છે ગઝલ દર્દની ગિરા ‘ઘાયલ’,
માત્ર ભાષાની ઘાલમેલ નથી.
અમૃત 'ઘાયલ'

લઘુકાવ્ય- હર્ષદ ત્રિવેદી

પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર  નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

-હર્ષદ ત્રિવેદી

ગાગરમાં સાગર જેવી આ કવિતાને એમ જ માણીએ…

16 Comments »

  1. મીના છેડા said,

    August 17, 2007 @ 3:54 AM

    હા.. આ કવિતાને મૌન જ માણીએ.

  2. Ketan Shah said,

    August 17, 2007 @ 5:23 AM

    Kharekhar, aaj no manushya, manushya kehava ne layak nathi rahyo.

    Ketan

  3. પંચમ શુક્લ said,

    August 17, 2007 @ 5:55 AM

    સુંદર.

  4. ધવલ said,

    August 17, 2007 @ 6:52 AM

    બહુ સરસ !

  5. ashok nanubhai said,

    August 17, 2007 @ 8:24 AM

    બહુ જ સરસ. નાનું પણ ઘણું અસરકારક ..મને બહુ જ ગમ્યું..

  6. Vimal said,

    August 17, 2007 @ 8:25 AM

    ખરેખર ખુબજ સરસ

  7. Hiral Thaker - 'Vasantiful' said,

    August 17, 2007 @ 9:07 AM

    Sorry but I don’t understand the poem…. Can anybody explain what poet wants to say?

  8. ઊર્મિ said,

    August 17, 2007 @ 11:38 AM

    વાહ ક્યા બાત હૈ! ખરે જ ગાગરમાં સાગર ભરી દીધો…

  9. vijay Shah said,

    August 17, 2007 @ 11:49 AM

    આ કાવ્ય્ને જુદી જુદી રીતે જોઇ શકાય્.
    ૧. માણસને જોઇ ભયભીત થૈને પાછુ ભરાઇ ગયુ
    ૨. બહાર પહેલા માણસને જોતા પિઁજરપ્રીત ઉભરાઇ
    ૩. શબ્દગુંથણી સુંદર છે, ચમત્કૃતિ છેલ્લા વાક્યમાં આવે છે.
    ૪. અછાંદસ કાવ્ય મઝાનુ છે

  10. Harikrishna Patel (London) said,

    August 18, 2007 @ 10:42 AM

    શુ ? માણસ જાતને તે ઓળખિ ગયુ !!

  11. Pinki said,

    August 18, 2007 @ 11:57 AM

    મને થયું કે,
    હવે શરમની મારી હું ક્યાં છુપાઈ જઉં ?
    પંખી તો મુક્ત થઈ ઊડી શકે !!

  12. વિવેક said,

    August 21, 2007 @ 5:28 AM

    હર્ષદ ત્રિવેદીના આ અછાંદસ મુક્તકમાં માનવીની ક્રૂરતા તથા અવિશ્વસનીયતા ઉપર તીવ્ર કટાક્ષ છે. મનુષ્યે પક્ષીને પિંજરામાંથી મુક્ત તો કર્યું, પરંતુ એ પછી તે શુંય કરે એ કેમ કહેવાય ! માણસજાતનો વિશ્વાસ શો? અને માનવસમાજ પોતે ય ક્યાં સુખી અને સલામત છે ? એ કરતાં પિંજરાની સલામતી શું ખોટી ? આવો અર્થ સૂચિત કરવામાં ‘માણસ સામે જોયું’ એ પંક્તિનું મહત્વ નોંધવા જેવું છે.

    (સાભાર: ગુજરાતી વાચનમાળા, ધોરણ 11, વર્ષ-1984)

  13. shalin said,

    August 22, 2007 @ 4:23 AM

    વાહ્! બહુ જ સરસ!

  14. preeti tailor said,

    August 26, 2007 @ 8:45 AM

    કુદરતના સર્વોપરી સર્જન…
    સર્વોપરી બનવાના મિથ્યાભિમાનમાં,
    પર મારા કાપી લીધા ને હવે કહે છે ઉડ?
    હું તો પિંજરે પુરાઈને જ તોડીશ તારું ગરુર….

  15. Punamchand said,

    August 27, 2007 @ 3:09 AM

    કવિતામાં માણસજાત ઉપર ધારદાર વ્‍યંગ્‍ય કરવામાં આવ્‍યો છે. ખૂબ જ માણવાલાયક કવિતા છે.

  16. Hiral Thaker - 'Vasantiful' said,

    August 29, 2007 @ 4:12 AM

    Thank you Vivekbhai for the meaning.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment