અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાં ક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.
રવીન્દ્ર પારેખ

ન પૂછ – માવજી મહેશ્વરી

ડૂબ્યા-તર્યા એક સમાનઃ
પાણીનો ઝબકાર ન પૂછ

દરિયા સામે એક જ બુંદઃ
લોહીનો પડકાર ન પૂછ.

તારા ભાગે આવ્યો બાગ,
ફોરમનો આકાર ન પૂછ.

આખી વાવ ઉલેચી નાખ,
તરસ તણો પ્રકાર ન પૂછ.

કાંડે વીંટાયો છે સાપ,
કંકણનો રણકાર ન પૂછ.

તારા હાથે છૂટ્યું તીર,
નાડીનો ધબકાર ન પૂછ.

– માવજી મહેશ્વરી

શેખાદમની યાદ અપાવી દે એવી સરળ-સશક્ત ગઝલ.

8 Comments »

 1. મદહોશ said,

  April 11, 2012 @ 1:58 am

  તારા હાથે છૂટ્યું તીર,
  નાડીનો ધબકાર ન પૂછ.

  કેવી સચોટ રજુયાત.

  આમેય જે પુછે, એને કહીએ તો પણ સમજાતુ નથી કે જીવન શું છે?

  એમ જ સરી પડ્યું મારા હદય માથી કે,

  આંખ તો ન છલકી, લખાઇ ગઝલ,
  તું રડવાનો પ્રકાર ન પૂછ.

 2. વિવેક said,

  April 11, 2012 @ 2:30 am

  સરસ ગઝલ પણ બે વસ્તુ ખટકી:

  એક, ગઝલમાં અનિવાર્ય મત્લાની ગેરહાજરી…
  બીજું, ‘પ્રકાર’ કાફિયો આ ગઝલમાં ન ચાલે…

 3. pragnaju said,

  April 11, 2012 @ 4:38 am

  કાવ્ય શાસ્ત્ર પ્રમાણે આ રચના બરોબર નથી તેથી તો આને પ્રકીર્ણ કહ્યું છે.
  તારા ભાગે આવ્યો બાગ,
  ફોરમનો આકાર ન પૂછ.

  આખી વાવ ઉલેચી નાખ,
  તરસ તણો પ્રકાર ન પૂછ.

  કાંડે વીંટાયો છે સાપ,
  કંકણનો રણકાર ન પૂછ.
  આ પંક્તીઓ ગમી
  अनौचित्यादृते नान्यद् रसभङ्गस्य कारणम्।
  औचित्योपनिबन्धस्तु रसस्योपनिषत्परा।।
  औत्सुक्येन कृतत्वरा सहभुवा व्यावर्तमाना ह्रिया
  तैस्तैर्बन्धुवधूजनस्य वचनैर्नीताभिमुख्यं पुनः।
  दृष्ट्वाग्रे वरमात्तसाध्वसरसा गौरी नवे संगमे
  संरोहत्पुलका हरेण हसता श्लिष्टा शिवायास्तु वः।।
  क्वकार्यं शशलक्ष्मणः क्व च कुलं भूयोSपि दृश्येत सा
  दोषाणां प्रशमाय नः श्रुतमहो कोपेSपि कान्तं मुखम्।
  किं वक्ष्यन्त्यकल्मषाः कृतधियः स्वप्नेSपि सा दुर्लभा
  चेतः स्वास्थ्यमुपैहि कः खलु युवा धन्योSधरं धास्यति।।
  … છતાં કાવ્યશાસ્ત્રના અપવાદના નિયમો પ્રમાણે તે ક્ષમ્ય બને છે.
  અમારા જેવાને તો વધુ રસ શાબ્દિક/ અર્થી વ્યંજનામાં છે
  संयोगो विप्रयोगश्च साहचर्यं विरोधिता।
  अर्थ: प्रकरणं लिङ्गं शब्दस्यान्यस्य सन्निधि:।।

  सामर्थ्यमौचिती देश: कालो व्यक्ति: स्वरोदय।
  शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतव:।।

  હા, તેમા ઓચિત્ય સચવાવું આવશ્યક છે.
  દા ત
  प्रसादे वर्तस्व प्रकट्य मुदं संत्यज रुषं
  प्रिये शुष्यन्त्यङ्गान्यमृतमिव ते सिञ्चतु वचः।
  निधानं सौख्यानां मक्षणमभिमुखं स्थापय मुखं
  न मुग्धे प्रत्येतुं प्रभवति गतः कालहरिणः।।
  ત્યારે
  मधु कहता है ब्रजबाले, उन पद-पद्मों का करके ध्यान।
  जाओ जहाँ पुकार रहे हैं श्रीमधुसूदन मोद निधान।
  करो प्रेम मधुपान शीघ्र ही यथासमय कर यत्न विधान।
  यौवन के सुरसाल योग में कालरोग है अति बलवान। શાંત રસના આલંબનમા આ પ્રતિકૂલ વિભાવ ગ્રહણ દોષિત કાવ્ય છે .આ તો અમારી સમજ છે બાકીનુ ડૉ.ધવલભાઇ રસદર્શન કરાવશે.

 4. PUSHPAKANT TALATI said,

  April 11, 2012 @ 6:53 am

  PRAGNAJU ; –
  What You Have Written This Too Much Long Long In Sanskrit.
  Many Persons Like Me May Not Be Knowing This Language.
  So For Those This Is Like BHAGVAT BEFORE THE BHENS(buffellow)

 5. ધવલ said,

  April 11, 2012 @ 11:00 am

  હમેંશાની જેમ…. પ્રગ્નાબેનને સલામ ! કાવ્યશાસ્ત્રની આટલી ઝીણી સમજ મારી પાસે નથી. હું તો ભાવકની દ્રષ્ટિએ કાવ્ય માણું છું એટલું જ. તમે કહ્યું એમ, કાવ્ય તત્વ સબળ હોય તો થોડી ત્રૂટી ચલાવી લેવામાં મને ખાસ વાંધો નથી.

 6. Pravin Shah said,

  April 11, 2012 @ 11:35 am

  સુંદર ગઝલ !

  ધવલભાઈએ કહ્યું તેમ કાવ્ય તત્વ સબળ હોય તો થોડી ત્રૂટી ચલાવી લેવામાં
  ખાસ વાંધો નથી. પરંતુ પછી થાય છે કે આટલી સશક્ત ગઝલમાં આવી ત્રુટી કેમ !
  કદાચ તે નિવારી શકાયી હોત !
  ‘પ્રકાર’ ને સ્થાને ‘વિસ્તાર’ યોગ્ય લાગે છે- અભિપ્રાય આપશો.

 7. dr>jagdip said,

  April 11, 2012 @ 11:54 am

  હમ બોલેગા તો બોલોગે કી બોલતા હૈ…..!!!!

 8. munira said,

  April 14, 2012 @ 7:26 am

  very nice!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment