નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

મારા વડે – ‘અગમ’ પાલનપુરી

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

– ‘અગમ’ પાલનપુરી

અસ્તિત્વના પડળોને ખોલવાની મથામણ કરતી મજાની અર્થગંભીર ગઝલ… પણ અસ્તિત્વની શોધ એટલે સરવાળે તો ‘અગમ’ પ્રશ્નાર્થ જ ને !

4 Comments »

 1. Rina said,

  June 8, 2012 @ 2:45 am

  કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
  હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

  બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
  હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

  awesome…..

 2. pragnaju said,

  June 8, 2012 @ 8:10 am

  બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
  હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?
  વાહ્

 3. rajul b said,

  June 8, 2012 @ 12:24 pm

  સર્જન કરવું હોય તો પહેલા પોતની જાતનું વિસર્જન કરવું પડે..ત્યા બાદ જ કદાચ આવી કૃતિ અસ્તિત્ત્વ પામતી હશે ..

 4. Pravin Shah said,

  June 9, 2012 @ 12:48 am

  અદૃશ્યમાં પણ તું જડે !
  સરસ !
  સ્વયમ્ પ્રગટેલી સુંદર કૃતિ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment