ભીતરમાં કંઈક તો છે એની ખાતરી જો ન હો,
તો શ્વાસની આ સતત આવજાવ હોય નહીં.
વિવેક મનહર ટેલર

તરત – ચિનુ મોદી

હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
જીવવાની શી શી રાખી છે શરત ?

જીવ મારા ! આમ રઘવાયો ન થા
દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત ?

હુંય સમજું છું, મરણ વિચ્છેદ છે
દૃશ્યની હું બાદબાકી ના કરત.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત.

સાંજના અંધારથી શું બ્હી ગયો ?
રાતનું આકાશ તારાથી ભરત.

– ચિનુ મોદી

લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell”

7 Comments »

 1. Rina said,

  January 5, 2012 @ 1:57 am

  વાહહહ…..

 2. Rina said,

  January 5, 2012 @ 1:58 am

  જીવ મારા ! આમ રઘવાયો ન થા
  દેહ છોડી ક્યાં ક્યાં તું ફરતો ફરત

  પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે
  સ્વર્ગ ના જડશે તો નક્કી હું પરત

  awesoomeee

 3. pragnaju said,

  January 5, 2012 @ 8:44 am

  સરસ
  સાંજના અંધારથી શું બ્હી ગયો ?
  રાતનું આકાશ તારાથી ભરત.
  વધુ ગમી

 4. vijay joshi said,

  January 5, 2012 @ 9:12 am

  poets death is poetic. If it were to be touched, would know it is hell”

  I agree death is poetic, just like war which is poetic -યુધ્ધ્સ્ય કથા રમ્યા – but for those who touched it, it is hell.

  but I disagree with the assetion that death is hell. It is only a gateway which leads to a fork in the road, one leads to hell and the other to heaven.

 5. praheladprajapatidbhai said,

  January 5, 2012 @ 10:39 am

  હે નમાયા શ્વાસ, પૂછી લે તરત
  જીવવાની શી શી રાખી છે શરત ?

  સરસ્

 6. sudhir patel said,

  January 6, 2012 @ 8:23 pm

  સુંદર મત્લા સાથેની મિજાજ-સભર ગઝલ!
  સુધીર પટેલ.

 7. Chandrakant Lodhavia said,

  January 9, 2012 @ 7:57 pm

  તરત – ચિનુ મોદીJanuary 4, 2012 at 11:31 am by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી, મૃત્યુ વિશેષ. લયસ્તરો પર સાતમી વર્ષગાંઠ નિમિત્તે મૃત્યુનો વિષય છેડાયોં ત્યારથી ચારે તરફ મૃત્યુની રચનાઓ જ નજરે ચડતી રહે છે.- ચિનુ મોદી.
  મૃતકોની કબરો વચ્ચે ઊભા રહી મૃત્યુ વિશે, મૃત્યુની કલ્પના,મૃત્યુની કહાની, મૃત્યુની ભયાનકતા કે મૃતકોના પરિવારજનોની વ્યથા જાણવા માટે અમેરિકામાં રહેનારાઓએ કે અમેરિકાની મુલાકાત લેનારાઓએ જીવનમાં વોશિંગ્ટન નજીક આવેલા “ગેટીસ્બર્ગ” ની મુલાકાત અચૂક લેવી જોઈએ. જેને હું મૃતકોના સ્વર્ગ સમુ ગણુ છું. બીજા શબ્દોમાં તેને “ગેટસ્ ઇન સ્વર્ગ” નામ આપી શકાય.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment