પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
ઉદયન ઠક્કર

ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

– મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોના સહસંપાદિકા મોના નાયક તથા એના જીવનસાથી ચેતનને સફળ દામ્પત્યજીવનના સોળ પગલાં પૂર્ણ કરવા બદલ લયસ્તરો તરફથી હાર્દિક અભિનંદન !

લગભગ બધા જ શેર સરસ થયા છે પણ મને મનનું તમસ હણવાની વાત અને પગરવના રણઝણવાની વાત વધુ ગમી ગઈ…

34 Comments »

 1. Rina said,

  May 26, 2012 @ 1:30 am

  waahh……beautiful
  a very very happy wedding anniversary to Urmiji and Chetanji..

 2. Jayshree said,

  May 26, 2012 @ 3:08 am

  વાહ… ક્યા બાત..!! મઝાની ગઝલ..

  પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
  પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

  🙂 આ ચૂંટી ખણવાની વાત મઝાની છે… અને વિવેકે કહ્યું એમ – બધા જ શેર મઝાના છે..!!

  ગજબનું નગર છે, ગજબના છે માણસ,
  જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

 3. Lata Hirani said,

  May 26, 2012 @ 3:52 am

  નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
  એ બારી વિનાની ઈમારત ચણે છે.

  આ સૌથી વધારે ગમ્યો…..

  લગ્નજીવનની સોળમી તિથી ખૂબ ખૂબ મુબારક હો બન્નેને…………..

 4. urvashi parekh said,

  May 26, 2012 @ 6:57 am

  ગજબનુ નગર છે,ગજબ ના છે માણસ,
  જે અંતરના સગપણને વળગણ ગણે છે.
  સરસ.
  ખુબ ખુબ અભિનન્દન.

 5. kishoremodi said,

  May 26, 2012 @ 7:56 am

  લખે છે ભૂંસે છે ફરીથી લખે છે
  ઍ રીતે મનના તમસને હણે છે
  સુંદર ગઝલ

 6. marmi kavi said,

  May 26, 2012 @ 9:02 am

  નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
  એ બારી વિનાની ઈમારત ચણે છે…………….સરસ……..

 7. ડેનિશ said,

  May 26, 2012 @ 9:54 am

  Happy wedding anniversary to Urmiben & Chetanji.
  ઊર્મિબેન ! સોળ વર્ષ પૂરા કરનારું તમારું દાંપત્યજીવન સોળે કળાએ મહોરતું રહે ને સાથે તમારી રચનાઓ પણ સોળે કળાએ ખીલે એવી શુભેચ્છા…

  સરસ રચના. ચારેક શેરોમાં આજના માનવીની અવળવૃત્તિની વાત થઈ છે, પણ વિવેકસરે ઉલ્લેખેલ બંને શેર અને મત્લાનો વિષય અલગ તરી આવે છે, જે વધુ ગમે છે.
  લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
  આ રીતે એ મનનાં તમસને હણે છે.
  એ સુંદર શેર વાંચતા પ્રમોદ અહિરેનો આ શેર સ્મરણે ચડ્યોઃ
  તને એમ લાગતું હો કે ગઝલ લખી રહ્યો છું ,
  હું તમસ જનમ-જનમનું બધું પર કરી રહ્યો છું .

  પણ હા, ‘પગરવો રણઝણે છે’ એ શેરમાં કવયિત્રી પોતાના ‘સૈં’ની જ પ્રતીક્ષા જુએ છે અને પાછું ‘સૈં’ને જ સંબોધીને ‘વચન આપીને પણ ક્યાં આવે છે એ’ એમ કહે છે તેને કારણે પ્રતીક્ષા કોઈ third personની થતી હોય ભાસ થાય છે. (અલબત્ત, એ મારી સમજણ હોઈ શકે .)

 8. kalpana said,

  May 26, 2012 @ 10:20 am

  પહેલા તો અભિનન્દન દમ્પતિને. સુન્દર ગઝલ. આભાર.

 9. Himanshu Bhatt said,

  May 26, 2012 @ 12:57 pm

  Lovely ghazal and congratulations!

 10. Dhruti Modi said,

  May 26, 2012 @ 3:05 pm

  સુંદર રચના. લગ્નજીવનની સોળમી તીથિઍ અંતરથી અભિનંદન.

 11. Dr. Dinesh O. Shah said,

  May 26, 2012 @ 8:49 pm

  ” નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
  એ બારી વિનાની ઈમારત ચણે છે.”

  “રવિન્દ્રનાથ ટાગોરે આવુ જ લખ્યુ છે કે એક માણસ પોતાના ઘરની આજુબાજુ દિવાલ બાન્ધવાની શરુઆત કરી. કોઇ ના આવે તેથી ઉચીને ઉચી કરતો ગયો. જ્યારે દિવાલ ખુબ ઉચી થૈ ત્યારે એને લાગ્યુ કે હવે કોઇ નહી આવી શકે. થોડી વારમા એને સમજાયુ કે એ પોતે જ
  ઉચી દિવાલમા કેદી થઈ ગયો છે. ” મોના ખુબ જ અભિનદન ! દિનેશ ઓ. શાહ, સનિવેલ્ કેલિફોર્નિઆ

 12. sudhir patel said,

  May 26, 2012 @ 10:15 pm

  સુંદર ગઝલ સાથે અભિનંદન!
  સુધીર પટેલ.

 13. Markand Dave said,

  May 26, 2012 @ 10:57 pm

  લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
  આ રીતે એ મનનાં તમસને હણે છે.

  સરસ..!!

 14. Atul Jani (Agantuk) said,

  May 27, 2012 @ 12:14 am

  આ શેર વધારે ગમ્યાં

  વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
  છતાંયે સતત પગરવો રણઝણે છે.

  વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
  પછી એ સમેટીને ખુદને વણે છે.

  આપના જીવનના વર્ષોમાં સહજીવનનો આનંદ સતત ધબકતો રહે તેવી શુભેછાઓ….

 15. વિવેક said,

  May 27, 2012 @ 2:07 am

  @ ડેનિશ: સૈં એટલે પ્રિયતમ નહીં પણ સહિયર… વાત પ્રિયતમ કે ભરથારની જ છે અને એ સહિયરને સંબોધીને કરવામાં આવી છે…

 16. Sandhya Bhatt said,

  May 27, 2012 @ 7:15 am

  દાંપત્યજીવનની અનેક શુભેચ્છાઓ….ગઝલ પણ ખૂબ સરસ….આ બંને યાત્રા સમાંતરે ચાલતી રહે તે માટેની દિલી શુભેચ્છાઓ…

 17. Nikhil said,

  May 27, 2012 @ 1:11 pm

  સુન્દર ઊર્મિઓ ની અભિવ્યક્તિ!

 18. Gunjan Gandhi said,

  May 27, 2012 @ 5:21 pm

  Monaben, belated happy returns of the day to both of you…

  kya baat…

  લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
  આ રીતે એ મનનાં તમસને હણે છે.

 19. Anil Chavda said,

  May 27, 2012 @ 10:38 pm

  નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
  એ બારી વિનાની ઈમારત ચણે છે.

  વાહ…

 20. Dinesh Pandya said,

  May 28, 2012 @ 3:29 am

  સુંદર શેર!

  ગજબનું નગર છે, ગજબના છે માણસ,
  આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
  ફસલને નહીં, વાવણીને લણે છે.
  એ બારી વિનાની ઈમારત ચણે છે.

  દિશાશૂન્ય મનોદશાને લીધે પહેલા વિખરાઈ પછી ખુદને સમેટીને વણતા માણસની આ વાત છે.

  અભિનંદન!

  દિનેશ પંડ્યા

 21. ઊર્મિ said,

  May 28, 2012 @ 12:16 pm

  સૌ મિત્રોનો તહેદિલથી આભાર…

  ડેનિશ: વિવેકે કહ્યું એમ… પ્રિયતમની જ વાત અને એના વિશે સખીને કરેલી મીઠી ફરિયાદ.

 22. Pancham Shukla said,

  May 28, 2012 @ 1:46 pm

  સરસ ગઝલ.

 23. ગૌરાંગ ઠાકર said,

  May 28, 2012 @ 11:15 pm

  સરસ ગઝલ…વાહ

 24. vaishali vakil, Surat said,

  May 28, 2012 @ 11:45 pm

  વાહ , ખુબ સરસ રચના !

  વૈશાલિ વકિલ , રાજેન્દ્ર નામજોશિ, સુરત્

 25. vaishali vakil, Surat said,

  May 28, 2012 @ 11:46 pm

  wah sundar gazal chhe.

  -Vaishali Vakil and Rajendra Namjoshi, Surat

 26. Sureshkumar G. Vithalani said,

  May 29, 2012 @ 3:23 am

  I WISH THE YOUNG COUPLE A VERY HAPPY WEDDING ANNIVERSARY WEEK AND THE WHOLE YEAR THEREAFTER TILL THE NEXT ANNIVERSARY. A VERY NICE GAZAL, INDEED.

 27. DR.MANOJ L. JOSHI 'Mann' (jamnagar) said,

  May 29, 2012 @ 6:06 am

  સુન્દર રચના…..દામ્પત્યજીવનના સત્તરમા વરસમા પ્રવેશ નિમિતે ખુબ ખુબ અભિનન્દન અને અઢળક શુભેચ્છાઓ……

 28. ડેનિશ said,

  May 29, 2012 @ 8:11 am

  ગુસ્તાખી માફ !
  તળપદા શબ્દોનો મારો અતિ-અલ્પપરિચય …
  મારું અજ્ઞાન દૂર કરવા બદલ આભાર…

 29. veryyyyyyyyyyyyyyyy gooooooooooooooooooood said,

  May 29, 2012 @ 9:05 am

  ખુબ જ સરસ. તુ તો યાર ગજબ નુ લખે !

 30. veryyyyyyyyyyyyyyyy gooooooooooooooooooood said,

  May 29, 2012 @ 9:07 am

  બન્ને સરસ . અભિનન્દન.

 31. રાકેશ ઠક્કર, વાપી said,

  May 30, 2012 @ 6:44 am

  સુંદર ગઝલ સાથે ખૂબ અભિનંદન!

 32. Pravin Shah said,

  May 31, 2012 @ 1:33 am

  ગજબનું નગર છે, ગજબના છે માણસ…

  સુંદર રચના !

  અભિનંદન !

 33. ઊર્મિ said,

  May 31, 2012 @ 10:29 pm

  ખૂબ ખૂબ આભાર, મિત્રો…

 34. pragnaju said,

  June 1, 2012 @ 11:13 am

  શુભ પ્રસંગે સર્વાંગ સુંદર ગઝલ બદલ ધન્યવાદ

  ૧૬મી વૅડીંગ એની.ના અભિનંદન અને શુભેચ્છાઓ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment