છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.
ચિનુ મોદી

વરસો પછી – અઝીઝ ટંકારવી

બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.

એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.

જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.

આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.

બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.

લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.

– અઝીઝ ટંકારવી

11 Comments »

  1. Rina said,

    June 22, 2012 @ 1:43 AM

    જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
    એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.

    બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
    તે છતાં આજે મળ્યાં વરસો પછી.

    વાહ………

  2. ketan mehta surat said,

    June 22, 2012 @ 4:14 AM

    આમ તો પથ્થર હતાં ને તે છતાં,
    મીણ થઈને પીગળ્યાં વરસો પછી.
    વાહ અઝીઝભાઈ લાઝવાબ………..

  3. pragnaju said,

    June 22, 2012 @ 9:05 AM

    સરસ ગઝલ
    યાદ અપાવે
    કોઈ આ ભેદ ના કહેજો, ખુદા ખાતર સમંદરને,
    ખુદા કરતા વધુ વિશ્ર્વાસ મુજને નાખુદાનો છે.

    હવે એવી દુઆ છે કે કોઈ જોવા નહિ આવે,
    હવે જોવા સમો નકશો અમારી દુર્દશાનો છે.

    મરણ સુધરી ગયું મારું ‘મરીઝ’ આ એના શબ્દોથી,
    કે એના બંધ આ હોઠોમાં, ‘મારી દાસ્તાનો છે’.

  4. urvashi parekh said,

    June 22, 2012 @ 11:38 AM

    સરસ રચના,
    જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
    અને બે એક ખેતરવા તો છેટુ હતુ,
    તે છતા આજે મળ્યા વરસો પછી..
    ખુબજ સરસ.

  5. Dhruti Modi said,

    June 22, 2012 @ 5:47 PM

    સુંદર રચના.

  6. મીના છેડા said,

    June 23, 2012 @ 3:58 AM

    બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
    તે છતાં આજે મળ્યાં વરસો પછી.

    વાહ!

  7. Maheshchandra Naik said,

    June 23, 2012 @ 2:03 PM

    સરસ ગઝલ, ભુતકાળ અને વર્તમાનમા એક્સાથે સફર કરવાનો આસ્વાદ પ્રાપ્ત થયો…….

  8. P Shah said,

    June 24, 2012 @ 12:56 AM

    એમને ભૂલા પડ્યા ના કહી શકો,
    જે બધા પાછા ફર્યા વરસો પછી.

    સરસ !

  9. rajesh said,

    June 24, 2012 @ 9:48 AM

    બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
    તે છતાં આજે મળ્યાં વરસો પછી. can u expain this share plz

  10. હેંમનાણી નુરઅલી said,

    June 26, 2012 @ 11:01 AM

    જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
    એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી..
    કાબિલે તારીફ તમારી આ ગઝ્લ અઝીઝ્ભાઇ
    શુક્રીયા. લગે રહો…………………..

  11. હેંમનાણી નુરઅલી said,

    June 26, 2012 @ 11:10 AM

    લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
    દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.

    વાહ ક્યા બાત હૈ, મજા આવી ગઇ
    વાસ્તવિક્તા બતાવી દીધી ભાઇ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment