દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ધ્વનિલ પારેખ

પૂર્વગ્રહ – શમ્સુર રહેમાન (અનુ. ઉત્પલ ભાયાણી)

ઘાસમાં સંતાઈ રહેલા ઝેરીલા સાપને હું ચાહું છું.
લુચ્ચા દોસ્તોથી એ કંઈ વધુ ક્રૂર નથી.
આંધળી વાગોળને હું ચાહું છું,
ટીકા કરનારાથી એ વધુ ભલી છે.
રોષે ભરાયેલા વીંછીના ડંખને હું ચાહું છું,
એનો દઝાડતો ઘા, પ્રેમમાં હોવાનો દાવો કરતી,
બેવફા સ્ત્રીના ચુંબનથી વધુ સારો હોય છે !
ગાઢ જંગલમાં છુપાયેલા દેખાવડા વાઘને હું ચાહું છું,
સરમુખત્યારની જેમ એ એની હત્યાઓની યોજના ઘડતો નથી.

– શમ્સુર રહેમાન (ઉર્દૂ)
(અનુ. ઉત્પલ ભાયાણી)

ભલે “પૂર્વગ્રહ”નો અર્થ “આગળથી બાંધેલો ખોટો મત” થતો હોય, દરેક પૂર્વગ્રહની પાછળ એક કારણ જરૂર હોવાનું. કવિ સાપ, વાગોળ, વીંછી અને વાઘને ચાહે છે પણ મનુષ્યથી દૂર રહે છે. આ પૂર્વગ્રહની પાછળના કારણો ચર્ચવાની કોઈ જરૂર ખરી?

5 Comments »

 1. sweety said,

  August 3, 2012 @ 4:00 am

  વાહ! ક્યા બાત હૈ

 2. Suresh Shah said,

  August 3, 2012 @ 6:16 am

  ઉત્પલબભાઈ ને હું નાનો હ્તો ત્યારથી ઓળખુ છુ. તેમણે કરેલ અનુવાદ પહેલી વાર માણ્યો. એમની ગહન શેલી ની જાણ હતી; પરંતુ આવૉ ભાવાનુવાદ આપે તે આનંદની વાત છે.
  શાયર તથા અનુવાદક ને અભિનંદન.

  – સુરેશ શાહ, સિંગાપોર

 3. Kalpana Pathak said,

  August 3, 2012 @ 11:56 am

  સાચી વાત છે. શારિરિક ડંખ કરતાં માનસિક ડંખ અસહ્ય છે. પ્રેમનો દાવો કરતા પ્રેમીના ચુંબન વીંછીના ડંખ કરતા વધુ ઝેરી અને સૂગ પેદા કરનારું લાગે.

  આભાર. સુન્દર દર્દનાક રચના.

 4. pragnaju said,

  August 3, 2012 @ 3:19 pm

  સ રસ રચનાનો સારો અનુવાદૂ
  લુચ્ચા દોસ્ત, ટીકા કરનાર, બેવફા સ્ત્રી કે સરમુખ્ત્યાર જો “નિષ્પક્ષતા વિવાદ” હેઠળ “છે”, તો શક્યતઃ તે નિષ્પક્ષ “નથી” – અથવા, ઓછામાં ઓછું, આ વિષય વિવાદાસ્પદમાંનો એક તો છે જ, અને કોઈ એક તો પક્ષપાત કે પૂર્વગ્રહ વિષયે સાવધ છે. સ્પષ્ટ દેખાતો મુદ્દો એ છે કે એક બાજુ – જેઓ મુદ્દો બનાવવા બાબતે પૂરતી દરકાર કરે છે – વિચારે છે – એવું કંઈક જણાવે છે “જે સાથે અન્ય લોકો અસહમત હોઈ શકે.”
  શક્યતઃ લેખ પર નિષ્પક્ષતા વિવાદની એકમાત્ર ભૂમિકા એ છે કે જ્યારે વિવાદમાં રહેલી એક કે બંન્ને બાજુવાળા કાં તો નિષ્પક્ષતા નીતિ સમજ્યા નથી અને કાં તો ખરેખર કશું જ પક્ષપાતયુક્ત કહેવાયું નથી એ ભાન થાય તેટલું વિષયવસ્તુને સમજ્યા નથી.
  ખાસ તો એ ધ્યાનમાં રાખવું કે “નિષ્પક્ષતા વિવાદ”નો અર્થ એ નથી કે “નિષ્પક્ષતા નીતિ”નો ભંગ કરે છે. એનો અર્થ એટલો જકે તેના કોઈ મુદ્દા પર વિવાદ ચાલી રહ્યો છે. “નિષ્પક્ષતા વિવાદ” એ કામચલાઉ માપ છે, અને ચર્ચા તથા સંપાદનો દ્વારા લોકો સહમત થઈ શકે છે કે હવે આ નિષ્પક્ષ છે.અકારણ જ વારંવાર નિષ્પક્ષતા વિવાદ દૂર કરવી કે લગાવવી એ અધિકારનાં દુરુપયોગ સમાન ગણાશે…સરમુખત્યારની જેમ એ એની હત્યાઓની યોજના ઘડતો નથી.
  પૂર્વગ્રહ કોની દ્રુષ્ટિ?

 5. Dhruti Modi said,

  August 3, 2012 @ 3:52 pm

  દુનિયાનું વધુમાં વધુ ક્રૂર અને હિંસક પ્રાણી માણસ છે. મુખમાં રામ અને બગલમાં છૂરી ઍ ઍની રમત છે. પ્રાણીઑ તો પેટ ભરવા હિંસા કરે, જયારે માનવ પ્રાણી સ્વાર્થ માટે કંઈ પણ કરે. તે ભરોષાપાત્ર નથી જ, વેધક કાવ્યનો ખૂબ સરસ અનુવાદ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment