એટલે તો ફૂલ ખીલ્યા સ્વપ્નનાં,
આંસુ ભીનું આંખનું આંગણ હતું.
બી.કે.રાઠોડ ‘બાબુ’

રાખે – રમેશ પારેખ

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે

– રમેશ પારેખ

2 Comments »

 1. પ્રત્યાયન said,

  September 23, 2005 @ 7:34 am

  Excellent imagination.
  The other name of creativity in Gujarati Poetry is Ramesh Parekh.

  Such a poem an only be written by either Ramesh Pareskh or any ordinary person in delirium.

 2. Mohammedali Wafa said,

  February 15, 2006 @ 5:42 pm

  દોડતું રાખે
  પ્યાસોની અંગિઠિ હરણ ને દોડતું રાખે.
  પ્રીત ઝાંઝવાની રણ ને દોડતું રાખે.

  ગતિની જીજીવિષા જંગલે આગ થૈ ભટકે
  જીવનના મ્રુગજળ આ મરણને દોડતું રાખે.

  દરિયા સાથે મીઠા જળને પ્રીત થૈ એવી,
  કિનારાઓ તમાશાબીન ઝરણને દોડ્તું રાખે.
  મુહમંદઅલી ભૈડુ “વફા”
  ૧૫ફેબ્રુ.૨૦૦૬

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment