ના હિન્દુ નીકળ્યાં ન મુસલમાન નીકળ્યા,
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
અમૃત ઘાયલ

ગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

બધા જ શેર સરસ થયા છે પણ પુષ્પ અને હસ્તરેખાવાળા બે શેર ઊંડું મનન માંગી લે એવા મજાના થયા છે….

10 Comments »

 1. Rina said,

  June 30, 2012 @ 2:50 am

  Beautiful….

 2. Sandhya Bhatt said,

  June 30, 2012 @ 6:23 am

  ખૂબ સરસ ગઝલ….

 3. rajul b said,

  June 30, 2012 @ 8:21 am

  સરસ ગઝલ..
  મને આ બે શેર વધુ ગમ્યા..

  છીછરું જળ હોય કે ઊંડો ધરો,
  મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

  જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
  હસ્તરેખામાં વિચરતા હોય છે.

  મત્સ્ય ને ફરક નથી પડતો કે એ ક્યાં છે એ કદી ફરિયાદ નથી કરતાં કે નથી પ્રારબ્ધ ને દોષ આપતા.. એનું ધર્મ છે તરવાનું અને એ એજ કરે છે.એથી જ એનું અસ્તિત્વ છે..
  જયારે માણસ પ્રારબ્ધ ઉપર બધું ઢોળી દેતાં અચકાતો નથી..નદી નો પ્રવાહ કદી પણ ફરિયાદ કરતો નથી કે આ ધરતી પર ચારેબાજુ ખડકો પથરાયા છે અને તેથી આ ધરા પર આગળ નહિં વધી સકાય..એ પ્રવાહ વહેવા માટે ઢાળ એની મેળે શોધી લે છે..

  જો ચાહતા હૈ હર હાલ મેં કરકે જાયેગા,
  જો કુછ નહીં ચાહતા કુછ નહીં પાયેગા.

 4. pragnaju said,

  June 30, 2012 @ 2:30 pm

  કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
  પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.
  અ દ ભૂ ત
  બગીચો બહાર હોય એટલું પૂરતું નથી. પહેલાં તો અંદર બગીચો હોય. બહારના બગીચામાં ફૂલ હોય કે ન હોય પણ ભીતરમાં એક બાગ ફાગ હર્યોભર્યો હોય છે.પ્રત્યેક દિવસ કવિતાનું નિત્ય નૂતન નંદનવન. રોજ સવારે પારિજાતના ફૂલની જેમ ગીત ઝરતાં જાય. એમની રચના ગગનમાં ભલે ઉડ્ડયન કરે, પણ એમની ગઝલને ધરાની ધૂળનો રંગ લાગે છે.
  કવિની કલમનો જાદુ એવો કે
  અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
  આંખમાં સાચી સભરતા હોય છે.
  રેશમી અને મુલાયમ. શબ્દોમાં સાચી સભરતાના સૂર..સાચી સભરતા નામનું સત્વ અને તત્વ. એનું જ મહત્વ છે સાચી સભરતાનો રણકાર અને ઝણકાર છે.

  અત્યારસુધી આટલા મોટા ગજાના કવિની રચનાઓ કેમ મૂકી નહીં તેનું આશ્ચર્ય !

 5. ધવલ said,

  June 30, 2012 @ 9:44 pm

  ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
  સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

  – સરસ !

 6. ઊર્મિ said,

  June 30, 2012 @ 9:53 pm

  બધા જ મસ્ત થયા છે… એમાંય મક્તાએ તો ગઝલને શિખરની ટોચ પર મૂકી દીધી.

 7. રાકેશ ઠક્કર, વાપી said,

  July 2, 2012 @ 4:05 am

  દમદાર ગઝલ !

  જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
  હસ્તરેખામાં વિચરતા હોય છે.

 8. sagar said,

  January 28, 2013 @ 4:04 am

  ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
  સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

  –કુમાર જૈમિની શાસ્ત્રી ઉચો શેર

 9. yogesh shukla said,

  November 10, 2014 @ 9:18 am

  સુંદર રચના

  જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
  હસ્તરેખામાં વિચરતા હોય છે.

 10. alpa Rana said,

  November 11, 2014 @ 6:26 am

  કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
  પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

  સુન્દર રચના…………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment