અરેરે, ખુદા, આ તે કેવું જીવન છે ?
મરી જાય માણસ જીવનની ફિકરમાં !
દિલહર સંઘવી

કોઈ નજરું ઉતારો… – દીવા ભટ્ટ

કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ…

સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ…

મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ…

સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ…

સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…

– દીવા ભટ્ટ

કવિએ ‘દેખાય લીલુંછમ લીલુંછમ‘ નો એવો જાદૂભર્યો પ્રયોગ આ ગીતમાં કર્યો છે કે બધી પંક્તિઓને સોનાવરણી કરી નાખી છે. ‘દેખાય લીલુંછમ’ કાઢી નાખો તો બધા કલ્પનો પહેલા સાંભળેલા જ લાગે પણ આખી રચના વાંચો તો તરબતર થયા વિના રહેવાય નહીં એટલો સરસ પ્રયોગ થયો છે. કવિ ઉપાડ જ અદભૂત કરે છે… કહે છે કે મારા મનની નજર ઉતારો કારણ કે મને બધું લીલુંછમ દેખાય છે ! આ Self deception થી શરુ કરીને, self destruction ના અંશ (પાણી દેખાય લીલુંછમ) બતાવીને, છેવટે self realization (પાનું દેખાય લીલુંછમ) સુધીની સફર કવિ તદ્દન સહજ રીતે કરાવે દે છે. છેલ્લે વાંચનારના દિલને લીલુંછમ થવા સિવાય કોઈ છૂટકો જ રહેતો નથી !

6 Comments »

 1. Pinki said,

  September 11, 2007 @ 1:31 pm

  માત્ર કોઇ એક પંક્તિ નહિં,
  મને ગીત આખું દેખાય લીલુંછમ લીલુંછમ !!!

 2. વિવેક said,

  September 12, 2007 @ 1:56 am

  કવિતાનું વિવેચન ક્યારેક કવિતાને પણ અતિક્રમી જતું હોય એવું લાગે… આ કાવ્ય તો મજાનું હરિતવર્ણું થયું જ છે, પણ એથીય વધુ હરિતવર્ણો થયો છે એનો રસાસ્વાદ… કવિ અને વિવેચક, બંનેને અભિનંદન…

 3. Vimal said,

  September 12, 2007 @ 8:40 am

  ગીત વાચી મારુ મન થયુ લીલુંછમ લીલુંછમ…..

 4. Urmi said,

  September 12, 2007 @ 9:06 am

  મસ્ત લીલુંછમ ગીત!!

 5. Bhavna Shukla said,

  September 12, 2007 @ 12:31 pm

  લે વળી ઘા વાગે તો ચકામુ તો હોય જ લીલુછમ્મ!!

 6. Harshad Jangla said,

  September 13, 2007 @ 7:32 pm

  સરસ કાવ્ય.

  વિવેકભાઈ
  હરિતવર્ણુ શબ્દ ખુબ જ સુંદર છે.

  હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુએસએ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment