથી…

  સુંદર ગઝલ…

 9. perpoto said,

  September 17, 2012 @ 10:02 am

  શુન્યતામાં ક્યાં ક્શું લાવવાનું હોય છે…..

 10. સંજુ વાળા said,

  July 9, 2016 @ 2:50 am

  આભાર વિવેકજી
  આભાર મિત્રો.

 11. jaypee said,

  September 15, 2016 @ 10:45 am

  Khub sundar.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment