નથી હલચલ કોઈ પણ, ખાસ જેને કહી શકાય, એવી…
હવે મન થઈ ગયું છે ગ્રીષ્મની બપ્પોરની માફક
શોભિત દેસાઈ

વિચારણામાં – નીતિન વડગામા

કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.

સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.

એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.

વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તો ય એ ઊગ્યા કરે સંભારણાંમાં

સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં

-નીતિન વડગામા

 

સરળ શબ્દો,ગૂઢ અર્થો…..

6 Comments »

 1. રાકેશ ઠક્કર, વાપી said,

  March 26, 2012 @ 7:34 am

  સુંદર વિચારો સાથેની રચના
  વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે
  ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

 2. pragnaju said,

  March 26, 2012 @ 1:10 pm

  સુંદર ગઝલ
  કોઈ આવીને ઊભું છે આંગણામાં,
  થાય છે મારું રૂપાંતર બારણામાં.
  વાહ્
  પરમ તત્ત્વ પ્રત્યેની બાળસહજ નિર્દોષતા,કુતૂહુલતા અને મુગ્ધતાસભર આ ગઝલ મનને ના સ્પર્શે તો જ આશ્ચર્ય ? સદીઓથી મનમાં વંટોળે ચઢતા આ પ્રશ્નને કેટલી નિર્દોષતાથી પૂછવામાં આવ્યો છે.
  યાદ આવી યામિનીની ગઝલ
  ગાઢ અંધારમાં કોણ ઊભું હશે ?
  એ નિરાકારમાં કોણ ઊભું હશે !

  તું જ દર્પણ અને તું જ ચહેરો અહીં,
  આર ને પારમાં કોણ ઊભું હશે !

  બૂમ પાડ્યા કરે છે નિરંતર મને,
  સાવ સૂનકારમાં કોણ ઊભું હશે !

  નાવ જાણે કે મળવા અધીરી થઈ,
  દૂર મઝધારમાં કોણ ઊભું હશે !

  આજ તો એમ લાગ્યું કે ‘આવો’ કહ્યું,
  બંધ એ દ્વારમાં કોણ ઊભું હશે !

 3. Manubhai RAVAL said,

  March 26, 2012 @ 2:43 pm

  વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે
  ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.

  એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
  તો ય એ ઊગ્યા કરે સંભારણાંમાં

  સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
  મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં

  ખુબ સુન્દર લાજવાબ.

 4. ધવલ શાહ said,

  March 26, 2012 @ 9:40 pm

  એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
  તો ય એ ઊગ્યા કરે સંભારણાંમાં

  સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
  મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં

  – સરસ !

 5. વિવેક said,

  March 27, 2012 @ 2:08 am

  સુંદર ગઝલ…

 6. P. Shah said,

  March 27, 2012 @ 3:47 am

  Good !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment